main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆

" Wel-Come To Visit My Blog so Thanks "

Friday, 16 July 2021

બિટ કેળવણી નિરીક્ષક પરીક્ષા માહિતી

❆ BIT EDUCATION INSPECTOR EXAM INFORMATION ❆

.

❀ 👉 અહીં બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી મુકવામાં આવશે...

❆ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા ઉપયોગી માહિતી ❆

❆ ➯ મદદનીશ કેળવણી નિરીક્ષક અભ્યાસક્રમ સંભવિત Click here
❆ બીટ કેની પરીક્ષા કોણ આપી શકશે ? ❆ 1. સ્નાતક 2. 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ 3. PTC/B.ED./તેની સમકક્ષ ડીગ્રી 4. બઢતી માટે htat જયારે સીધી ભરતી માટે htat અને શિક્ષક બંને આપી શકે
❆ ➯ NISTHA વિશ્વનો સૌથી મોટો ટ્રેનીંગ પ્રોગ્રામ કાર્યક્રમ Click Here
➯ S.R.G.: ➯NISTHA (National Initiative For School Heads'and Teachers' Holistic Advancement) ➯ શાળામાં પ્રાથમિક શિક્ષણ ના પરિણામો સુધારવા માટે કેન્દ્રીય HRD Minister શ્રી દ્વારા 21 August 2019 ના રોજ નવી દિલ્હી ખાતે NISTHA (National Initiative For School Heads'and Teachers' Holistic Advancement) કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી... ✍️NISTHA કાર્યક્રમ દ્વારા દેશ ના 42 લાખ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.. ✍️ NISTHA વિશ્વ નો સૌથી મોટો ટ્રેનીંગ પ્રોગ્રામ છે.. ✍️ Learning Outcome આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે ✍️ અસરકારક શિક્ષણ માટે Teacher Training જરૂરી માનવામાં આવે છે ✍️ કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા ઓળખાયેલ 33120 કી રિસોર્સ પર્સન (KRP) અને સ્ટેટ રિસોર્સ પર્સન (SRG) દ્વારા સીધા જ શિક્ષકોને પ્રશિક્ષણ આપશે. આ KRP અને SRGને બદલામાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT ), રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના અને વહીવટ (NEIPA)ના રાષ્ટ્રીય સંસાધન ગ્રૂપ (NRG) દ્વારા તાલીમ આપવામાં આવશે. ✍️ NISTHA કાર્યક્રમ શિક્ષકોને શાળાની સલામતી અને સલામતી, વ્યક્તિગત-સામાજિક ગુણો, આરોગ્ય અને આરોગ્ય સહિતના યોગ તેમજ શાળાના શિક્ષણની પહેલ જેમ કે પુસ્તકાલય, ઇકો-ક્લબ, યુથ ક્લબ, વિશે વધુ જાગૃતિ લાવવામાં પણ મદદ કરશે. કિચન ગાર્ડન , પર્યાવરણીય ચિંતાઓ અને શાળાના નેતૃત્વના ગુણો પણ વિકસાવવામાં મદદ કરશે. ✍️ NISTHA કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં critical thinking ને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકોને સજ્જ અને પ્રોત્સાહિત કરવાનો છે. વિશાળ તાલીમ કાર્યક્રમ શિક્ષકોમાં જાગરૂકતા વધારશે અને તેમને સમાવેશી શિક્ષણ, યોગ્યતા આધારિત શિક્ષણ અને પરીક્ષણ, *અધ્યયન નિસ્પત્તિ* , શીખનાર-કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ શાસ્ત્ર,ICT નો શિક્ષણ માં ઉપયોગ , સંબંધિત વિવિધ પાસાઓ પર તેમની કુશળતા વિકસાવવામાં
___________________________________________
❆ ➯ What is Suspend in Govt. Job Introduction Click Here
➯ સરકારી નોકરીમાં સસ્પેન્ડ એટલે શું? સસ્પેન્ડ થયા પછી શું થાય અને ખાતાકીય તપાસ એટલે શું?, જાણો સંપૂર્ણ માહિતી ➯ આપણે અવાર-નવાર પેપરમાં કે ટીવીમાં જોતા હોઈયે છીએ કે કર્મચારી,પોલીસ અથવા કોઈ પણ સરકારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. અને ઘણીબધી ઘટનાઓમાં સરકારી કર્મચારી કે પોલીસને સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હોઈયે છીયે. જો કે પ્રજામાં કાયદાકીય જાણકારીનો અભાવ હોવાના કારણે સરકાર આ બબાતે લોકોને આબાદ રીતે છેતરે છે . ● સસ્પેન્ડ એટલે શું ? :- જે કર્મચારીની વિરુદ્ધમાં કોઈ ગંભીર પ્રકારના આક્ષેપો હોય તેની સામે ખાતાકીય તપાસ ચાલુ કરવામાં આવે છે અને ખાતાકીય તપાસ દરમ્યાન તે કર્મચારી તપાસને પોતાના ફાયદામાં પ્રભાવિત ન કરે તેમજ પોતાની સત્તાથી તપાસના પુરાવાઓ, સાક્ષીઓ કે રેકોર્ડ સાથે છેડછાડ ન કરે એટલા માટે અને સાક્ષીઓ કે ફરીયાદીને સત્તાના માધ્યમથી ડરાવી કે દબાવી ન શકે એટલા માટે કર્મચારીને અમુક નિશ્ચિત સમય માટે સરકારી નોકરીની સત્તાઓ અને ફરજોથી દુર રાખવામાં આવે છે જેને અંગ્રેજીમાં સસ્પેન્ડ અને ગુજરાતીમાં “ફરજ મોકુફી” કહેવામાં આવે છે. ● સસ્પેન્ડ થાય પછી શું થાય ? :- – કોઈ અધિકારી કે કર્મચારી સસ્પેન્ડ ( ફરજ મોકુફ ) થાય એટલે તેને સરકારી સત્તા, ઓફિસ, હોદો અને કામગીરી છોડવી પડે છે. – સસ્પેન્ડ કર્મચારીને જીવનનિર્વાહ માટે ઘરેબેઠા ૫૦ % પગાર મળે છે. – સસ્પેન્ડ અધિકારી કોઈ પ્રાઈવેટ નોકરી કરી શકતો નથી, પૈસા વ્યાજે આપી શકે નહી, શેર બજારમાં કામ કરી શકે નહી, રાજકીય બાબતોમાં ભાગ લઈ શકે નહીં – સસ્પેન્ડ થયેલ કર્મચારી વિરૂદ્ધ તપાસ પુરી ન થાય ત્યાં સુધી જ સસ્પેન્ડ ગણાય છે પછી નોકરી પર પાછો લાગી જાય છે. ● ખાતાકીય તપાસ એટલે શુ ? જ્યારે કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી પોતાની કાયદેસરની ફરજ બજાવવામાં બેદરકારી દાખવે, લાંચ લે, અથવા સત્તાનો દુરઉપયોગ કરે અથવા કોઈ કર્મચારી ઉપર પોતાને મળેલી સત્તાના માધ્યમથી કોઈ કામ કરવાનો કે ન કરવાનો ગંભીર આક્ષેપ થાય અથવા કર્મચારી કોઈ ગેરવર્તુણક કરે અથવા તેના વિરુદ્ધ કોઈ ફરીયાદ કે રજુઆત હોય અથવા તેના વિરૂદ્ધ કોઈ તપાસ ચાલતી હોય અથવા લાંચ લેતા પકડાય ત્યારે જે-તે કર્મચારી ઉપરના આક્ષેપોની ખાતરી કરવા માટે તે અધિકારી વિરૂદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે છે અને ખાતાકીય તપાસના અંતે તેને સજા અથવા ડિસમીસ કરવામાં આવે છે. ● સસ્પેન્ડ થયેલા કર્મચારી વિરૂદ્ધ ખાતાકીય તપાસના પરિણામ :- ૧ ) જો કર્મચારીએ ખુબ ગંભીર પ્રકારની ગેરવર્તુણક કરી હોય તો કર્મચારીને ડિસમીસ કરવામાં આવે છે. જેને અંગ્રેજી ભાષામાં ડિસમીસ અને ગુજરાતીમાં ફરજમુક્તિ અથવા બરતરફ કહેવામાં આવે છે. ડિસમિસ થયેલા કર્મચારીને કોઈ સરકારી પગાર મળતો નથી અથવા સરકારી નોકરી મળતી નથી તેમજ નોકરી પર પાછો લેવામાં આવતો નથી. ૨ ) જો કર્મચારીએ સામાન્ય અથવા નજીવી ગેરવર્તુણક કરી હોય તો કર્મચારીને છે , અથવા ઈજાફો અટકાવવાનું અથવા અન્ય કોઈ નાની સજા કરીને નોકરી પર પાછો લઈ લેવામાં આવે છે. ૩ ) જો કર્મચારી કોઈ ગેરવર્તુણક કર્યાનુ સાબિત ન થાય તો તેને પાછો સરકારી નોકરી પર લેવામાં આવે છે. ૪ ) જો ખાતાકીય તપાસ બે વર્ષ સુધી પણ પુરી ન થાય તો અધિકારીને નોકરી પર પરત લઈ લેવામાં આવે છે. ૫ ) સસ્પેન્ડ થયેલા અધિકારીને બીજી જગ્યાએ ફરજ ઉપર હાજર કરી દેવામાં આવે છે કારણ કે જો જગ્યાએ હાજર થાય તો ફરીયાદી અથવા તેના જુનિયર સ્ટાફ સાથે બદલાની ભાવનાથી વર્તન કરી શકે છે. ➯ ટુંકમાં મોટાભાગના કિસ્સામાં સરકારી કર્મચારી ઉપર આક્ષેપ થાય ત્યારે જ તેને સસ્પેન્ડ એટલે કે ફરજ મોકુક કરવામાં આવે છે અને ખાતાકીય તપાસના અંતે સમાન્ય સજા કરીને અથવા નિર્દોષ જાહેર કરીને અધિકારીને બીજી જગ્યાએ નોકરી પર લઈ લેવામાં આવે છે.
