main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday 18 February 2019

ધોરણ 6 થી 8 કવિતાઓ

❀ 👉 અહીં ધોરણ 6 થી 8 માં ઉપયોગી થાય એવી કવિતાઓનો સંગ્રહ એમપીથ્રી(MP3) સ્વરૂપે મૂકવામાં આવ્યો છે આપને શિક્ષણ કાર્ય માં જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરી શકો છો...

❆ ધોરણ 6 થી 8 માં ઉપયોગી થાય એવી કવિતાઓનો સંગ્રહ એમપીથ્રી(MP3) સ્વરૂપે ❆

❆ ➯ Standard : 6 to 8 useful Poem MP3 Click here
❆ ➯ STD : 1 to 8 More Poem _ other Poem web site click here
. ❆ ➯ ધોરણ-1 થી 8 ની તમામ કવિતાઓ રાગ-તાલ અને સૂર સાથે ડાઉનલોડ કરવા :- . ➯ ગુજરાતીમાં કવિતાઓ મેળવવા માટે :-
❆ ➯ More Read Writing Poem Click here
Poem Part_1 Poem Part_2
➯ વૃક્ષોનો વાસ રહેવા દો... વનમાં વૃક્ષોનો વાસ રહેવા દો તળાવ-ઝરણામાં શ્વાસ રહેવા દો વૃક્ષ હોય છે વસ્ત્ર જંગલના ઝૂંટવો નહી આ પોશાક રહેવા દો વૃક્ષ પર માળો છે પક્ષીનો તોડશો નહી આ નિવાસ રહેવા દો વૃક્ષ-છોડ ચિરાગ છે વનના વનમાં બાકી ઉજાસ રહેવા દો વન વિલક્ષણ વિદ્યા છે કુદરતની વૃક્ષોનો વાસ રહેવા દો . દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય દીકરી મારી લાડકવાયી એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર દીકરી મારી લાડકવાયી કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે દીકરી મારી લાડકવાયી દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું દીકરી મારી લાડકવાયી પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે સમ દ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે -નરસિંહ મહેતા માધવ ક્યાંય નથી મધુવનમાં ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી યાદ તને બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી લહર વમળને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી નંદ કહે જશુમતીને માતા વ્હાલ ઝરે લોચનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી અબ લગ કંકર એક ન લાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી કાજળ કહે આંખોને આંખો વાત વહે અંશુવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં - હરીન્દ્ર દવે
હવે છપ્પનની છાતી દેખાણી. અવળા આતંકીને ભોં-ભેગા કરવાની સવળી આ રીત અમે માણી; હવે છપ્પનની છાતી દેખાણી. વરસોથી લૂંટાતા, પિંખાતા, ચૂંથાતા લોકોની પડખે ઊભા છો, આકરા છતાંય ખૂબ ચોક્કસ મનસૂબા લઈ આવેલા પહેલાં સૂબા છો, ઊછરતી, સળવળતી, ઊકળતી લાગણીને સૂપેરે કેવી પિછાણી! હવે છપ્પનની છાતી દેખાણી. ખુન્નસથી ખળખળતા લાખ્ખો જવાનોના પગમાં લગાવી'તી બેડી, છુટ્ટો જરાક દોર આપ્યો તો જોયું ને કેવી મુસાફરી ખેડી! દુશ્મનના ભાગે તો કોઠીમાં મોં ઘાલી રહ્યું રોવાનું પોક તાણી; હવે છપ્પનની છાતી દેખાણી. ➯આજરોજ તારીખ :5 /8 /2019 ના રોજ જમ્મુ કાશ્મીર માં થી કલમ 370 નાબૂદ કરતાં તુષાર શુક્લ એ લખેલ ગીત કાવ્ય સાહેબે સાફ કરી નાખ્યા તિરંગો ઓઢીને સૂતા જવાનોને આપી સલામી આજ સાચી મનાવે દેશ આખો દીવાળી આજ અને હૈયે હૈયું રહ્યું છે નાચી ભારતમાતા તણા પાલવ પર લાગેલા ડાઘાને આજ ધોઇ નાખ્યા . સાહેબે સાફ કરી