main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Friday, 1 March 2024

sas portal pay bill use data

❆ SAS PORTAL USEFUL DATA ❆

.
❀ 👉 અહીં SAS Portal માં વિવિધ ઓનલાઈન માહિતી માટેની ગાઈડ લાઈન્સને લગતી જરૂરી માહિતી મુકવામાં આવશે.

❆ SAS Portal Pay Bill માહિતી માટેની ગાઈડ લાઈન્સને લગતી માહિતી ❆

❆ ➯ મોઘવારી તફાવત બિલ અંગેના સામાન્ય પ્રશ્નો - મોંઘવારી ભથ્થાની એરિયર્સની માહિતી : Click here
મોઘવારી તફાવત બિલ અંગેના સામાન્ય પ્રશ્નો . ➯ મોઘવારી તફાવત બિલમાં નામ નથી આવતું અથવા ભૂલથી રદ થઇ ગયું છે ➯ સ્ટેપ ૧ જેટલા નામ હોય તે નામ સાથે બીલ સબમિટ કરો એટલે કે સેવ કરો ➯ સ્ટેપ ૨ પે.સેન્ટર માંથી મોઘવારી ના મંજૂર કરાવી દો. ➯ સ્ટેપ ૩ શાળા લોગીન માં મોંઘવારી તફાવત બિલ માં જાઓ અને દૂર કરવા લાલ બટન પર ક્લિક કરો. ➯ સ્ટેપ ૪ do you want to delete this records? આવે તેમાં Ok આપો. ➯ હવે તમામ નામ આવી જશે ➯ સ્ટેપ ૫ આ બિલને ફરી સબમિટ કરો. ➯ તફાવત બિલ એકજ ભરવું કે બંને સાથે ભરવા? ➯ આપ બંને બીલ એક સાથે ભરી પ્રિન્ટ કરી શકો છો પગાર કેન્દ્ર પણ બંને બીલ સાથે મંજૂર કરી શકે છે. તાલુકા માંથી જે તે માસમાં મંજૂર કરી બિલનું ચુકવણું કરી શકાય. ➯ મારે અમુક માસનું બીલ ભરવાનું નથી તો શું કરવું? ➯ જે તે શિક્ષક ના જે માસનું બિલ ભરવાનું ના હોય તે શિક્ષકની સામે આપેલ માસ સામેથી ટીકમાર્ક હટાવી દો પછી સબમિટ કરો. ➯ બદલી થયેલ શિક્ષકનું બીલ જૂની શાળામાં બનશે કે નવી શાળામાં? ➯ હાલ જે શાળામાં નોકરી કરી રહ્યા છે એ શાળામાં બનશે. ➯ અમુક શિક્ષકને તફાવત બીલ લેવાનું નથી ➯ જે તે શિક્ષક નું બિલ ભરવાનું ના હોય તે શિક્ષકની નામની સામેથી ટીકમાર્ક હટાવી દો પછી સબમિટ કરો.
_____________________________________________
ખાસ નોંધ :: ➯ મોંઘવારી તફાવત બિલ ઓન લાઈન બનાવવાનું ખુલી ગયેલ છે ➯ ઓન લાઈન મોંઘવારી તફાવત બિલ બનાવવામાં શિક્ષકનો બેઝિક પગાર લખાયેલ જ આવે છે અને તે જે તે માસના પગારબીલ પ્રમાણે હોય છે ➯ પણ જે મિત્રોને જુલાઈ 2021 પછી કોઈપણ પ્રકારનું ઉચ્ચતર મળેલ હોય કે બિલ બનાવેલ તો તેમને તફાવત બિલ બનાવવામાં બેઝિક પગાર ઉચ્ચતરના પુરવણી બિલમાં મળવાપાત્ર બેઝિક પગાર લખવો નહિતર તમને નુક્શાન થશે.