❆ ➯ Roster Mathod Introduction Click here
➯ રોસ્ટર પદ્ધતિ શું છે? રોસ્ટર એટલે ગુજરાતીમાં ક્રમ અથવા ક્રમાંક અથવા વારો. ઉદાહરણ તરીકે સમજીયે તો લોકો કોઈ લાઈનમાં ઉભા હોય ત્યારે તેનો કેટલામો ક્રમ અથવા વારો છે તે સંખ્યા એટલે રોસ્ટર. આવી જ રીતે દરેક સરકારી નોકરીમાં ખાલ્લી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવે ત્યારે એક ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા દ્વારા SC/ST/OBC/EWS/GEN વગેરે દરેક કેટેગરીની જગ્યાઓ માટે એક ક્રમ નક્કી કરવામાં આવે છે કે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ રહેશે. ધારો કે કોઈ સરકારી કચેરીમાં એક જગ્યા ઉપર ભરતી કરવાની છે તો તે બિન-અનામત રહેશે? કે ઓબીસી અનામત રહેશે? કે એસસી/એસટી અનામત રહેશે તે રોસ્ટર પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ટુંકમા કોઈપણ સરકારી ભરતીમાં કુલ ખાલી જગ્યાઓમાં દરેક ક્રમ ઉપરની જગ્યા કઈ કેટેગરી માટે અનામત રહેશે તે નક્કી કરવાની કાયદેસરની પ્રક્રિયા એટલે રોસ્ટર ક્રમાંક. ➯ ૨૦૦ પોઈન્ટ રોસ્ટર શું છે? (યુનિવર્સિટીવાર ક્રમાંક) દેશની કેન્દ્રિય યુનિવર્સિટીઓ જેવી કે, જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી, દિલ્લી વિશ્વવિદ્યાલય, બનારસ હિંદુ યુનિવર્સિટી, હૈદરાબાદ કેંદ્રિય વિશ્વવિદ્યાલય જેવી અનેક કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં ૨૦૦ પોઈન્ટ રોસ્ટર વ્યવસ્થા અમલમાં હતી. ૨૦૦ પોઈન્ટ રોસ્ટર વ્યવસ્થા મુજબ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયને જ અનામત નક્કી કરવાનું એકમ માનવામાં આવતુ જે મુજબ ૪૯.૫% અનામત અને ૫૦.૫% બિન-અનામત જગ્યાઓ ભરવામાં આવતી હતી. યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં કામ કરતા આસિસ્ટન્ટ પ્રોફેસર, અસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની યુનિવર્સિટીમાં કુલ જગ્યાઓ ઉપર અનામતની કેટેગરીની ગણતરી કરવામાં આવતી હતી. દરેક ભરતીમાં ઓબીસી માટે ૨૭%, એસસી માટે ૧૫% અને એસટી માટે ૭..૫% અનામતની વ્યવસ્થા છે મતલબ કે ૧૦૦ જગ્યાઓ ઉપર ભરતી હોય તો એસટી માટે ૭.૫ જગ્યાઓ અનામત રાખવી પડે. પરંતુ ૦.૫ નામની કોઈ જગ્યા હોતી નથી એટલે જો ૮ કરવામાં આવે તો બંધારણની ૫૦% અનામતની વ્યવસ્થાનો ભંગ થાય અને જો ૭ કરવમાં આવે તો એસટી કેટેગરીને અન્યાય થાય માટે એસટી અનામતમાં ૦.૫% નુ નિરાકરણ લાવવા માટે ૨૦૦ પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવી જ્યા ૨૦૦ X 7.5 કરવાથી ૨૦૦ જગ્યામાંથી એસ.ટી માટે ૧૫ જગ્યાઓ અનામત રહી શકે. ➯ ૨૦૦ પોઈન્ટ રોસ્ટર કઈ રીતે લાગું થાય? આ ૨૦૦ પોઈન્ટ રોસ્ટર વ્યવસ્થા મુજબ કુલ જગ્યાઓની દરેક ૧-૨-૩ જનરલ, ૪ -ઓબીસી, ૫-૬ જનરલ, ૭-એસ.સી, ૮- ઓબીસી, ૯-૧૦-૧૧- ૧૨-ઓબીસી, ૧૩ જનરલ, ૧૪-એસ.ટી, ૧૫-એસ.સી, ૧૬-ઓબીસી માટે એવી રીતે ૨૦૦ સુધી અનામતની વ્યવસ્થા કરવામાં આવે અને ૨૦૦ જગ્યાઓ પુરી થાય એટલે ફરીથી એકથી ચાલુ કરવામાં આવે. ધારો કે ત્રણ જગ્યાઓ છે તો ત્રણેય બિન-અનામત, ચાર જગ્યા છે તો ત્રણ બિન-અનામત અને ચોથી ઓબીસી અનામત, પાંચ જગ્યા છે તો એક જગ્યા ઓબીસી અને ચાર અનામત, છ જગ્યા હોય તો પાંચ બિન –અનામત અને એક ઓબીસી, સાત જગ્યા હોય તો પાંચ બિન-અનામત એક ઓબીસી અને એક એસ.ટી અનામત લાગું પડે આવી રીતે જેટલી જગ્યાઓ હોય ત્યાં સુધી ગણતરી કરવામાં આવે અને ૨૦૦ કરતા વધુ જગ્યા હોય ત્યાં ૨૦૦ પુરા થયા બાદ ફરીથી ગણતરી કરવામાં આવે. ➯ ૧૩ પોઈન્ટ રોસ્ટર શું છે? (વિભાગવાર/વિષયવાર ક્રમાંક) ૧૩ પોઈન્ટ રોસ્ટરમાં કુલ જગ્યાઓનું એકમ વિભાગ અથવા વિષય માનવામાં આવે છે. ૧૩ પોઈન્ટ મુજબ ખાલી જગ્યાઓના દરેક ક્રમાંકમાં ૧-૨-૩ જનરલ માટે, ૪-ઓબીસી માટે, ૫-૬ જનરલ, ૭-એસસી, ૮-ઓબીસી, ૯-૧૦-૧૧-૧૨-૧૩ જનરલ કેટેગરી માટે આવી રીતે અનામત નક્કી કરવામા આવશે. ૧૩નું એક ચક્કર પુરુ થાય એટલે ફરીથી એકથી ચાલુ કરીને અનામત અને જનરલ જગ્યાઓ નક્કી કરવામાં આવે છે. ૧૩ પોઈન્ટ રોસ્ટરમાં ૧૩ જગ્યાઓ હોય ત્યાં સુધી એસ.ટી કેટેગરી માટે કોઈ જગ્યા અનામત આવતી નથી. ➯ શું છે સમગ્ર વિવાદ? વર્ષ – ૨૦૧૭માં અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી યુનિવર્સિટીને એકમ માનવાના બદલે વિભાગ અથવા વિષયને એકમ માનીને કરવામાં આવે. આ બાબતને ઉદાહરણ દ્વારા સમજવી હોય તો ધારો કે એક યુનિવર્સિટીમાં હિંદી વિભાગમાં – ૫, અંગ્રેજી વિભાગમાં – ૩, રાજ્યશાસ્ત્ર વિભાગમાં – ૨, મનોવિજ્ઞાન વિભાગ – ૪, સંસ્કૃત વિભાગમાં – ૩ જગ્યાઓ ખાલી હોય તો ભરતી કરવા માટે કુલ જગ્યાઓ – ૧૭ જગ્યાઓ ઉપર ૫૦% અનામતની ગણતરી કરવના બદલે અલગ અલગ વિભાગવાર જગ્યાઓ ઉપર અનામતની ગણતરી કરવામાં આવે આ પદ્ધતિને ૧૩ પોઈન્ટ રોસ્ટર કહેવામાં આવે છે. ૧૩ પોઈન્ટ રોસ્ટરમાં પ્રથમ ૩ જગ્યાઓ જનરલ હોય છે અને પ્રત્યેક ચોથી જગ્યા ઓબીસી હોય છે. હવે જો ૧૩ પોઈન્ટ રોસ્ટરમાં વિષયવાર અનામતની ગણતરી કરવામાં આવે તો હિંદી વિભાગમાં એક ઓબીસી, અંગ્રેજીમાં તમામ જનરલ, રાજ્યશાસ્ત્રમાં તમામ જનરલ, મનોવિજ્ઞાનમાં તમામ જનરલ, સંસ્કૃતમાં તમામ જનરલ. આમ ૧૩ પોઈન્ટ રોસ્ટર મુજબ કુલ – ૧૭ જગ્યાઓમાં ૧૫ જનરલ અને ફક્ત ૨ ઓબીસી તેમજ એસ.સી/એસ.ટી માટે કોઈ જગ્યા વધે નહી. માટે બંધારણની ૫૦% જોગવાઈ મુજબ ૧૭ £ ૨ =૭.૫ જગ્યાઓ અનામત રહેવી જોઇયે એના બદલે ફક્ત ૨ ઓબીસી અનામત થાય. હવે જો ૨૦૦ પોઈન્ટ રોસ્ટર મુજબ જોઈયે તો જગ્યાઓને વિષયવાર ગણવાને બદલે એક યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગની કુલ – ૧૭ જગ્યાઓ ખાલી ગણાવમાં આવે અને ૧૭ જગ્યાઓ ઉપર ૨૦૦ પોઈન્ટ રોસ્ટર મુજબ ૧-૨-૩ જનરલ, ૪ -ઓબીસી, ૫-૬ જનરલ, ૭-એસ.સી, ૮- ઓબીસી, ૯-૧૦-૧૧-જનરલ, ૧૨-ઓબીસી, ૧૩ જનરલ, ૧૪-એસ.ટી, ૧૫-એસ.સી, ૧૬-ઓબીસી, ૧૭-જનરલ ગણાય. આમ ૨૦૦ પોઈન્ટ રોસ્ટર મુજબ ૧૭ માંથી ૪-ઓબીસી, ૨-એસસી, ૧-એસટી, ૧૦-જનરલ આવી રીતે અનામત ફાળવણી થાય. ➯ SC/ST/OBC ને કઈ રીતે થાય અન્યાય? મોટા ભાગે યુનિવર્સિટી કક્ષાએ મોટી ભરતીઓ આવતી નથી અને પ્રોફેસર કક્ષાએ તો માંડ બે – પાંચ સાત જગ્યાઓ ઉપર ભરતી આવતી હોય છે માટે ધારો કે કોઈ યુનિવર્સિટીમાં અલગ અલગ વિષયમાં પ્રોફેસરની ૧૫ જગ્યા ખાલી હોય તો ૧૩ પોઈન્ટ રોસ્ટર મુજબ તમામ જગ્યાઓ જનરલ કેટેગરી થઈ જાય અને જો ૨૦૦ પોઈન્ટ રોસ્ટર મુજબ ગણવામાં આવે તો ૧૫માંથી ૯-જનરલ, ૨-એસસી, ૧-એસટી, ૩-ઓબીસી મુજબ લાભ મળી શકે. ટુંકમાં ૧૩ પોઈન્ટ રોસ્ટર સિસ્ટમના કારણે યુનિવર્સિટી લેવલ પર એસ.સી/ એસટી/ ઓબીસી અને આર્થિક અનામત તેમજ વિકલાંગો માટેની અનામત બિલકુલ નહિવત થઈ જાય, લગભગ જગ્યાઓ જનરલ કેટેગરીની બની જાય. વધુમાં ૧૩ પોઈન્ટ રોસ્ટરના કારણે વિકલાંગોને નોકરી મળવાની સંભાવના શુન્ય થઈ જાય છે તેમજ એસટી કેટેગરીની જગ્યાઓ બિલકુલ ઘટી જાય છે.
