❆ Schemes OF Government Health Department : ❆
❀ 👉 સરકાર દ્વારા આરોગ્ય કે બીજી કોઈ યોજનાઓ બહાર પાડવામાં આવે છે તે યોજનાઓની માહિતી અહીં મુકવામાં આવશે....

❆ વિવિધ સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓની માહિતી ❆
ક્રમ યોજનાઓનું નામ : આરોગ્ય યોજનાઓની સમજ લાભાર્થીને મળવાપાત્ર સહાય વિશેષ નોંધ : 1 જનની સુરક્ષા યોજના: આ યોજનામાં ગરીબીરેખા હેઠળ ના બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની સગર્ભા બહેનો અને અનુસુચિત જાતિ અને જનજાતિના કુટુંબોની તમામ સગર્ભા બહેનોને લાભ આપવામાં આવે છે બીપીએલ કાર્ડ ન હોય તો તલાટી મંત્રી સરપંચ મામલતદાર પ્રમાણપત્ર મેળવવાનું રહેશે ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 700 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 600 પ્રસુતિ વખતે સારો ખોરાક અને દવા લેવા માટે આપવામાં આવે છે 2 કસ્તુરબા પોષણ સહાય યોજના : ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા વિભાગના જાહેર કરાયેલા ગરીબીરેખા હેઠળના કુટુંબોને લાભ મળે છે સગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ ત્રણ માસમાં નોંધણી કરાવવા થી રૂપિયા 2000/- સરકારી દવાખાનામાં સુવાવડ કરાવે તો રૂપિયા 2000/- બાળકના જન્મ બાદ નવ માસ બાદ અને બાર માસ પહેલા સંપુર્ણ રસીકરણ (મમતા દિવસે ઓરી ની રસી સાથે વિટામિન એ આપ્યા બાદ )કરાવે તો રૂપિયા 2000/- આ કુલ રૂપિયા 6000 /- મળવાપાત્ર છે 3 દિકરી યોજના દીકરી યોજનામાં દીકરો ન હોય અને ફક્ત એક કે બે દિકરીઓ હોય તેવા દંપતી પૈકી નસબંધી ઓપરેશન કરાવે તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવામાં આવે છે એક દીકરી વાળા દંપતીને રૂપિયા 6,000/- અને બે દીકરી વાળા દંપતીને રૂપિયા 5,000/- ના બચત પત્રો આપવાની યોજના છે . 4 રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ યોજના : પતિ-પત્નીની ઉંમર 22 થી 49 વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને એક બાળક હોવું જોઈએ તો બેમાંથી એક ઓપરેશન કરાવે તો આ યોજનાનો લાભ મળે છે . ટ્યૂબેક Tomy સ્ત્રી વ્યંધીકરણના દરેક લાભાર્થીને રૂપિયા 1400/- (ચૌદસો) તથા પ્રસુતિ ના સાત દિવસમાં કરાવે તો ૨૨00/- અને પુરુષ વ્યંધીકરણ કરાવે તો રૂપિયા 2000 આપવાની યોજના છે. 5 માં અમૃતમ યોજના :- આ યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબને( મહત્તમ પાંચ વ્યક્તિ સુધી )લાગુ પાડવામાં આવી છે. બી.પી.એલ- લાભાર્થીઓને ત્રણ લાખની મર્યાદામાં કેશ - લેસ સહાય નિયત કરેલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં મળે છે.. HOSPITAL LIST CLICK HERE 6 માં વાત્સલ્ય યોજના : આ યોજનામાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં રહેતા અને વાર્ષિક 3 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોને લાભ આપવામાં આવે છે . ત્રણ લાખની મર્યાદામાં કેશ-લેસ સહાય નિયત કરેલ ખાનગી તેમજ તમામ સરકારી હોસ્પિટલોમાં મળે છે મા યોજના કાર્ડ માટે હેલ્પલાઇન 1800-233-1022 નંબર છે જેના પર નામ નોંધાવી શકાશે . 7 પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિદાન અન્વયે SECC data અંતર્ગત નોંધાયેલ કુટુંબને રૂપિયા પાંચ લાખનું વીમા કવચ . આ ઉપરોક્ત યોજનાના લાભ માટે ફિમેલ હેલ્થવર્કર એમ.પી.એચ.ડબલ્યુ તથા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટર નો સંપર્ક કરવો . 8 0 0 0 0
🎯 ➯ ⇊પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન... 🎯
🎯 ❆ ➯ ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે : ❆ 🎯
🎯➯અમદાવાદ ગાંધીનગર મા આ અધતન હોસ્પીટલમાં કોઈપણ પ્રકારના ચાજૅ વગર સારામા સારી સેવા આપવામા આવે છે. 🎯
🎯 ➯ અમદાવાદ- ગાંધીનગર,ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે : 🎯
🎯 ➯ સુરતની એક માત્ર હોસ્પિટલ કે જ્યાં બાળકોનાં ઓપરેશન ઓછી કિંમતે થાય છે : 🎯
🎯 ❆ સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓની માહિતી ❆ 🎯
સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓની માહિતી યોજના વિગત ➯ Create Ayushman Bharat Health Account - ABHA Number Click here ➯ Wel_Come Click here
🎯 ❆ સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓની માહિતી ❆ 🎯
Schemes Letter Discription View Letter ➯ મુખ્યમંત્રી અમૃતમ 'મા' અને મા વાત્સલ્ય યોજના તેમજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ત્રણેયનું નામ હવે PMJAY-MA યોજના કરાયું 5-8-2021 Click Here Wel_Come Click Here