_____________________________________________
34% પ્રમાણે પગાર બીલ ચાલુ થયેલ છે અને મોંઘવારી તફાવત પણ જાન્યુ થી જુલાઈ -૨૨ ભરી દેવું... પગાર બીલ બાબતે.. ઑગસ્ટ પગાર બીલમાં મોંઘવારી ૩૪% મુજબ આવી ગયેલ છે પણ તેને તરત સબમિટ ન કરતા....... તમામ શિક્ષક ને લોક કરેલ હોય તે જોવું પછી .. Teb. કી તમામ શિક્ષકના પગારના ખાનામાં કરવી જેથી પગારમાં મોંઘવારી સુધારી જસે... અન્યથા મોંઘવારી અને CPF અપડેટ થશે નહિ. આ બાબતનું ધ્યાન રાખવું.... અને ગ્રુપ આચાર્યશ્રીઓ પણ આ બાબત જોઈ લેવી કે મોંઘવારી અપડેટ કરેલ છે કે નહિ .... ન કરેલ હોય તો બિલ ના મંજૂર કરી ફરી ભરાવવું... જેથી બિન જરૂરી બિલો ટાળી શકાય..... ખાસ સૂચના :- મોંઘવારી તફાવત પણ જાન્યુ -૨૦૨૨ થી જુલાઈ -૨૨ સુધીનું ભરી નાખવું.... જેમાં નીચેની બાબતો ધ્યાન માં લેવી... 👉જે તે માસમાં મળેલ પગાર મુજબ બેઝિક આવશે. જો કોઈ સુધારો ન હોય તો સબમિટ કરી લેવું.. 👉પણ કોઈને આ મહિનાઓ દરમિયાન ગ્રેડ કે નિયમિત પગાર. થયેથી પગાર વધારો થયેલ હોય તો એ મુજબ બેઝિક પગાર નાખવો.... 👉અહીં પણ જાન્યુઆરી અને જુલાઈ માસના ઈજાફા મુજબ જ પગાર લખવું. જે પહેલેથી લખેલ છે. ગ્રેડ આવેથી ઇજાફા માસમાં સુધારો થયો હોય તો તે મુજબ પગાર લખવું... 👉 શાળાઓ એ સાત માસનું મોંઘવારી તફાવત ભરવાનું જ છે..... 👉જે શિક્ષક નિયમિત થયેલ છે તેમને જે માસનું તફાવત નથી લેવાનું તેનું ✓ માર્ક કાઢી નાખવું અને જે તે માસના તેટલા દિવસની ગણતરી કરી બેઝિક લખવું. ઉ.દા.. નિય. તા.23-3-2022 તો 9 દિવસનું બેઝિક લખવું.... 👉પગાર બીલ અને મોંઘવારી તફાવત પત્રકોમાં જે તે શિક્ષકને બતાવી લેવું જેથી ભૂલો સુધારી શકાય અને બિન જરૂરી બિલો ટાળી શકાય.
_____________________________________________
👉 પગારબીલ લેટેસ્ટ અપડેટ.... પગાર બીલ માટે - શાળા માટેની સૂચનાઓ. 👉 મૂળ પે સ્કેલ ની 42% મોંઘવારી મુજબ પગાર બીલ અપડેટ થયેલ છે છતાં તમામ શિક્ષક ની મોંઘવારીની કોલમ માં ચેક કરવી.... 👉 ગત માસ માં વાહન ભથ્થું બંધ કરેલ હસે..એટલે જૂન માસથી તેમનું વાહન ભથ્થું અગાઉ મુજબ રકમ લખવી.... 👉 મે માસથી નિવૃત્ત થયેલ શિક્ષક નું નામ પગાર બિલ માં ન આવે તે ધ્યાન રાખવું...(તમામ ના નામ sas ma શાળા માંથી કમી કરેલ છે છતાં કોઈ રહી ગયું હોય તો જાણ કરવી...) 👉 ઉપરોક્ત બાબતો ચકાસાઈ જાય એટલે પગાર બિલ સબમિટ કરી નાખવું... મોંઘવારી માટે 👉 મોંઘવારી તફાવત માં 2 ભાગ 1.જુલાઈ ૨૨ થી ડિસમ્બર_૨૨(૬ માસ) અને 2.જાન્યુ -૨૩ થી મે_૨૩(૫ માસ) ભરવાનું છે... 👉 નિવૃત્ત શિક્ષક સહિત તમામ ના નામ મળેલ પગાર સાથે લીસ્ટ માં આવશે તેમના સામે ✓ ટિક કરવું... જો તમારી શાળાના કોઈ શિક્ષક ને આ 11 માસ દરમિયાન ગ્રેડ કે નિયમિત થયેલ ન હોય તો કોઈ ફેરફાર કરવાના રહેતા નથી.તો સબમિટ કે સેવ કરી લેવું. ☝️પરંતુ કોઈ ને પ્રથમ/દ્વિતીય/તૃતીય ગ્રેડ કે નિયમિત થયા અંગેનું તફાવત બીલ અત્રે મોકલી આપેલ હોય તેમના મોંઘવારી તફાવત માં તેમના બીલ મુજબ પગાર ફેરફાર કરવું(ભલે ને હજી બીલ મંજૂર થયેલ ન હોય છતાં). 👉 ઉ.