❆ ➯ Mission School Of excellence Introduction Click Here
➯ મિશન સ્કૂલ ઓફ એક્સસેલેન્સ કુલ ત્રણ પ્રકાર : ➯૧. રેસિડિયન્સ સ્કૂલ ઓફ એક્સસેલેન્સ ➯ તમામ KGBV અને મોડેલ શાળાઓને આવરી લેવાશે. હોસ્ટેલને એક્ટિવિટી અને સુવિધાઓની બાબતમાં વર્ડકલાસ બનાવવામાં આવશે. હાલમાં સંચાલન કરતા મહિલા CRC તથા મહિલા આચાર્યા ના હાથમાંથી સંચાલન પરત લઈ અલગથી નાયબ DPC કક્ષાની જગ્યાઓ ઉભી કરવામાં આવશે.
___________________________________________
➯૨. ઇમર્જીગ સ્કૂલ ઓફ એક્સસેલેન્સ : ➯ 6000 સૌથી મોટી શાળાઓ જેમાં કલસ્ટર દીઠ ઓછામાં ઓછી એક શાળાનો સમાવેશ કરવામાં આવશે.
___________________________________________
➯ ૩. અસપાયરિંગ સ્કૂલ ઓફ એક્સસેલેન્સ : ➯ 150 થી 300 વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ અને માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવશે.
___________________________________________
➯ ઉપર્યુક્ત જૂથ મુજબ દરેક કલસ્ટરમા ઓછામાં ઓછી એક શાળા સ્કૂલ ઓફ એક્સસેલેન્સ હેઠળ આવરી લેવાશે. આ સમગ્ર પ્રોજેકટને એશિયા ડેવલોપમેન્ટ બેંક અને નાબાર્ડ ની નાણાકીય સવલતો મળવાની છે. સ્કૂલ ઓફ એક્સસેલેન્સ હેઠળ કરાર આધારિત નવા શિક્ષકોની નિમણુંક કરવામાં આવશે. કમ્પ્યુટર લેબ, વિજ્ઞાનલેબ, ઇ કોર્નર જેવી સવલતો વિકસાવવામાં આવશે. સ્કૂલ ઓફ એક્સસેલેન્સ હેઠળ શિક્ષકોને તાલીમ, નવા અભિગમ હેઠળ જોડાણ, માહિતીનું આદાન પ્રદાન, પડકારો અને તેનું નિરાકરણ જેવી બાબતોના સંચાલન માટે સી.આર.સી./બી.આર.સી. ક્ષમતાઓ વધારવામાં આવશે. જેમાં હાલમાં ૩ વર્ષથી વધુ સમયમાં કામ કરતા કો.ઓ. ની લાયકાત, કરેલી કામગીરી(લાર્નિંગ આઉટકમ સિદ્ધતા, ફિલ્ડ વિઝીટ ઇન લોકેશન, શાળા સમીક્ષા બેઠકો અને તેના ઉકેલો, વિષયવસ્તુનું જ્ઞાન, વહીવટી જ્ઞાન, કમ્પ્યુટરજ્ઞાન વિગેરે) ને સમીક્ષા CCC રિપોર્ટના આધારે કરવામાં આવશે. અને નિયત માપદંડમાં ના આવતા કો.ઓની પ્રતિનિયુક્તિ રદ કરવામાં આવશે અને યુનિવર્સિટી કક્ષાએ કામ કરતા P.hd, JRF, M.Phil કે સંશોધનમા કામ કરતા લોકોને પ્રાધ્યાનય આપી પ્રોત્સાહક મહેનતાણા હેઠળ નિમણુકો આપવામાં આવશે અને ખરા અર્થમાં કો.ઓર્ડીનેટર ની ભૂમિકામાં લાવવામાં આવશે.
___________________________________________
➯ * અંદાજપત્રમાં મંજુર થયેલ મહત્વની નવી અને ચાલુ બાબતો : ➯ 1. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટથી અંતર્ગત રાજ્યની ૨૦,૦૦૦ મોટી સરકારી અને અનુદાનિત શાળાઓ કે જેમાં રાજ્યના આશરે ૮૩% વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને વિશ્વ કક્ષાની ભૌતિક અને ડીજીટલ માળખાકીય સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવશે. મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આ શાળાઓમા ૫૦,૦૦૦ જેટલા નવા વર્ગખંડો, ૧.૫ લાખ જેટલા જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ, ૨૦,૦૦૦ જેટલી કૉમ્પ્યુટર લેબ્સ, ૫,૦૦૦ STEM (સાયન્સ,ટેકનોલોજી,એન્જીનિયરીંગ,મેથ્સ)લેબ્સ અને વોકેશનલ લેબ્સની સુવિધા ત્રણ વર્ષમાં ઉભી કરવામાં આવશે.જેના માટે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૩,૧૦૯ કરોડની જોગવાઇ. ➯ 2. સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ વિના મુલ્યે શ્રેષ્ઠ શિક્ષણની સુવિધાઓ 2.1 જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ : * રાજયની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૧ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા ધોરણ ૬ થી ૧૨નું ઉત્કૃષ્ટ નિવાસી શાળાકીય શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. યોજના હેઠળ ૫૦ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ સામાજિક ભાગીદારી હેઠળ સમગ્ર રાજ્યમાં સ્થાપવામાં આવશે. વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ-૬ માં ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે રૂ. ૯૦ કરોડની જોગવાઈ. 2.2. જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ : * રાજયની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૨ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા ધોરણ ૬ થી ૧૨નું ઉત્કૃષ્ટ શાળાકીય શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. રાજ્યના દરેક તાલુકામાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોનમાં ઓછામાં ઓછી એક એ રીતે આશરે ૪૦૦ અદ્યતન શાળાઓ શરૂ કરવામાં આવશે. જેમાં વર્ષ ૨૦૨૩- ૨૪મા ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે કુલ રૂ. ૬૪ કરોડની જોગવાઇ. 2.3. જ્ઞાન સાધના શાળા વાઉચર યોજના : * સમગ્ર ભારતમાં પહેલરૂપી આ યોજનામાં જે બાળકોએ RTE યોજના હેઠળ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી અને બી. પી. એલ. હેઠળ આવતા વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી ખાનગી શાળામાં ધોરણ ૯ થી ૧૨ નું અભ્યાસ ચાલુ રાખવા દર વર્ષે વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ નું શાળા વાઉચર આપવાની યોજના.આ યોજના માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદ થયેલ ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ. 2.4 રક્ષાશક્તિ સ્કૂલ્સ : ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓના જેવી જ ૬ થી ૧૨ માટેની ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ જેમાં કન્યાઓ માટે ખાસ ૨ અલાયદી રક્ષાશક્તિ સ્કુલ્સ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપવાની યોજના. જેના માટે કુલ રૂ. ૫ કરોડની જોગવાઇ. ➯ 3. શાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેઈન્ટેનન્સ ગ્રાન્ટ : • રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓની માળખાકીય સુવિધાઓની જાળવણી અત્યંત મહત્વપૂર્ણ છે. આ જાળવણી માટે આ વર્ષથી હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે મેઈન્ટેનન્સ ખર્ચ આપવા માટેની જોગવાઈ કરવામાં આવશે. • રાજ્યની તમામ ૩૨,૭૧૦ સરકારી પ્રાથમિક શાળાઓની જાળવણી માટે કુલ રૂ. ૧૦૯ કરોડની બજેટ જોગવાઈ. ➯ 4. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં પસંદ થયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચ લાયકાત અને શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો મેળવવા માટે પ્રવાસી શિક્ષક યોજનામાં આમૂલ સુધારો : હાલ પ્રવાસી શિક્ષકોની લાયકાત અને શૈક્ષણિક અનુભવનું ધોરણ સુધારી ઉચ્ચ લાયકાત અને શૈક્ષણિક અનુભવ ધરાવતા પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા દ્વારા મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સમાં પસંદ થયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ દીઠ એક શિક્ષક સુનિશ્ચિત કરી બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા હેતુ નવી પ્રવાસી શિક્ષક યોજના શરૂ કરવામાં આવશે.