નાખ્યા. માતાના માથા પર બેસીને રમવાનો છોરુને દીધો અધિકાર પણ માથે બેસીને જો છાણા થાપે તો ખાવો પડે છોરુને માર જોઇ લેશું જોઇ લેશું - કહેનારા લોકોને ઝટકામાં આજ જોઇ નાખ્યા ભારતમાતા તણા પાલવ પર લાગેલા ડાઘાને આજ ધોઇ નાખ્યા. સાહેબે સાફ કરી નાખ્યા સેના પર પથ્થર ને ગોળી ચલાવનારા દરમાં ભરાઇ આજ બેઠા પરદા પાછળથી જે ચાલતા’તા ચાલ હાથ એના પડ્યા છે આજ હેઠા જેમના એ ગંદા ઇશારે જુવાનિયાએ મોંઘેરા જીવ ખોઇ નાખ્યા ભારતમાતા તણા પાલવ પર લાગેલા ડાઘાને આજ ધોઇ નાખ્યા સાહેબે સાફ કરી નાખ્યા ભારતમાતા તણા સાળુના થીગડાને દીકરાએ દૂર કરી દીધું કરી બતાવ્યું આજ છપ્પનની છાતીએ છાતી ઠોકીને હતું કીધું શહીદોની માતાની આંખોમાં છલકાયાં આંસુને આજ લોઇ નાખ્યા ભારતમાતા તણા પાલવ પર લાગેલા ડાઘાને આજ ધોઇ નાખ્યા. - તુષાર શુક્લ
➪શબ્દોનો અદભૂત વૈભવ... અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્ બની બહારમ્, જલધારમ્ દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્ તડિતા તારમ્, વિસ્તારમ્ ના લહી સંભારમ્, પ્યારો અપારમ્ નંદકુમારમ્ નિરખ્યારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં બાદલ ભરસે, અંબરસેં તરુવર વિરિવરસે, લતા લહરસે નદિયાં પરસે, સાગરસેં દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં લગત જહરસેં, દુઃખકારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા પ્રેમ પ્રસરિયા, તન તરિયા મથુરામેં ગરિયા, ફેરન ફરિયા કુબજા વરિયા, વસ કરિયાં વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા મન નહિ ઠરિયા, હું હારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી આસો મહિનારી, આસ વધારી દન દશરારી, દરશારી નવનિધિ નિહારી, ચઢી અટારી વાટ સંભારી, મથુરારી ભ્રખુભાન દુલારી, કહત પુકારી તમે થીયારી તકરારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી.. ભણતરનો ભાર...... સાત સાત વિષય ને બાળક છે એકલું. નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું? અડધો દિવસ તો એ શાળામાં શેકાતો ને ઘરે આવે તો પાછો કલાસીસમાં ફેકાતો કુમળા ફૂલને સૌ નિચોવે છે કેટલું? નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું? પરીઓના બદલે હવે પરીક્ષાના સપના આવે છે. અને ટોપર્સનું ભૂત એને હરઘડી સતાવે છે. ગોખણપટ્ટીની હરીફાઈમાં મૌલિક બને બિચારું કેટલું? નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું? મમ્મી અને પપ્પાના અધૂરા અરમાનો. પુરા કરે બિચારું કેટકેટલા ફરમાનો? મ્યુઝિક, ડાન્સ, ચિત્ર ને સ્વિમિંગ. શીખે બિચારું કેટલું? નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું? અંગ્રેજી તો જાણે બની છે જીવન સંજીવની. ચિંતા નથી કોઈને બાળકના જીવની. સાવકી મા ના ખોળે વિકસે બિચારું કેટલું? નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું? ભણતરના નામે કેટલીય રમતો વિસરાય છે. ગૃહકાર્યની ભીસમાં શેરીના મિત્રો ખોવાય છે. જળ વિન માછલી જીવશે બિચારી કેટલું? નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું? સાત સાત વિષય ને બાળક છે એકલું. નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું?