દા... કોઈ ને ૨૫-૫-૨૦૨૧ થી ગ્રેડ કે નિયમિત થયેલ છે જે મોડેથી મંજૂર થઈ આવેલ છે અને આ ૧૧ માસ ના કોઈ પણ માસ થી નવું પગાર ચાલુ કરેલ હોય અને તફાવત બીલ જૂની મોંઘવારી ૩૪% મુજબ અત્રે મોકલી આપેલ બીલ માં મળવાપાત્ર નવું પગાર લખેલ હસે...તે પગાર જુલાઈ-૨૨ થી મે -૨૩ જે તે માસ મુજબ મોંઘવારી તફાવત ભરતા સમયે ફેરફાર કરી લખવાનું રહેશે..પછી જ સેવ કરવું.... ભૂલ થયેથી સુધારા માટે ગ્રુપ શાળાએથી રિજેક્ટ કરી સુધારા થઈ શકશે..... ફાઈનલ મોંઘવારી પ્રિન્ટ ALL 👉 આ માસથી કેટલાકના પગાર સુધારા થવાના હસે...તેમને મોંઘવારી તફાવત જૂના પગાર પ્રમાણે જ ભરવું..... અને હવે થી નવું ગ્રેડ કે નિયમિત નું બીલ બનાવતી વખતે નવું ૩૮% કે ૪૨% મુજબ લખવું.
_____________________________________________
👉 મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023 થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. * રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ. * મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. * એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે. * મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે. * મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. * મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. * તદઅનુસાર, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે. * મુખ્યમંત્રીશ્રીએ નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે. * તદઅનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે. * મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.
_____________________________________________
👉 8 મહિનાનું એરિયર્સ આવી રીતે ચૂકવાશે. (૧) જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે. (૨) ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે. (૩) જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મેં 2024ના પગાર સાથે કર્મચારીઓને ચૂકવાશે.
_____________________________________________
👉 "માર્ચ, ૨૪ (પેઈડ ઈન એપ્રિલ, ૨૪) મહિનાના પગાર બિલ નાણાકીય વર્ષ ૨૦૨૪ - ૨૦૨૫નું બતાવે ત્યાર પછી બનાવવા." ટીપીઓશ્રી, આપના દ્વારા જી.પી.એફ. શેડ્યુલ પ્રેઈસા સોફ્ટવેર માંથી મોકલેલ છે, જેમાં જી.પી.એફ અને એનપીએસ ના ખાતાધારકોની કપાત એક સાથે આવે છે અને એ પણ સિરિયલ નંબર પ્રમાણે આવતા નથી. પ્રેઈસા સોફ્ટવેરમાં જી.પી.એફ.ના હિસાબો નોભાવાતા નથી, એ મેન્યુઅલ રાખવામાં આવે છે અને તેની ઓટો એન્ટ્રી થતી નથી, એક એક એન્ટ્રીનું પોસ્ટિંગ કરવું પડે છે એટલે તાલુકા દ્વારા એસ.એ.એસ સોફ્ટવેરમાંથી નીકળતી શેડ્યુલ અથવા મેન્યુઅલ બનાવેલ શેડ્યુલ મોકલવામાં આવે તો જી.પી.એફના હિસાબોમાં શેડ્યુલની એન્ટ્રી થઈ શકે. ભાવનગર અને તળાજા સિવાયના 8 તાલુકા એસ.એ.એસ સૉફ્ટવેર માંથી પ્રિન્ટ મોકલે છે જેથી ભાવનગર અને તળાજા દ્વારા પણ જી.પી.એફ. ના હિસાબો પ્રેઈસા સોફ્ટવેરમાં શરૂ ન થાય ત્યાં સુધી કેન્દ્રવર્તી શાળા દ્વારા એસ.એ.એસ સોફ્ટવેર અથવા મેન્યુઅલ બનાવીને મોકલવામાં આવે એ જરૂરી છે. સહકારની અપેક્ષા...