આ યોજના માટે રૂ. ૫૩૧ કરોડની જોગવાઈ. ➯ 5. શાળા સહાયક • ૩૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૪,૬૦૦ મોટી શાળાઓ અને ૩૦૦ કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૧,૮૦૦ પે-સેન્ટર શાળાઓ મળી અંદાજે ૬,૪૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક પોતાનો પૂરો સમય બાળકોના શિક્ષણ માટે આપી શકે તેવા હેતુથી શાળા સહાયકની નવી યોજના અમલમાં મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ શાળા સહાયકો કોમ્પ્યુટર લેબ, તમામ બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટિંગ, રેકોર્ડ રાખવા, શાળાઓની ઓનલાઈન કામગીરી, જરૂર પડે ત્યારે શૈક્ષણિક કામગીરી સહિતની કામગીરીઓ કરશે. જોગવાઈ. • આ યોજના અંતર્ગત ૬,૪૦૦ શાળા સહાયકો માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ.૮૭ કરોડની જોગવાઈ. ➯ 6. ખેલ સહાયક • ઓલમ્પિક ૨૦૩૬ માટે દેશની યજમાનગીરી અને ખાસ કરીને આ યજમાની માટે ગુજરાત દાવેદારી કરી રહ્યું છે ત્યારે રાજ્યની સરકારી શાળાના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ, યોગા અને અન્ય શારીરિક શિક્ષણ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળની ૩૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી અંદાજે ૫,૦૦૦ જેટલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવા માટે ૨૦૨૩-૨૪મા રૂ. ૬૬ કરોડની બજેટ જોગવાઈ. ➯ 7. શિક્ષકો માટે હેલ્થ કાર્ડ • રાજ્યના તમામ શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તથા ક્લેઇમ ના દરેક સ્તરે ફાઇલ પ્રોસેસ કરવાના વિભાગના સમયમાં બચત થાય તેવા ઉમદા હેતુથી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાના તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો માટે હેલ્થ કાર્ડ યોજના દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
___________________________________________
➯શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ • દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે. ➯ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે `૩૧૦૯ કરોડની જોગવાઇ. • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ `૬૪ કરોડની જોગવાઈ. • સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે `૫ કરોડની જોગવાઇ. • સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે `૧૦૯ કરોડની જોગવાઈ. • અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ. • ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે `૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા `૫૦ કરોડની જોગવાઈ. • સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન. ➯ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ • ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે `૩૯૦ કરોડની જોગવાઈ. • ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા `૪૦૧ કરોડની જોગવાઇ. • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે `૧૬૯ કરોડની જોગવાઈ. • નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા `૧૫૦ કરોડની જોગવાઈ. • યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૭૦ કરોડની જોગવાઈ. • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૬૪ કરોડની જોગવાઈ. • ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે `૪૦ કરોડની જોગવાઈ. • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા `૩૫ કરોડની જોગવાઈ. • ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા `૩૦ કરોડની જોગવાઇ. • IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે `૧૮ કરોડની જોગવાઈ. • સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે `૬ કરોડની જોગવાઈ. • સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા `૫ કરોડની જોગવાઈ. • STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્‍જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ `૫ કરોડની જોગવાઈ.
___________________________________________
➯ બજેટમાં શાળામાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકોની નિયુક્તિ થશે. • અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ.
___________________________________________
❆ ➯ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી PDF Click here

❆ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી PDF ❆

Bit keni Guidance PDF Discription Download
➯ ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ -૧૯૭૨ - Gujarat secondary Edu.act-1972
➯ શાળા સંચાલન માટે ઉપયોગી મહત્વની માહિતી - school management
➯ પંચાયતી રાજ - panchayati raj
➯ રજાના નિયમો - leave Rules
➯ NEP 2020 In Gujarati All discription page 88
➯ wel_come
➯ wel_come
❆ ➯ Government Employee useful Video (All Information) Click here
સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી જાણકારી મેળવવા ઉપયોગી વિડીયો :
પેન્શન અને ગ્રેજ્યુટીની ગણતરી grade pay salary calculation કુટુંબ પેન્શનની ગણતરી
દૈનિક ભથ્થું કયારે મળવાપાત્ર થાય કામચલાઉ પેન્શન અને ગ્રેજ્યુટી કર્મચારીઓ માટે ઉપયોગી પ્રશ્નો અને જવાબ
પેન્શન પાત્ર નોકરી રજાના પ્રશ્નો ગુજરાત મુલકી સેવાના નિયમોના પ્રશ્નો
પેન્શન પાત્ર પગાર ફરજ મોકૂફી દરમ્યાન નિર્વાહ ભથ્થુ સેવા પોથી - સર્વિસ બુક
નોકરીની સામાન્ય શરતો મકાન પેશગી M.D.M...
220*200 220*200 220*200
❆ ➯ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 - શિક્ષણ પદાધિકારીઓ 2021-શાળા દફતર -SMC Detail Click here
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 શિક્ષણ-પદાધિકારીઓ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 :- ફુલ પ્રકરણ સંખ્યા 11 કુલ કલમ સંખ્યા 71 રદ કરેલ કલમ 39 અને 66 અનુસૂચિ:- કલમ 68 1) પ્રારંભિક કલમ૧ થી ૨ 2) જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના કલમ3 થી 10 ક 3) જિલ્લા સ્કૂલ બોર્ડો, અધિકૃત નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની, સત્તા ફરજો અને કાર્યો કલમ11 થી 18 ક 4) અધિકૃત નગરપાલિકાઓ કલમ 19 5) વહીવટી તંત્ર કલમ20 થી 24 6) ફરજિયાત શિક્ષણ ની યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરવા બાબત કલમ25 થી 40 7ક) ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા બાબત કલમ40 ક 7ખ) માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની શિક્ષા કરવા માટેની કાર્યરીતિ કલમ 40 ખ થી 40 ઝ 8) રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળ વચ્ચે નાણાકીય સંબંધો કલમ 41 થી 47 ક 9) નિયંત્રણ કલમ 48 થી 57 10) પ્રાથમિક શિક્ષણ બોર્ડ કલમ 58 થી 59 ક 11) પ્રકીર્ણ કલમ 60 થી 71 પદાધિકારીઓ 🎯શિક્ષણ મંત્રી કેન્દ્ર :- રમેશચંદ્ર પોખરિયાલ 'નિઃશંક' 🎯શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા:- સતંજય ધોત્ર 🎯 શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય કેબિનેટ કક્ષા:-ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 🎯 શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય રાજ્ય કક્ષા:- વિભાવારી બેન દવે અધિકારીઓ 🎯 અગ્ર સચિવ 👉અંજુ શર્મા મેડમ 🎯 સચિવ 👉વિનોદ રાવ સાહેબ 🎯 સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર(SDP) 👉 પી. ભારતી મેડમ 🎯 નિયામક પ્રાથમિક 👉 એમ.