❆ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના" હેઠળ PMJAY “G” કેટેગરી કાર્ડ મેળવવા માટે : ❆
"ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના" હેઠળ PMJAY “G” કેટેગરી કાર્ડ" Discription ➯ "ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના" હેઠળ PMJAY “G” કેટેગરી કાર્ડ મેળવવા માટે, તમારે તમે સેવા આપતા કર્મચારી છો કે પેન્શનર છો તેના આધારે આ પગલાંઓનું પાલન કરવાની જરૂર છે: ❆ સરકારી કર્મચારીઓને સેવા આપતા માટે: 1. પ્રમાણપત્ર (પરિશિષ્ટ ફોર્મેટ) એકત્રિત કરો ➯તેને તમારા કાર્યાલયના વડા/વિભાગ દ્વારા તેમની સીલ સાથે ભરીને સહી કરાવો. 2. પ્રમાણપત્ર સબમિટ કરો: ➯તમારા સંબંધિત DDO (ડ્રોઇંગ અને વિતરણ અધિકારી) અથવા તમારા વિભાગમાં PMJAY માટે નિયુક્ત નોડલ અધિકારી. ➯તેઓ તેને પ્રક્રિયા માટે રાજ્ય આરોગ્ય એજન્સી (SHA), ગુજરાતને મોકલશે. 3. E-KYC પ્રક્રિયા: ➯તમારા અને તમારા આશ્રિત પરિવારના સભ્યો માટે આધાર-આધારિત e-KYC પૂર્ણ કરો. ➯આ ઓનલાઈન અથવા સરકાર દ્વારા તમારી ઓફિસમાં આયોજિત કેમ્પ દ્વારા કરી શકાય છે. 4. કાર્ડ જનરેટિંગ: ➯એકવાર ચકાસણી થઈ ગયા પછી, PMJAY “G” કેટેગરીનું ઈ-કાર્ડ જનરેટ થશે. ➯ તમને BIS (લાભાર્થી ઓળખ સિસ્ટમ) પોર્ટલ અથવા આયુષ્માન ભારત PMJAY ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરવા માટે સૂચિત કરવામાં આવશે. ❆ નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો) માટે: 1. પ્રમાણપત્ર ચકાસાયેલ અને સહી થયેલ મેળવો: ➯જિલ્લા ટ્રેઝરી ઓફિસ / સબ-ટ્રેઝરી ઓફિસ / પેન્શન ચુકવણી ઓફિસ પર જાઓ જ્યાંથી તમને તમારું પેન્શન મળે છે. ➯વૈકલ્પિક રીતે, તમે જે ઓફિસમાંથી નિવૃત્ત થયા છો તેના વડા પણ પ્રમાણપત્ર જારી કરી શકે છે. 2. SHA ને પ્રમાણપત્ર સબમિટ કરો: ➯ઓફિસ તેને માન્યતા માટે SHA ગુજરાતને સબમિટ કરશે. 3. પૂર્ણ e-KYC: ➯તમારા અને તમારા આશ્રિતો માટે આધાર e-KYC ફરજિયાત છે. 4. કાર્ડ જારી કરવું: ➯એકવાર ચકાસણી થઈ ગયા પછી, તમને તમારા PMJAY “G” શ્રેણી કાર્ડની ઍક્સેસ મળશે. ❆ ભૌતિક રીતે ક્યાં જવું (જો જરૂરી હોય તો): ➯ તમારી ઓફિસનો HR/વહીવટી વિભાગ - સંપર્કનો પ્રથમ બિંદુ. ➯ જિલ્લા આરોગ્ય કચેરી (DHO) / તાલુકા આરોગ્ય કચેરી (THO) ➯ જિલ્લા ટ્રેઝરી અથવા સબ-ટ્રેઝરી કચેરી (પેન્શનરો માટે) ➯ રાજ્ય આરોગ્ય એજન્સી (SHA), ગુજરાત - વધારાની કાર્યવાહી અથવા સીધા માર્ગદર્શન માટે. ➯ 🔗 મદદરૂપ પોર્ટલ: 1. https://pmjay.gov.in (રાષ્ટ્રીય પોર્ટલ) 2. https://ayushmanbharat.gujarat.gov.in (ગુજરાત-વિશિષ્ટ) ➯ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ .................. રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી .................. PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ .................. રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ મળશે લાભ ......................... રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેવા સંજોગોમાં નિયમાનુસાર મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે ********* ➯ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે. ➯ વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY) કરશે. ➯ જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. ➯ યોજના હેઠળ બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ થશે નહી. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (૧૦૦૦/- રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે. ➯ રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAY માં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે. ➯ અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (ખાનગી: ૯૦૪, સરકારી:૧૭૫૪) સંકળાયેલ છે.જેમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે. ➯ રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે. ➯ રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે. ➯ ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. ➯ આ યોજના અંતર્ગત રૂ. ૩૦૩.૩ કરોડ પ્રીમીયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ૩૭૦૮/- રૂ. વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ ચૂકવશે. ➯ 00 ➯ 00 ➯ 00
❆ ➯ This section is working mode .....