_____________________________________________
👉 નાણાકીય વર્ષ 2024-25 આવકવેરા કપાત સંદર્ભે સુચના : 👉 ગત વર્ષ 2023 24 માં આવેલ કુલ આવકવેરા ના 12 માં ભાગ જેટલી રકમ 100 ના રાઉન્ડ ફિગર માં કપાત ફરજિયાત કરવાની રહે છે જૂની કે નવી સ્કીમ પસંદ કરી તે મુજબ આવતો ટેક્સ ફરજિયાત કાપવાનો રહેશે 👉 ગયા વર્ષે ધ્યાને આવેલ છે કે શરૂઆતમાં ઓછી કપાત કરીને છેલ્લા ક્વાર્ટર માં વધુ પડતો ટેક્સ કપાત કરવો પડે છે અને છેલ્લા મહિને પગાર જેટલો ટેક્સ કપાત કરવો પડે આ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે કાળજી રાખે આવકવેરાની યોગ્ય કપાત કરવાની જવાબદારી કે.વ.શાળા આચાર્યની રહેશે. તા. પ્રા. શિ. તળાજા
_____________________________________________
❆ ➯ SAS Teacher Transfer Other school to useful Information Click here
શિક્ષકની જ્યારે અન્ય શાળામાં બદલી થાય ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. શિક્ષક ની જ્યારે બદલી થાય છે ત્યારે તમામ લેવલે પગારનું કામ પૂરું થયાં બાદ જ SAS PORTAL પરથી બદલી બતાવી દૂર કરવો જો કોઈ લેવલે પગારનું ભરવા કે મંજૂર કરવાનું કામ બાકી હશે તો દૂર કર્યા બાદ થશે નહિ શિક્ષક ને મૂળ શાળામાંથી દુર કરવા માટે મૂળ શાળાનું લોગીન કરી માહિતી ઉમેરવી માં શિક્ષક ની માહિતી માં જઇ નામની સામે 👤 આવા આઈકન પર ક્લિક કરી શિક્ષક ને શાળા માથી દૂર કરવા માં બદલી બતાવી બાજુમાં બદલી ની તારીખ નાખી સબમિટ કરવું. બદલી વાળી શાળામાં શિક્ષકને ઉમેરવા માટે બદલી વાળી શાળાનું લોગીન કરી આંતરિક બદલીમાં જઈ SAS પોર્ટલ પર આપેલ શિક્ષક નો મોબાઈલ નંબર નાખી કલીક કરતા શિક્ષક નું નામ લીલા કલર થી બતાવશે ત્યાર બાદ જરૂરી તારીખો માથી સબમિટ કરવું. OTP માગે ત્યારે વેબસાઇટ પર OTP લખેલ આવશે તે નાખી સબમિટ કરવું.
_____________________________________________
બદલી થયેલ શિક્ષકોએ કરવાની થતી કામગીરી: ૧. ઓર્ડર પ્રિન્ટ કરી તા.પ્રા.શિ.સાહેબની સહી કરાવીને શાળા પરથી છુટા થવું. ૨.શાળા પરથી છુટા થયા બાદ SAS પરથી લાસ્ટ પે સર્ટીફીકેટ, પગાર સ્લીપ પ્રિન્ટ લઈ મુ.શિ., પે સેન્ટર, ટીપીઈઓ સાહેબના સહી સિક્કા કરાવવા ૩. તા.૩૧-૩-૨૦૨૧ સુધીનો પગાર જુની શાળામાં SAS પર આકારેલ છે, અને નવી શાળામાં તા.૦૧/૦૪/૨૦૨૧ થી આકારવાનો થાય છે, એવો દાખલો લખાવી મુ.શિ., પે સેન્ટર, ટીપીઈઓ સાહેબના સહી સિક્કા કરાવવા.જ્યાં સુધી પગાર ન આકારાય ત્યાં સુધી SAS પરથી જુની શાળામાંથી નામ દૂર કરવું નહિ. ૪. જો છુટા થઈ જવાય તો છુટા કરવા બાબતનો મુખ્ય શિક્ષકશ્રીનો રિપોર્ટ લઈ સેવાપોથીમાં તે બાબતની નોંધ કરી અત્યાર સુધીની રજા તેમજ અન્ય વિગતો અપડેટ કરાવી સહી સિકકા કરાવી સેવાપોથી લઈ લેશો. ૫. જો શિક્ષક મંડળીના સભ્ય હોય તો ત્યાં રાજીનામું આપી દેશો અને હવે તે મંડળીમાં સભ્ય નથી તે બાબતો પ્રમાણપત્ર પણ લઈ લેશો સભ્ય ન હોય તો પણ તે પ્રમાણપત્ર લેવું જરૂરી છે તેના વગર નવી મંડળી માં સભ્ય કરી શકાશે નહીં. ૬. અન્ય તાલુકામાં બેંકમાં પગાર થતો હોય તે બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલાવી દેશો.