આઈ.જોષી સાહેબ 🎯 નિયામક જીસીઈઆરટી 👉 ડો.ટી.એસ.જોષી સાહેબ 🎯 સર્વ શિક્ષા અભિયાન સચિવ 👉 પ્રકાશ ત્રિવેદી 🎯 અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ 👉 પી. એ. જલું સાહેબ 🎯 નિયામક એનસીઇઆરટી 👉 ઋષિકેશ સેનાપતિ 🎯 કુલપતિ ચિલ્ડ્રન યુનિવર્સિટી 👉હર્ષદ પી શાહ 🎯 કુલપતિ IITE 👉 હર્ષદ પટેલ 🎯 નિયામક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ 👉 પી. ભારતી મેડમ 🎯 નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ તાલીમ 👉વી. આર. ગોસાઈ
શાળા વ્યવસ્થાપન સમિતિ... શાળા દફતરનું વર્ગીકરણ
SMC પૂરું નામ:- school management committee શાળા વ્યવસ્થાપન સમિતિ... 🖋️એસ.એમ.સી.ની પહેલા શું હતું? 1.VEC:- VILLAGE EDUCATION COMMITTEE 2.VCWC:- VILLAGE CIVIL WORK COMMITTEE 3.PTA:- PARENTS TEACHER ASSOCIATION 4.MTA:-MOTHER TEACHER ASSOCIATION 🎯 આરટીઇ 2009 ની કલમ નંબર 21 અંતર્ગત એસએમસીની રચના કરવામાં આવશે... 🎯 20/10/2011 થી શરૂઆત... 🎯 શાળાના સારા સંચાલન અને ઉત્તમ વહીવટ માટે... 🎯 નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ ઘરથી શાળા નું અંતર એક કિલોમીટર 🎯 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ ૬ થી ૮ ઘરથી શાળા અંતર ત્રણ કિલોમીટર 👉 એસએમસી ક્યાં ક્યાં હોય? 🖋️ ખાનગી પ્રાથમિક શાળા સિવાયની તમામ શાળાઓમાં.... 🖋️ મતલબ સરકારી અનુદાન મેળવતી તમામ શાળાઓમાં એસએમસીની રચના કરવાની હોય છે. 👉 એસ.એમ.સી ની જરૂર શા માટે??? 🖋️ ગામ લોકોની ભાગીદારી વધારવા.. 🖋️ શાળાની પ્રવૃતિઓમાં વાલીની ભાગીદારી વધારવા... 🖋️ ગામ સ્તરે સારી દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે... 👉 એસ.એમ.સી.ના સભ્યો ની સંખ્યા..... 🖋️ કુલ સભ્ય સંખ્યા 12 🖋️ 75% શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ.... એટલે કે ૧૨માંથી ૯ સભ્યો વાલી સભ્યો.... ધોરણ:- 1 થી 4 સભ્યો :- 2 ધોરણ:- 5 થી 6 સભ્યો :- 3 ધોરણ:- 7 થી 8 સભ્યો :- 4 🖋️ બાકીના ૨૫ ટકા નીચે મુજબ 🖋️ એક સભ્ય સ્થાનિક સત્તામંડળ નક્કી કરે તે ચૂંટાયેલ સભ્ય 🖋️ સભ્ય સચિવ :-શાળાના આચાર્ય અથવા શ્રેયાન શિક્ષક 🖋️ શિક્ષણવિદ :- વાલી નક્કી કરશે... 🖋️ સ્થાનિક કડીયો:- એસએમસી ના અધ્યક્ષ નિયુક્ત કરશે. 👉 એસ.એમ.સી.ના સભ્યો માં 50 ટકા મહિલા સભ્યો હશે. 👉 એક થી પાંચ ધોરણની શાળામાં પણ સભ્ય સંખ્યા બાર જ રહેશે. 🎯 એસ.એમ.સી.ની જવાબદારીઓ... 👉 શાળા વિકાસ યોજના તૈયાર કરવી...RTE 2009 ની કલમ 22 મુજબ 👉 શાળા વિકાસ યોજના ત્રણ વર્ષ માટે નક્કી કરવામાં આવશે 👉 શાળા વિકાસ યોજના માં અધ્યક્ષ,ઉપાધ્યક્ષ અને સભ્ય સચિવની સહી આવશે 👉 ત્રણેય વર્ષની એક એક એક વર્ષ મુજબ તૈયાર કરવામાં આવશે 👉 નાણાકીય વર્ષ પૂરું થાય તે ના ત્રણ માસ પહેલા એટલે કે ડિસેમ્બર મહિનાના અંતમાં તૈયાર થઈ જવી જોઈએ. 👉 શાળામાં આવતી ગ્રાન્ટ કેવી રીતે વાપરવી તે નક્કી કરે 👉 શાળામાં બાળકો અને શિક્ષકની હાજરી નું ધ્યાન રાખે છે 👉 શાળામાં પૂરતા શિક્ષકો અને ઓરડા હોય તેનું ધ્યાન રાખશે 👉 છોકરાઓ અને છોકરીઓ માટે અલગ સૌચાલય 👉 પીવાના પાણીની સુવિધા 👉 પુસ્તકાલય ની સુવિધા 👉 સોમથી શુક્ર આઠ કલાક અને શનિવારે પાંચ કલાક શાળા ચાલુ રહે 👉 ધોરણ 1 થી 5 ના શિક્ષણકાર્ય ચાર કલાક દૈનિક 👉 ધોરણ છ થી આઠ નું શિક્ષણ કાર્ય પાંચ કલાક દૈનિક 🎯 દર વર્ષે એસ.એમ.સી.ના સભ્યો અને તાલીમ આપવામાં આવશે. 🎯 એસ.એમ.સી.ની પુનઃરચના દર બે વર્ષે કરવામાં આવશે 🎯 એસ.એમ.સી ની મીટીંગ 90 દિવસમાં (3 માસ માં) ઓછામાં ઓછી એક વખત મળવી જોઈએ 🎯 એમડીએમ ની નિમણૂક મામલતદાર કરશે. 1. દફતરનું વર્ગીકરણ કેટલા વિભાગોમાં કરવામાં આવેલ છે? જવાબ-5 2. વિઝીટબૂકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ- શેરોપોથી 3. આવક જાવક રજીસ્ટર કેટલા વર્ષ સુધી સાચવવાનું હોય છે? જવાબ- કાયમી દફતર છે 4. વાર્ષિક પરિણામ પત્રકો કેટલા વર્ષ સુધી સાચવવાનાં હોય છે? જવાબ- 10 વર્ષ સુધી 5.અન્ય શાળામાંથી આવેલ શાળા છોડયાના પ્રમાણપત્ર (L. C.) ફાઈલ કેટલા વર્ષ સાચવવાની હોય છે? જવાબ- 35 વર્ષ સુધી 6.મુખ્ય શિક્ષકની લોગબુક કેટલા વર્ષ સુધી સાચવવાની હોય છે? જવાબ- 5 વર્ષ સુધી 7. એક વર્ષ સુધી સાચવવાનાં દફતરો સમાવેશ કયા વર્ગમાં થાય છે? જવાબ- " ઇ " વર્ગ 8. "ક " વર્ગની ફાઈલ કેટલા વર્ષ સુધી સાચવવાની હોય છે? જવાબ- 10 વર્ષ સુધી 9. કોઈ કારણસર વયપત્રક તદ્દન રદ થઈ જાય કે પાનાં ફાટી જાય તેવું જણાય તો સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી નવું બનાવવામાં આવે છે અને તે કોના દ્વારા પ્રમાણિત કરવું જરૂરી છે? જવાબ- કેળવણી નિરીક્ષકશ્રી દ્વારા 10.RTE-2012 ના નિયમ-21(3) મા કેટલા રજીસ્ટરોદરેક શાળાએ નિભાવવાની જોગવાઈ કરવામાં આવેલ છે? જવાબ- 14 11. ડેડસ્ટોક માં દર વર્ષે કયા માસમાં મુખ્ય શિક્ષકે દરેક વસ્તુ ની જાત ખરાઇ કરી તે અંગેનું પ્રમાણપત્ર નોંધવાનું હોય છે? જવાબ- દર વર્ષે જૂન માસમાં 12. મુખ્ય શિક્ષકની નિમણૂક નો હુકમ કઈ ફાઈલમાં રાખવામાં આવશે? જવાબ- હુકમ ફાઈલ 13. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯ માં નિયમ-139 માં શિક્ષકની દૈનિક નોંધપોથી માટે કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ- Master's log book - માસ્તરોની લોગબુક 14. શાળાની જમીનના દસ્તાવેજની નોંધ કયા રજીસ્ટરમાં રાખવાની રહે છે? જવાબ - મિલકત રજીસ્ટર 15. મુખ્ય શિક્ષકે તમામ ઉત્તરવહીઓમાંથી આકસ્મિક રીતે કેટલા ટકા ઉત્તરવહીઓનું સેમ્પલ ચેકિંગ કરી પોતાની સહી કરી તપાસનાર શિક્ષકને માર્ગદર્શન આપવાનું હોય છે? જવાબ - 5 % 16. કોઈ બાળકને દત્તક લેવામાં આવેલ છે અને તેના પિતાના નામમાં ફેરફાર કરવાનો છે તો તે મંજૂરી માટે કયો અસલ દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે? જવાબ - દત્તક ગ્રહણ કર્યા અંગેનો અસલ દસ્તાવેજ 17. શાળા વ્યવસ્થાપન સમિતિમાં શાળાના મુખ્ય શિક્ષકનો કયો હોદ્દો હોય છે? જવાબ- સભ્ય સચિવ 18. શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા થઈ વિવિધ ઠરાવોની નોંધ કયા રજીસ્ટરમાં રાખવાની હોય છે? જવાબ - ઠરાવ બુક 19. શિષ્યવૃતિ ઓનલાઇન કરવા માટે કઈ વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ- www.digitalgujarat.gov.in 20. અન્ય રાજયોમાંથી કોઈ વિદ્યાર્થી એલ.સી લઈને આવે તો કઈ બાબતે ખાસ ચકાસણી કરવાની રહે છે? જવાબ- સક્ષમ અધિકારીશ્રીના પ્રતિહસ્તાક્ષર
શાળા એજન્ડા બુક-મિનિટ્સ બુક-ઠરાવ બુક શાળા ધો 1 થી 8 લાઈબ્રેરી ગ્રાંટ વર્ગીકરણ
