main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, 5 April 2020

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

❀ 👉 ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર વિશે માહિતી....

Avatar

❆ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર વિશે માહિતી : ❆

❆ ➯ Babasaheb Dr.Bhimrao Ambedkar web site Click here
❆ ➯ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર વિશે માહિતી Click here
✼ Photos and Bio-data ✼
➯ હસ્તાક્ષર ➯ડૉ. ભીમરાવ આંબેડકર : ➯જન્મની વિગત એપ્રિલ ૧૪, ૧૮૯૧ મહુ, મધ્ય પ્રદેશ, ભારત ➯મૃત્યુની વિગત ડિસેમ્બર ૬, ૧૯૫૬ દિલ્હી,ભારત ➯રહેઠાણ મુંબઈ ➯હુલામણું નામ બાબાસાહેબ ➯નાગરીકતા ભારતીય ➯અભ્યાસ એમ.એ. , એમ.એસ.સી, પી.એચ.ડી, ડી.એસ.સી, એલ.એલ.ડી , ડી.લીટ ,બાર એટ.લો , જે.પી ➯વ્યવસાય ભારતના પ્રથમ કાયદા પ્રધાન ➯વતન અંબાવાડે, રત્નાગિરી, મહારાષ્ટ્ર ➯ખિતાબ ભારત રત્ન (૧૯૯૦ - મરણોપરાંત) ➯રાજકીય પક્ષ રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા ➯ ધર્મ બૌદ્ધ ➯જીવનસાથી રમાબાઈ આંબેડકર (૦૧)(૧૯૦૬) ➯સવિતા આંબેડકર(૦૨) (૧૯૪૮) ➯માતા-પિતા ભીમાબાઈ, રામજી સક્પાલ
➯ મહાન ભારત દેશની આર્થિક ચાવીરૂપ એવી " રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા " નો આજે સ્થાપના દિવસ (૦૧/૦૪/૧૯૩૫) છે. યાદ રહે... વિશ્વરત્ન - બાબાસાહેબ ર્ડો. ભીમરાવ આંબેડકર એ લખેલ નિબંધ " ધ પ્રોબ્લેમ ઑફ રૂપી " ના આધાર પર રિઝર્વ બેન્ક બનાવવામાં આવી છે...આ નિબંધને અનેકો દેશના અર્થતંત્રોએ પણ આધાર બનાવેલ છે જે સમગ્ર ભારતવાસીઓ માટે ગર્વની વાત છે...
❆ ➯ Babasaheb Dr.Bhimrao Ambedkar Photos Click here
✼ Photos Gallery ✼
➯ wel_come
❆ ➯ Introduction to Dr.Bhimrao Ambedkar Click here
➯ ભારતના બંધારણના રચયિતા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો પરિચય :
( ભીમરાવ રામજી આંબેડકર જન્મ દિવસ - ૧૪ એપ્રિલ ૧૮૯૧ , બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસ - ૬ ડિસેમ્બર ૧૯૫૬ દિલ્હી ) ➯ ભીમરાવ રામજી આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતન, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમ જ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે તેણે ભારતમાં બોદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. ➯ભીમરાવ રામજી આંબેડકર ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સામાજિક સુધારક હતા. તેવો દલિત ચળવળને પ્રેરણા આપતા હતા અને અસ્પૃશ્ય ( દલિતો) તરફ સામાજિક ભેદભાવ સામે અભ્યાન ચલાવતા હતા જ્યારે સ્ત્રીઓ અને શ્રમના અધિકારોને ટેકો આપવો . તેઓ ભારતના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન હતા. ભારતના બંધારણના મુખ્ય આર્કિટેક્ટ હતા અને ભારતના પ્રજાસત્તાકના સ્થાપક પિતા હતા. ➯ જન્મ અને બાળપણ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ[૧] (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ[૨] અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા[૩]. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું. ➯ શિક્ષણ ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું .આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક અછૂત વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો અને સર્વોચ્ચ એવી પીએચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા. હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી. ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું. જૂન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ. આંબેડકર નું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું. ➯ વિગત એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવે ભારતની વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી હતી. તેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લાખો દલિતોને નવયાન બૌદ્ધ સંપ્રદાયમાં ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેર્યા. આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.[૪] તેઓ શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાંના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટી અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી. ➯ ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે, જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી ➯ બંધારણના ઘડવૈયા ૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડીસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ. છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા. ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. એક અછૂત કહેવાતા વ્યક્તિની દેશનું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમયમાં ખુબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો. ૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. ૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.
ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર
➯ મધ્ય પ્રદેશ રાજ્ય નું એક નાનકડું ગામ તેનુ નામ મહુ. આ મહુ ગામમા આપણાં બંધારણનાં ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનો ૧૪ એપ્રિલ, ૧૮૯૧નાં રોજ જન્મ થયો હતો. તેમનાં પિતાનું નામ રામજી સક્પાલ અને માતા નું નામ ભીમાબાઈ હતું. રામજી સક્પાલ લશ્કરી શાળામા શિક્ષક હતાં. ➯ ભીમરાવ ૧૪ ભાઈ-બહેન હતાં. તેમાંથી તે સૌથી નાના હતાં. ભીમરાવ જ્યારે ૬ વર્ષનાં થયાં ત્યારે તેનાં માતા ભિમાબાઇ મૃત્યુ પામ્યા. રામજી સકપાલે નિર્ણય કર્યો કે હું મારા નાનકડા ભીમને ખૂબ જ ભણાવીશ. ➯ ભીમરાવ ખૂબ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. પણ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીચી ગણાતી. તેથી શિક્ષક તેને ક્લાસરૂમથી બહાર બેસાડતા. આથી નાનકડા ભીમરાવને ખૂબ જ લાગી આવતું. તેને થયું કે આ દેશમાં તો હજારો દલિતોની પણ આ જ સ્થિતી હશે ને? તેને મનોમન નક્કી કર્યું કે તેં મોટા થઇને આ ભેદભાવ મિટાવી ને જ રહેશે. ➯ ભીમરાવની અટક 'અંબાવડેકર' હતી પણ તેઓ જે શાળામા ભણતા તેમાંના એક શિક્ષકની અટક આંબેડકર હતી. ભીમરાવ આ શિક્ષક ને ખૂબ જ ગમતા તેથી તેમણે ભીમરાવની અટક બદલીને આંબેડકર રાખી દીધી. ➯ આંબેડકર મોટા થયાં એટલે વડોદરાનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેને ઉંચુ ભણવા માટે શિષ્યવૃતિની સહાય કરી. આંબેડકર લંડનમા જઇને ભણ્યા.આ દરમ્યાન તેમણે ખૂબ જ સહન કરવું પડયું પણ તેઓ એ આ કઈ ધ્યાનમા લીધુ નહીં. તેમની વાંચનપ્રિતિ પણ અદભુત હતી. તેઓ પેટની ભુખ સહન કરીને પણ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચતા. ➯ બાબાસાહેબે આપણા દેશ નું બંધારણ ઘડી કાયદા બનાવ્યા. તેઓ પ્રથમ કયાદમંત્રી પણ હતાં. ૬ ડિસેમ્બર, ૧૯૫૬નાં રોજ તેઓનું દિલ્હી ખાતે અવસાન થયુ.
❆ ➯ Dr.Bhimrao Ambedkar's Work Discription click here
➯ ડો.આંબેડકરે ખરેખર કર્યું શું ? અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે. 1) હિન્દૂ કોડ બિલ લખી હિન્દૂ મહિલાઓ ને અધિકાર આપ્યા. 2) નોકરી કરતી મહિલા વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી) 3) કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ. 4) પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો. 5) સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર. 6) બાળ મજૂરી પ્રતિબંધિત કરી. 7) ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી. 8) ' વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું. 9) રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન. 10) હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી. 11) આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા. 12) સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી. 13) કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો. 14) તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું. 15) શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી. 16) એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું. 17) પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી. 18) વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય. 19) પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ. 20) તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું. 21) જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે. 22) તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો. 23) ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા. 24) જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર. 25) થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા. જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે. તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી. માત્ર શેડ્યુલડ કાસ્ટ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ... ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ....
❆ ➯ Dr.Bhimrao Ambedkar's Work Discription Video Click here
Video Part_1 Video Part_2
➯ 330*300 ➯ wel_come
❆ ➯ More...
❆ ➯ This section is working mode...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___