_____________________________________________
👤 SAS માં બદલી થયેલ શિક્ષકને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ: 1 શિક્ષક ની મૂળ અગાઉની શાળામાં લોગીન કરો. 2 માહિતી ઉમેરવી મેનૂમાં શિક્ષક ની માહિતી માં જાઓ. 3 શિક્ષક ના નામ ની નીચે આપેલ 24.... વાળો 12 અંક નો કોડ ક્યાંક નોંધી લો. 4 શિક્ષકના નામની સામે આપેલ👤 આઈકન પર ક્લિક કરો 5 શિક્ષક ની સ્થિતિ તાલુકા બદલી હોય તો બદલી જિલ્લા બદલી હોય તો જિલ્લાફેર બતાવો. 6 છૂટા કર્યા ની તારીખ સિલેક્ટ કરો. 7 સબમિટ આપો.. હવે આ શાળા માંથી નામ નીકળી જશે અન્ય બદલી વાળી શાળામાં લોગીન માં 1 માહિતી ઉમેરવી મેનૂમાં શિક્ષક ની માહિતી માં બદલી થી આવેલ શિક્ષક માં માં જાઓ (જિલ્લાફેર માટે જિલ્લાફેર માં જાઓ) 2 શિક્ષક કોડ નાખો (24...વાળો) જિલ્લાફેર હોય તો અગાઉનો જિલ્લો પસંદ કરી મોબાઈલ નંબર નાખો 3 હવે માઉસ થી ક્લિક કરતા નામ આવી જશે. (જો કોઈ એરર આવે તો અગાઉના તાલુકો સંપર્ક કરી તાલુકા લોગીન માં અનટ્રેક શિક્ષક ની માહિતી માં શિક્ષક ના નામ ની સામે સ્થિતિ આપેલ હશે તેમાં આંતરિક બદલી કે જિલ્લાફેર છે તે વિગત સુધારો કરવા કહો. જરૂરી તારીખો નાખો બદલી નું કારણ માગશે એ નાખો વેરિફિકેશન કોડ માગશે તે વેબસાઈટ પર નાના અક્ષરે દેખાશે તે કોડ નાખો. સબમિટ કરો નામ નવી શાળામાં આવી જશે.
_____________________________________________
❆ ➯SAS Portal useful Guidance Module Click here

❆ SAS Portal Guidance Module ❆

Online Work useful Module Discription Download
➯ sas portal પર GPF ખાતાધારકોની માહિતી અપડેટ કરવા માટેની માર્ગદર્શિકા Click Here
➯ ઓનલાઇન પગાર (Bill) પત્રક એન્ટ્રી બાબત માહિતી આપતી Pdf Click Here
➯ ઓનલાઇન માસિક પત્રક એન્ટ્રી બાબત માહિતી આપતી Pdf Click Here
➯ ઓનલાઇન શિક્ષક માહિતી એન્ટ્રી માટેની SAS GUJARAT હેલ્પલાઇન માર્ગદર્શિકા Click Here
➯ SAS અંતર્ગત શાળાકીય તમામ વહીવટ ઓનલાઈન કરવા જઈ રહ્યા તેના માટે ઉપયોગી મોડયુલ Click Here
➯ SAS માં શિક્ષકની પ્રોફાઈલ વેરીફાઈ કેવી રીતે કરશો ટીચર પાસવર્ડ કેવી રીતે મેળવશો Click Here
➯ SAS શિક્ષક પ્રોફાઈલ માં સેવા સમય રેખા, પ્રાપ્ત રજાઓ, ભોગવેલ રજાઓ બાબત ઓફિશિયલ સૂચનાઓ Click Here
➯ SAS Gujarat.in માં રજા ની એન્ટ્રી બાબતે નવી માર્ગદર્શક સૂચનાઓ Pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ SAS (સાસ ) ગુજરાતમાં ઓનલાઇન રજા અંગેની માર્ગદર્શિકા official modul Click Here
➯ સાસ ગુજરાત પોર્ટલ માં શિક્ષકને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી અને જિલ્લાની આંતરિક બદલી અંગે હેલ્પ મોડ્યુલ Pdf Click Here