1) એજન્ડા બુક 👉 એસ.એમ.સી ની મીટીંગ બોલાવવાની હોય ત્યારે મીટીંગ કેમ બોલવાની છે? તે માટે તેના હેતુઓ નક્કી કરવામાં આવે છે જેને એજન્ડા બુક કહેવાય છે. આ હેતુઓની એજન્ડા બુક માં લખી અને જે તારીખે મીટીંગ બોલાવવાની હોય તેને સાત દિવસ પહેલા લેખિતમાં સભ્ય સચિવ દ્વારા એસ.એમ.સી.ના સભ્યો ને જાણ કરવાની હોય છે 2) મિનિટ્સ બુક 👉 નક્કી કરેલ એજન્ડાના આધાર એ મિટિંગમાં જે બાબતોની ચર્ચા કરવામાં આવે છે અને થયેલ ચર્ચાને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે જેને મિનિટ્સ બુક કહે છે. 🖋️ આ બુક આચાર્ય દ્વારા નિભાવવામાં આવે છે. 🖋️ નક્કી કરેલ એજન્ટ આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલ અન્ય પ્રશ્નો તેમજ ચર્ચાની નોંધ પણ આ બૂકમાં કરવામાં આવે છે. 🖋️ ઠરાવ સિવાયના અન્ય ચર્ચા મુદ્દાઓને ઠરાવ બુકમાં રસ્તા અલગ આ બુકમાં નોંધવામાં આવે છે. 🖋️ ઉપરોક્ત મુદ્દાના અમલીકરણ માટે કોણ જવાબદાર હોઈ શકે તેની નોંધ આ બૂકમાં કરવામાં આવે છે. 🖋️ મતલબ મીટિંગ દરમિયાન જે પણ મુદ્દાઓની ચર્ચા થાય તે મુદ્દાઓ નોંધવામાં આવે છે. 3) ઠરાવ બુક 🖋️ એસ.એમ.સી ની મીટિંગમાં બધા સભ્યોની હાજરીમાં એજન્ડાને આધારે સર્વ સંમતિથી લેવામાં આવેલ કોઈ ચોક્કસ નિર્ણય... 🖋️ એસ.એમ.સી ની મિટિંગમાં લીધેલા નિર્ણયની નોંધ ઠરાવ બુકમાં કરવામાં આવે છે. 🖋️ આ ઠરાવને હાજર રહેલ સભ્યોએ માન્ય રાખેલ હોય તો હાજર રહેલ તમામ સભ્યોની સહી કરવાની હોય છે. 🙏 નોંધ:- કોઇ સુધારા- વધારા કે અન્ય કોઈ નવી જાણતા બાબત જણાવશો. -QEM :Quality education monitoring unit ધો 1 થી 8 લાઈબ્રેરી ગ્રાંટ 13000 6 થી 8 માટે લાઈબ્રેરી ગ્રાંટ 10000 1 થી 5 માટે લાઈબ્રેરિ ગ્રાંટ 5000 -પ્રજ્ઞા શરૂઆત :2010 -ફક્ત 1 & 2 મા 2018 થી... -શાળા તત્પરતા ધો. 1 માં 3 માસ -NCERT કીટ 1 થી 12 ધોરણ -kgbv શરૂઆત 2004/05 -SMC :School Management Committee -SMDC 15 સભ્યો (School Management Development Committee) -SMC 12 સભ્યો (School Management Committee) -SMC & SMDC ના સભ્યો ને વર્ષમાં 3 દિવસ તાલીમ -MIS - Management information system -IED - Integrated child development -વિકલાંગતા ધારો - 2016 -6 થી 18 વર્ષના બાળકો માટે ➯ગુજરાત માં RTE અમલ ➯અધિનિયમ પૂછાય તો 1/4/2010 ➯નિયમ પૂછાય તો 18/2/2012
➯ Wel_Come_Blog Thanks_for_visit
❆ ➯ Education use Short Name to Full Name Discription Click here
LIST OF ABBREVIATIONS LIST OF ABBREVIATIONS
➯ LIST OF ABBREVIATIONS ➯ AWPB Annual Work Plan and Budget ➯ BRC Block Resource Centers ➯ BRC Co. Block Resource Centre Coordinator ➯ BRG Block Resource Group ➯ BRP Block Resource Person ➯ BaLA Building as Learning Aid ➯ CAL Computer Aided Learning ➯ CRC Cluster Resource Centers ➯ CRC Co. Cluster Resource Centre Coordinator ➯ CRG Cluster Resource Group ➯ CWSN Child with special needs ➯ DIET District Institute of Education and Training ➯ DISE District Information System for Education ➯ DPEP District Primary Education Programme ➯ DPO District Project Office ➯ DRG District Resource Group ➯ DSE&L Department of School Education and Literacy ➯ EC Executive Committee ➯ ECCE Early Childhood Care and Education ➯ EDI Educational Development Index ➯ EE Elementary Education ➯ FAO Finance & Accounts Officer ➯ GER Gross Enrolment Ratio ➯ GOI Government of India ➯ GCEE Gujarat Council of Elementary Education ➯ HM Head Master ➯ IT Information Technology ➯ JRM Joint Review Mission ➯ KGBV Kasturba Gandhi Balika Vidyalaya ➯ LEP Learning Enhancement Programme ➯ MCS Model Cluster School ➯ MHRD Ministry of Human Resource Development ➯ UDISE Unified District Information System for Education ➯ LIST OF ABBREVIATIONS ➯ VEC:- VILLAGE EDUCATION COMMITTEE ➯ VCWC:- VILLAGE CIVIL WORK COMMITTEE ➯ PTA:- PARENTS TEACHER ASSOCIATION ➯ MTA:- MOTHER TEACHER ASSOCIATION ➯ MIS Management Information System ➯ NCERT National Council of Educational Research and Training ➯ NCTE National Council of Teacher Education ➯ NER Net Enrolment Ratio ➯ NFHS National Family Health Survey ➯ NUEPA National University of Education Planning and Administration ➯ NRG National Resource Group ➯ PAB Project Approval Board ➯ PRI Panchayati Raj Institution ➯ PS Primary School ➯ PTR Pupil Teacher Ratio ➯ PRAGNA Pravrutti Dwara Gyan - An activity based learning approach ➯ P&M Planning and Management ➯ REMS Research, Evaluation, Monitoring and Supervisions ➯ RTE Right To Education ➯ SMC School Management Committee ➯ SPD State Project Director ➯ SPE State Project Engineer ➯ SPO State Project Office ➯ SSA Sarva Shiksha Abhiyan ➯ STP Special Training Programme ➯ TLE Teacher Learning Equipment ➯ TLM Teaching Learning Material ➯ TOR Terms of Reference ➯ TSC Total Sanitation Campaign ➯ TSG Technical Support Group ➯ TT Teachers Training ➯ UPS Upper Primary School
wel_come Thanks
❆ ➯ પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોના -SWAYAM Portal - લાઈબ્રેરી ગ્રાંટ Click here
પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોના જવાબ SWAYAM Portal - લાઈબ્રેરી ગ્રાંટ
પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોના જવાબ...(કોઈ ક્ષતિ હોય તો ધ્યાન દોરશો) 1. પ્રજ્ઞા અભિગમનો પ્રારંભ જૂન- 2010 માં રાજ્યની કેટલી શાળાઓમાં શરૂ કરવામાં આવ્યો હતો? જવાબ-258 શાળાઓ 2. પ્રજ્ઞા અભિગમમાં કેટલા જૂથ ચાર્ટ હોય છે અને તેના નામ અને કલર કહો. જવાબ - જૂથચાર્ટની સંખ્યા- 4 1. શિક્ષક સમર્પિત જૂથ- ગુલાબી કલર 2. સહપાઠી જૂથ - લીલો કલર 3. સ્વ અધ્યયન જૂથ - કથ્થાઈ કલર 4. મૂલ્યાંકન જૂથ - વાદળી કલર 3. ગુજરાતી વિષયના લેડરમાં ધોરણ - 1 અને ધોરણ-2 માટે કેટલા એકમ દર્શાવેલ છે? જવાબ- ગુજરાતી વિષય - ધોરણ 1-માં 1 થી 8 એકમ અને ધોરણ-2 માં 9 થી 19 એકમ 4. ગણિત વિષયના લેડરમાં ધોરણ-1 અને ધોરણ-2 માટે કેટલા એકમો દર્શાવેલ છે? જવાબ - ગણિત વિષય - ધોરણ-1 માં 1 થી 14 એકમ , અને ધોરણ-2 માં 15 થી 29 5. લેડરમાં આપેલ ગોળનું નિશાન શુ દર્શાવે છે ? જવાબ- ગોળ સંકેત અભ્યાસકાર્ડ અંતર્ગત કાર્ય કરવાનું દર્શાવે છે. 6. લેડરમાં આપેલ ત્રિકોણનું નિશાન શું દર્શાવે છે? જવાબ - ત્રિકોણનું નિશાન સ્વ-અધ્યયનપોથીમાં કાર્ય કરવાનું દર્શાવે છે. 7. અભ્યાસકાર્ડમાં પીળો રંગ કયો વિષય સૂચવે છે? જવાબ- ગુજરાતી વિષય સૂચવે છે. 8. અભ્યાસકાળમાં વાદળી રંગ કયો વિષય સૂચવે છે? જવાબ - ગણિત વિષય સૂચવે છે. 