એક પાંદડું, જીદે ચડ્યું, થયું નિજ પરિવારથી જુદું. ઝાડથી છૂટું પડીને એ પાંદડું ખૂબ હરખાય છે, હાશ ! છૂટયા હવે આ ભીડથી, મનથી એ મલકાય છે. વાયુ સાથે વહેતું વહેતું આમ તેમ લહેરાય છે, સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે ! એને એવું મનમાં થાય છે. ઝાડ પર રહ્યાં ચિપકીને ત્યાં આમ ક્યાં રખડાય છે ! ત્યાં તો બસ બીજાઓ, મારી સાથે રોજ અથડાય છે, અહીં તો વાયુ સાથે મજેથી ઉડીને જવાય છે, ને ઝરણાની સાથે ખળખળ ગીતો મજાના ગવાય છે. પાણી સાથે ઉછળતાં ને કૂદતાં એ મલકાય છે, પણ સુખ ક્ષણભંગૂર છે એ એને ક્યાં સમજાય છે. ઝરણાંમાંથી વહેતું જ્યારે કિનારે પહોંચી જાય છે, જાનવરોનાં ખર નીચે જ્યારે ખૂબ રગદોળાય છે. પીડાથી કણસતું એ હવે ખૂબ પસ્તાય છે, ઝાડ સાથે જોડાયેલા હોવાનું મૂલ્ય એને સમજાય છે. આઝાદી વ્હાલી લાગે પણ મોંઘી સાબિત થાય છે, સંયુકત પરિવાર બન્ધન નહિં પણ જીવનનો સાચો પર્યાય છે. 5 साल डिग्री कमा कर भी बर्बाद हो गया जनरल कास्ट में जन्म लेना अब अपराध हो गया। गरीब बाप के एक बेटे को संविधान ने तोड़ दिया ऊँची जात का ठप्पा लगा आरक्षण ने निचोड़ दिया। पढ़ाई लिखाई के खर्चे से पिता को कर्जा मार गया 80 प्रतिशत लेकर बेटा 40 प्रतिशत से हार गया। वोट बैंक के आगे हारा तेज दिमाग बेचारे का आरक्षण ने गला घोंटा माँ के अकेले सहारे का। आरक्षण का खेल जो भारत में खेला जाता है पैर बांध कर घोड़े के अनपढ़ गधे को जिताता है फेंकी हुई रोटी खाकर देखो एक कुत्ता ऐश में पलता है हुनर से ज्यादा भारत में कास्ट सर्टिफिकेट चलता है। खुद को मासूम बताते जनरल के हाथ काट कर अनपढ़ डॉक्टर इंजीनयर बनते आरक्षण को चाट कर। हम भी तो गरीब हैं यारों पर स्वर्ण पुकारे जाते हैं सरेआम हराने की हिम्मत नही कोटे से मारे जाते हैं। इन आस लगायी आँखों से कब लहू उतारा जायेगा पता नही कितनों का यूँ ही 'कौशल' मारा जायेगा।
**** એક દીકરીએ વહુ અને સાસુના સંબંધનું સુંદર શબ્દોમાં વર્ણન કર્યું છે.. **** રડતા સંસારમાં આવી ત્યારે માં એ ગોદમાં લીધી રોતા સાસરે ગઈ ત્યારે સાસુમાં એ ગળે લગાવી . માં એ જીવન દીધું, સાસુમાં એ જીવનસાથી. ચાલવું બેસવું એ માં એ શીખવ્યું પણ સહી રીતથી સમાજમાં ચાલવું એ સાસુમાંએ શીખવ્યું. માં એ ઘરનું કામ શીખવ્યું, સાસુમાં એ ઘર કેમ ચલાવવું એ શીખવાડ્યું. માં એ કોમળ કળીની જેમ સાચવી, સાસુમાં એ વિશાળ વૃક્ષની જેમ બનાવ્યું. માં એ સુખમાં જીવતા શીખવ્યું, અને સાસુમાં એ દુઃખ માં પણ જીવતા શીખવાડ્યું. માં ઈશ્વર સમાન છે તો સાસુમાં ગુરુ સમાન છે. *** માથા વગરની કવિતા *** ( શિક્ષકની સહનશક્તિ/ 325નાં તરફડિયા / બાલગુરૂની બળતરા / વિદ્યાસહાયકની વ્યથા ) 325 થી શરૂઆત કરીને 5300 માં વૈતરું કરતાં રહ્યો , કરી શિક્ષણ તણો વેપાર,માસ્તરનું શોષણ કરતાં રહ્યા. એક શાળામાં એક જ શિક્ષક પાંચ- પાંચ વર્ગો લેતાં રહ્યાં, આ જ કારણ કે બાળકો ખાનગી શાળામાં જતાં રહ્યાં. શિક્ષક,બાલગુરૂ કે વિદ્યાસહાયક નામ ધારણ કરતાં રહ્યાં, ફેરવી તોળી જાત પોતાની સંગઠનમાં વિભાજીત થતાં રહ્યાં. C.C.C, TET,TAT,HTAT એકઝામ દાખલ કરતાં રહ્યાં, ગાંધીનગરમાં બેસીને ગુરુનાં પારખાં કરતાં રહ્યાં. ઇલેક્શન,વસ્તીગણતરી કે BLOનું કામ કરતાં રહ્યાં. શિક્ષણ રહી ગયું સાઇડમાં,બસ ટાર્ગેટ પૂરો કરતાં રહ્યાં. "હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે" વાતો કરતાં રહ્યાં, ધૂળ ચહેરા પર હતી અને આપણે અરીસો સાફ કરતાં રહ્યાં.
ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી... તેમ છતાંયે ધૂળની ડમરી નડતી નહોતી.... થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ, ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી નહોતી.... પેન અને પાટી, પેન્સિલ રબ્બર ને પુસ્તક કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી નહોતી... ખાવા માટે 'બા' દેતી મમરા-ધાણી નાસ્તા માટે મૅગી ત્યારે બનતી નહોતી... રોજ સવારે ચાલીને શાળાએ જાતાં આંખ પ્રતીક્ષા કોઇ વાહનની કરતી નહોતી.. શિયાળે ના મફલર કે ના માથે ટોપી સૂરજની ગરમીમાં ઠંડી ટકતી નહોતી... વર્ષો પહેલા આપણે સૌ આંગણામાં રમતા મોબાઈલની તો તે પહેલા હસ્તી નહોતી... બચપણ વિત્યું તોય મજામાં એવું સુંદર જાણે કે દુનિયામાં દુ:ખની વસ્તી નહોતી... 'હાં વીતી ગયો એ જમાનો, જેમાં કોઈની યે કોઈ સાથે ફરિયાદ નહોતી... ➯ મને એ જોઈ હસવું હજાર વાર આવે છે આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!! પચરંગી યુનિફોર્મ ને પીળા રંગની ગાડી! ગામડે ગામડેથી છોકરા વીણી લાવે છે. ભાડું વસુલે મસમોટુને વળી એને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ગણાવેછે કોમ્પ્લેક્ષમાં સ્કૂલો ચલાવી સર્વાંગી વિકાસ બતાવે છે આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!!! બે જોડી યુનિફોર્મ, બુટ મોજા ટાઈથી ટેણીયાં ને ટનાટન બનાવે છે ગણિતમાં "સો" એતો સમજ્યા ભાઈ ને વળી ગુજરાતીમાંય સો!! આઈન્સ્ટાઈન ને અખો એક સાથે બનાવે છે કે.જી નું બાળક, ચિત્રમાં અઠ્ઠાણું ને સંગીતમાં સત્તાણું!! પિકાસોને રોવડાવી મારા રહેમાનને શરમાવે છે આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!!! ઇંગલિશ મીડિયમનું ગૌરવ ને ગુજરાતીની સુગ! ગુજરાતમા જ રહીને મેઘાણી,કલાપી કે પછી તુષાર શુક્લની સામે જ રોલેટ એકટ" ચલાવે છે આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે !!! નોન ક્વોલિફાઇડ સ્ટાફ ને વળી ગુણવત્તા વાળું શિક્ષણ? નેવુંનો કલાસ ને નેવુંયે બાળકોને નેવું ઉપર ટકા આવે છે!! આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠા ભણાવે છે!!!! આ પ્રાઇવેટ વાળા હાટડી ચલાવે છે!! પૈસા કમાવા માટે, કેવા ઉઠા ભણાવે છે!!!!
મશીન બનીને આવું...! ઓનલાઇન લાવું કે ઓફલાઈન લાવું, આ માહિતીનો ઢગલો, સમજાતું નથી કે કેમ કરી લાવું ! પરીપત્રોની ફાઈલ લાવું કે પત્રકોનો થેલો ભરી લાવું. ખબર નથી પડતી, ઘરે જાઉ કે સીધે-સીધો ઓફિસે આવું ! એક્સેલમાં લાવું, લિંકમાં લાવું કે પીડીએફમાં લાવું સાહેબ . જો થોડી ઢીલ રાખે,તો આખે-આખી પેન ડ્રાઈવ ભરીને લાવું ! પ્રવેશોત્સવમાં વાજતે-ગાજતે, બાળકને શાળામાં લાવું, થોડો ટાઈમ આપો તો, ડ્રોપ આઉટને ગામમાંથી ગોતી-ગોતીને લાવું ! એકમ કસોટીમાં પ્રશ્નો નહીં પણ, પ્રશ્નાવલીઓ લઈને આવું, બેઝ લાઇન સર્વે કરી, આખે-આખો સ્કેનિંગ થઈને આવું ! વિદ્યા પ્રવેશ આપીને, ત્રણ મહિનાનું શાળા તત્પરતા લાવું, પાંચ સપ્તાહની પ્રવૃત્તિ થયા પછી, બે દિવસની તાલીમ લઈને આવું ! બાળમેળા પુરા કરો તો, હવે કલા ઉત્સવની ઉજવણી લઈને આવું, આઝાદીના આ અમૃત મહોત્સવમાં, હર ઘર તિરંગો લઈને આવું ! તાલીમ-બાલીમ ઝટપટ પૂરી કરો તો, બીએલઓની મીટીંગ લાવું કામગીરીને પહોંચી વળવા, આચાર્યને તલાટી બનાવીને લાવું ! ઢગલાબંધ માહિતીઓને વેંઢારતો-વેંઢારતો, હવે આપના સુધી તેને લાવું, માણસ તો મટી ગયો છું હું રસ્તામાં, કહો તો મશીન બની ને આવું ! Wel_Come
Wel_Come Wel_Come
❆ ➯ More...
❆ ➯ This Section Is Working Mode...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___