➯ SAS portal -શિક્ષકોની જિલ્લાફેર બદલી માટે હેલ્પ મોડ્યુલ Click Here
➯ SAS portal -શિક્ષક વિષય,વર્ગ, હોદ્દો,મોબાઈલ નંબર ,ઇન્ક્રીમેન્ટ અપડેશન. Click Here
➯ શિક્ષક પોર્ટલમાં માહિતી અપડેટ કરવા માટેની માર્ગદર્શિકા Pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ mogvari update and reject in SAS portal module - 2023 Click Here
➯ SAS Portal mogvari 46 To 50 taka guidence PDF july 2024 Click Here
➯ NPS Deduction from DA Arrears 21-5-2024 Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ SAS Portal useful Video Click Here
SAS Portal useful Video
Sas portal માં રજાની વિગત કઈ રીતે add કરવી તેની સંપૂર્ણ સમજ શિક્ષકોની માહિતી શિક્ષક પ્રોફાઇલ school profile અને પાસવર્ડ સાસ પોર્ટલમાં કઈ રીતે અપડેટ કરવા તેની સંપૂર્ણ સમજ ઓનલાઇન પગાર એન્ટ્રી કઈ રીતે કરવી / માસિક પત્રકની એન્ટ્રી કઈ રીતે કરવી?
SAS માં ઓનલાઇન માસિક પત્રક કેવી રીતે ભરવાનું તેનો અગત્યનો વીડિયો SAS માં ઓનલાઇન પગારબીલ કેવી રીતે બનાવવું ઓફિશિયલ વિડિઓ સાસ ગુજરાત પોર્ટલ માં પગાર કેન્દ્ર દે કઈ રીતે કાર્ય કરવું તેની મદદ માટેનો વિડીયો
SAS પોર્ટલ પર નવો વર્ગ કેમ ઉમેરશો?👌બધા વિદ્યાર્થીઓની માહિતી Excel ફાઈલ થી કેમ અપલોડ કરશો?👌વર્ગ શિક્ષક કેમ ઉમેરશો? SAS વિદ્યાર્થીઓની માહિતી અપલોડ કેવી રીતે કરશો ? શિક્ષક હકીકત વેરિફિકેશન અને પ્રમાણપત્ર
SAS પોર્ટલ પર મોઘવારી તફાવત પત્રક કેવી રીતે ભરશો ? પગારબીલમાં ૧૭ % મોઘવારી કેવી રીતે અપડેટ કરશો ? શિક્ષકોના નવા લોગિન ID અને પાસવર્ડ ક્યાંથી લેશો ? video - 1
શિક્ષકોના નવા લોગીન id અને પાસવર્ડ ક્યાથી મેળવશો?  video - 2 SAS GUJARAT BIRTHDATE FETCH FROM SSA I ROLL NUMBERS IN SAS જુલાઈ માસનું પગાર પત્રક અને ઈજાફો અપડેટ કઈ રીતે કરવો
SAS GUJRAT PORTAL ઉપર જાત આકારણી પત્રક કઇ રીતે ભરવુ ઈજાફા સેટ કરવા શાળાએ કરવાની કામગીરી- પગાર સંબંધિત કામગીરીમાં ધ્યાને રાખવાની બાબતો Students Trasfer Recvest એપ્રૃવ કેવી રીતે કરશો
1 2 3
❆ ➯ મોંઘવારી ભથ્થું વધારો ચાર્ટ - Dearness Allowance increase 2016 chart Click here

❆ ➯ મોંઘવારી ભથ્થું વધારો ચાર્ટ ( Dearness Allowance increase chart - 2016 to this time) :- ❆

1-January-16 0%
1-July-16 2%
1-January-17 4%
1-July-17 5%
1-January-18 7%
1-July-18 9%
1-January-19 12%
1-July-19 17%
1-January-20 21%
1-July-20 24%
1-January-21 28%
1-July-21 31%
1-January-22 34%
1-July-22 38%
1-January-23 42%
1-July-23 46%
1-January-24 50%
1-July-24
1-January-25
1-July-25
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___