9. કયા ધોરણ માટે સચિત્ર બાળપોથી આપવામાં આવેલ છે? જવાબ - ધોરણ -2 ગુજરાતી માટે સચિત્ર બાળપોથી આપવામાં આવેલ છે. 10. વિદ્યાર્થીએ પૂરા કરેલા પ્રત્યેક અભ્યાસકાર્ડની નોંધ કયા રજીસ્ટરમાં કરવાની હોય છે? જવાબ - પ્રગતિમાપન રજીસ્ટરમાં નોંધ કરવાની હોય છે. 11. સમુહકાર્ય-1 ની પ્રવૃત્તિ ક્યારે કરવાની હોય છે? જવાબ- આ પ્રવૃત્તિ દરરોજ વર્ગ કાર્યની શરૂઆતની 30 મિનિટમાં આખા વર્ગને સમૂહમાં કરાવવાની હોય છે. 12. અભ્યાસકાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણ ક્યારે આપવાનું હોય છે? જવાબ - અભ્યાસકાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણ સમૂહ કાર્ય -1 પછી શાળા સમય પૂર્ણ થવાનો છેલ્લો એક કલાક બાકી રહે ત્યાં સુધી કરાવવાની હોય છે. 13. રમે તેની રમત - ક્યારે કરવાની હોય છે? જવાબ-શાળા સમયની છેલ્લી 30 મિનિટ માટે વિદ્યાર્થીઓને રમે તેની રમત રમાડવાની હોય છે. 14. સમુહકાર્ય - 2 ક્યારે કરવાનું હોય છે? જવાબ - સમુહકાર્ય -2ની પ્રવૃત્તિઓ દરરોજ શાળા સમયના છેલ્લા એક કલાક પૈકી પહેલા અડધા કલાક દરમિયાન કરાવવાની હોય છે. 15. પ્રજ્ઞા અભિગમનો પાયાનો સિદ્ધાંત કયો છે? જવાબ - દરેક બાળકની શીખવાની ગતિ અલગ અલગ છે. 16. વિદ્યાર્થી પોર્ટફોલિયો એટલે શું? જવાબ - પોર્ટફોલિયો એટલે એક એવો સંગ્રહ છે જેમાં બાળકો દ્વારા લખાયેલુ, દોરાયેલું અને પ્રવૃત્તિ કરેલું બધું એકઠું થાય. 17. પ્રજ્ઞાગીત - " બનીએ પ્રજ્ઞાવાન આપણે...બનીએ પ્રજ્ઞાવાન " - એ કોના દ્વારા લખાયેલ છે? જવાબ - પ્રકાશ પરમાર 18. પત્રક- D-2 કયા ધોરણના બાળકોના પરિણામ પત્રક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ - ધોરણ-1 19. ધોરણ -2ના બાળકને પ્રગતિપત્રક કયા નમુનામાં આપવામાં આવશે? જવાબ- નમુનો- D-3 20. ધોરણ- 1 અને 2 ના વિદ્યાર્થીઓને ગ્રેડ આપવા માટે કઈ ગ્રેડિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે? જવાબ - પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ ICT : INFORMATION AND COMMUNICATION TECHNOLOGY 17 May 1969 World telecom, information & society day હેતુ :નવીન તકનીકી થી સામાજિક પરિવર્તન વિશ્વ સ્તરે લાવી શકાય -21 મી સદી ટેક્નોલોજી ની સદી - અધ્યયન પ્રક્રિયા સરળ બને છે - હાજરી નિયમિત બને છે - માહિતી આપમેળે મળે - લોકજાગૃતિ કેળવવા - સાધનો :રેડિયો, ટીવી, લેપટોપ etc - DVD:Digital versatile disc - CD: Compact Disc - ઓરિસ્સા રેડિયો દ્વારા લોક ડાઉન સમયમાં શિક્ષણ શરૂ - કેરળ ICT ઉપયોગમાં આગળ - પ્રસાર ભારતી - smart blackboard - તામિલનાડુ ⭕ SWAYAM Portal - SWAYAM - Study webs for young and aspring minds - SWAYAM પર ધો. 9 થી PG સુધીના course available છે - SWAYAM પોર્ટલ ની શરૂઆત 9 July 2017 રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી - Ministry Of Education (MHRD) દ્વારા -QR Code - Quick Response code ⭕SWAYAM PRABHA : -SWAYAM Prabha પોર્ટલ ની શરૂઆત 9 July 2017 રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી -QEM :Quality education monitoring unit ધો 1 થી 8 લાઈબ્રેરી ગ્રાંટ 13000 6 થી 8 માટે લાઈબ્રેરી ગ્રાંટ 10000 1 થી 5 માટે લાઈબ્રેરિ ગ્રાંટ 5000 -પ્રજ્ઞા શરૂઆત :2010 -ફક્ત 1 & 2 મા 2018 થી... -શાળા તત્પરતા ધો. 1 માં 3 માસ -NCERT કીટ 1 થી 12 ધોરણ -kgbv શરૂઆત 2004/05 -SMC :School Management Committee -SMDC 15 સભ્યો (School Management Development Committee) -SMC 12 સભ્યો (School Management Committee) -SMC & SMDC ના સભ્યો ને વર્ષમાં 3 દિવસ તાલીમ -MIS - Management information system -IED - Integrated child development -વિકલાંગતા ધારો - 2016 -6 થી 18 વર્ષના બાળકો માટે
wel_come wel_come
❆ ➯ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી - PDF Click here

❆ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા ઉપયોગી માહિતી ❆

બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી Download
➯ મિશન સ્કૂલ ઓફ એક્સસેલેન્સ માટે ઉપયોગી માહિતી Click Here
➯ SAS Portal Information Click Here
➯ દિક્ષા પોર્ટલ APP અંગે માહિતી Click Here
➯ દિક્ષા પોર્ટલ -App અંગે સમજ અને પ્રશ્નો Click Here
➯ કસ્તુરબા બાલિકા વિદ્યાલય અંગે માહિતી – વિહંગાવલોકન Click Here
➯ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ - ૨૦૧૨ Click Here
➯ RTE-2009 અને RTE-2012 ની તુલના Click Here
➯ રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું – ૨૦૦૫ Click Here
➯ RTE-2012 અંગે સમજ અને પ્રશ્નો Click Here
➯ બાલા પ્રોજેકટ અને જીલ્લા પંચાયત અંગે સમજ અને પ્રશ્નો Click Here
➯ શિક્ષણમાં ઉપયોગી શબ્દોના ટુંકા અને શબ્દોના પુરા નામ Click Here
➯ National Curriculum Framework-2005 Click Here
➯ રાષ્ટ્રીય શિક્ષણ નિતી – ૨૦૨૦ Click Here
➯ RTE-2009 અને RTE-2012 ની તુલના અંગે સમજ Click Here
➯ એસ.ટી.પી વર્ગ અને સીઝનલ હોસ્ટેલ માહિતી Click Here
➯ ગુણોત્સવ – 2.0 અંગે સંપૂર્ણ સમજ – ઓનલાઈન તાલીમ મોડ્યુલ Click Here
➯ service book (સર્વિસબુક)માં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધ કયા નિયમો તળે થાય છે તે બાબતે સંપૂર્ણ માર્ગદર્શન સરળ ભાષામાં સમજી શકાય તે રીત Click Here
➯ Note for District Gyankunj ICT Lab initiatives -Small Wonders ICT Club Module Click Here
➯ Shikshan nu malakhu GCERT Click Here
➯ સર્વ શિક્ષા અભિયાન (SSA) વિષે સંપૂર્ણ માહિતી Click Here
➯ Residencial Schools of Excellence GR Final Signed 31-07-2021 Introduction Click Here
➯ બાલવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો Question Click Here
➯ RTE Information in Gujarat State Click Here
➯ PISA (Program for International Students Assessment) પરિક્ષા પરિચય Click Here
➯ Education Related Question Click Here
➯ .દ્વિભાષી પાઠ્યપુસ્તકોનું અમલીકરણ કરવા બાબત.Guidence Letter Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી વિડીયો Click here
બિટ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી માહિતી વિડીયો :
Video Part - 1 Video Part - 2 Video Part - 3
પંચાયતી રાજ ઉચ્ચ શિક્ષણ સંસ્થા IITEનો પરિચય Microsoft teams
Microsoft teams વિશે સચોટ માર્ગદર્શન પંચાયતી રાજ.સચોટ માર્ગદર્શન NATIONAL ACHIEVEMENT SURVEY
RTE 2012 પ્રકરણ: 2 મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર RTE 2012 પ્રકરણ: 3 રાજ્ય સરકાર અને સ્થાનિક ની ફરજો જવાહર નવોદય એટલે શું- કોણ ફોર્મ ભરી શકે?- બેઝિક સંપૂર્ણ માહિતી
school of excellence school of excellence ની બધી જ માહીતી પ્રજ્ઞા અભિગમની તમામ માહિતી
RTE 2012 BASIC INFORMATION D.I.E.T. KGBV કસ્તુરબા બાલિકા વિદ્યાલય
ગુણોત્સવ ૨.૦ ભાગ -૧ SARAL DATA APP STP અને સીઝનલ હોસ્ટેલ.
NCTE પરીક્ષા સબંધી માહિતી NMMS ની બેઝિક માહીતી ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972
જ્ઞાન કુંજ પ્રશ્નોત્તરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર્યાવરણ પ્રયોગશાળા -
220*200 220*200 220*200
❆ ➯ New Education Policy - 2020 _ Bazeete 2023-24 point For Education Gujarat click here
➯ કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી છે. માનનીય મંત્રી, શિક્ષણ વિભાગ, ભારત સરકાર કેન્દ્રીય કેબિનેટે આજે સૂચવેલી નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના મંત્રીમંડળની મંજૂરીના 36 વર્ષ બાદ આજે દેશમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે. કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી દીધી છે. શિક્ષણ નીતિ 34 વર્ષ પછી બદલાઈ ગઈ છે. નવી શિક્ષણ નીતિ વિશે નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે: ---- 5 વર્ષ મૂળભૂત --- 1. નર્સરી @4 વર્ષ 2. જુનિયર કેજી @5 વર્ષ 3. સિનયર કેજી @ 6 વર્ષ 4. ધોરણ 1 લી @ 7 વર્ષ 5. ધોરણ 2 જુ @ 8 વર્ષ ---- 3 વર્ષ પ્રિપેરેટરી --- 6. ધોરણ 3 જી @ 9 વર્ષ 7. ધોરણ 4 થી @10 વર્ષ 8. ધોરણ 5 મી @11 વર્ષ ----- 3 વર્ષ મધ્ય --- 9. ધોરણ 6 ઠ્ઠી @ 12 વર્ષ 10. ધોરણ 7 મી @ 13 વર્ષ 11. ધોરણ 8 મી @ 14 વર્ષ ---- 4 વર્ષ માધ્યમિક --- 12. ધોરણ. 9 મી @ 15 વર્ષ 13. ધોરણ.SSC @ 16 વર્ષ 14.STD. FYJC @ 17 ક્લોર્સ 15. STD.SYJC @ 18 વર્ષ ➯ મહત્વપૂર્ણ મુદ્દાઓ: ---- બોર્ડ ફક્ત 12 મા વર્ગમાં હશે, એમફિલ બંધ રહેશે, 4 વર્ષની કોલેજની ડિગ્રી --- 10 મા બોર્ડ ખતમ, એમફિલ પણ બંધ રહેશે, ---- હવે 5 મી સુધીના વિદ્યાર્થીઓને ફક્ત માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ શીખવવામાં આવશે. બાકીના વિષયો ભલે તે અંગ્રેજી હોય, પણ તે વિષય તરીકે શીખવવામાં આવશે. ---- હવે બોર્ડની પરીક્ષા ફક્ત 12 મા ધોરણમાં જ લેવાની રહેશે. જ્યારે પહેલા 10 ની બોર્ડની પરીક્ષા લેવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય. ---- પરીક્ષા 9 થી 12 ના વર્ગના સેમેસ્ટરમાં લેવામાં આવશે. 5 + 3 + 3 + 4 ફોર્મ્યુલા હેઠળ શાળા શીખવવામાં આવશે. ---- કોલેજની ડિગ્રી 3 વર્ષની હશે. એટલે કે, ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષ પર પ્રમાણપત્ર, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ડિગ્રી આપવામાં આવશે. ---- 3 વર્ષની ડિગ્રી તે વિદ્યાર્થીઓ માટે છે જેમણે ઉચ્ચ શિક્ષણ લેવાનું નથી. તે જ સમયે, ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓએ 4 વર્ષની ડિગ્રી કરવી પડશે. 4 વર્ષની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ એક વર્ષમાં એમ.એ કરી શકશે. --- હવે વિદ્યાર્થીઓએ એમફિલ કરવાની રહેશે નહીં. MA. એમ.એ. વિદ્યાર્થીઓ હવે સીધા પી.એચ.ડી. કરી શકશે. - 10 માં બોર્ડની પરીક્ષા નહીં લેવાય. ---- વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય અભ્યાસક્રમો કરી શકશે. 2035 સુધીમાં કુલ નોંધણીનું પ્રમાણ ઉચ્ચ શિક્ષણમાં 50 ટકા થશે. તે જ સમયે, નવી શિક્ષણ નીતિ હેઠળ, જો કોઈ વિદ્યાર્થી કોઈ કોર્સની મધ્યમાં બીજો કોર્સ કરવા માંગે છે, તો પછી તે પ્રથમ કોર્સથી મર્યાદિત સમય માટે વિરામ લઈને બીજો અભ્યાસક્રમ લઈ શકે છે. ---- ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. સુધારણાઓમાં ગedડેડ શૈક્ષણિક, વહીવટી અને આર્થિક સ્વાયત્તતા શામેલ છે. આ સિવાય પ્રાદેશિક ભાષાઓમાં ઇ-કોર્સ શરૂ કરવામાં આવશે. વર્ચ્યુઅલ લેબ્સ વિકસિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક વૈજ્ઞાનાનિક મંચ (NETF) શરૂ કરવામાં આવશે. કૃપા કરી કહો કે દેશમાં 45 હજાર કોલેજો છે. ---- સમાન નિયમો તમામ સરકારી, ખાનગી, ડીમ્ડ સંસ્થાઓ માટે રહેશે. ભારત સરકારના માનનીય શિક્ષણ પ્રધાન
___________________________________________
➯ Bazeete 2023-24 ના અંશ For Education Gujarat state : ➯ ગુજરાત બજેટ 2023 | શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની ફાળવણી ⭐ આઠ નહીં હવે 12માં ધોરણ સુધી મફત શિક્ષણ: ગુજરાતનાં બજેટમાં મોટી જાહેરાત, આ વિદ્યાર્થીઓને મળશે લાભ ⭐ આદર્શ નિવસી શાળા માટે 667 કરોડની જોગવાઈ, 10 નવી રક્ષા શક્તિ સ્કુલ શરુ કરાશે. ⭐ 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા ઓરડા બનાવશે સરકાર ⭐ યુવાનોની કૌશલ્યની તાલીમ માટે 48 કરોડની જોગવાઈ ⭐ મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૩૧૦૯ કરોડની જોગવાઇ. ⭐ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ ૬૪ કરોડની જોગવાઈ. ⭐ સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે ૫ કરોડની જોગવાઇ. ⭐ સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે ૧૦૯ કરોડની જોગવાઈ.
___________________________________________
➯ગુજરાત બજેટ 2023_ફક્ત શિક્ષણ ન્યૂઝ બજેટ ⭐શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ ⭐મિશન સ્કૂલ જોગવાઈ ઓફ એકલાન્સ અંતર્ગત 3109 કરોડની ⭐400 જ્ઞાન સેતુ ડે સ્કુલ માટે 64 કરોડની ⭐RTE એક્ટ હેઠળ ધોરણ આઠ સુધીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પરંતુ હવેથી હોંશિયાર વિદ્યાર્થીઓને 8 નહીં 12માં ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવશે, ગુજરાત સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત
___________________________________________
➯શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ • દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે. ➯ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે `૩૧૦૯ કરોડની જોગવાઇ. • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ `૬૪ કરોડની જોગવાઈ. • સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે `૫ કરોડની જોગવાઇ. • સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે `૧૦૯ કરોડની જોગવાઈ. • અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ. • ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે `૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા `૫૦ કરોડની જોગવાઈ. • સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન. ➯ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ • ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે `૩૯૦ કરોડની જોગવાઈ. • ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા `૪૦૧ કરોડની જોગવાઇ. • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે `૧૬૯ કરોડની જોગવાઈ. • નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા `૧૫૦ કરોડની જોગવાઈ. • યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૭૦ કરોડની જોગવાઈ. • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૬૪ કરોડની જોગવાઈ. • ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે `૪૦ કરોડની જોગવાઈ. • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા `૩૫ કરોડની જોગવાઈ. • ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા `૩૦ કરોડની જોગવાઇ. • IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે `૧૮ કરોડની જોગવાઈ. • સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે `૬ કરોડની જોગવાઈ. • સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા `૫ કરોડની જોગવાઈ. • STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્‍જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ `૫ કરોડની જોગવાઈ.
___________________________________________
➯ બજેટમાં શાળામાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકોની નિયુક્તિ થશે. • અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ.
___________________________________________
➯ગુજરાત સરકાર:: અંદાજપત્ર ૨૦૨૩-૨૪-પ્રેસનોટ- શિક્ષણ વિભાગ શિક્ષણ વિભાગ માટે કુલ ૪૩૬૫૦ કરોડની જોગવાઈ • દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.ગત વર્ષની વિભાગની જોગવાઈ મા ૨૫% જેટલો નોંધપાત્ર વધારો આપવામાં આવેલ છે. ➯ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૩૧૦૯ કરોડની જોગવાઈ. • સરકારી શાળાઓની માળખાકિય સુવિધાઓની જાળવણી માટે ૧૦૯ કરોડની જોગવાઈ. • અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે ૮૭ કરોડની જોગવાઈ. • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ-૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ રૂ. ૬૪ કરોડની જોગવાઈ. • ધોરણ ૧ થી ૮ મા RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રૂ. ૨૦,૦૦૦નું શાળા વાઉચર આપી સહાય કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઈ. • સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે રૂ. પ કરોડની જોગવાઇ. • સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન. ➯ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનીંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારીત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા રૂ. ૪૦૧ કરોડની જોગવાઇ. • ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહીતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે રૂ. ૩૯૦ કરોડની જોગવાઈ. • નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી .ઉપકરણો ઉપલબ્ધ કરાવવા રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી.ઉપકરણો માટે રૂ. ૧૬૯ કરોડની જોગવાઈ. યુવાનોની સ્ટાર્ટ-અપ સહીતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ i-Hub ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલેપમેન્ટ સેન્ટર માટે રૂ. ૭૦ કરોડની જોગવાઈ. • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે રૂ. ૬૪ કરોડની જોગવાઈ . • ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે રૂ. ૪૦ કરોડની જોગવાઈ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારી (પીપીપી)ના ધોરણે સહાય પૂરી પાડવા રૂ. ૩૫ કરોડની જોગવાઈ. • ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા રૂ. ૩૦ કરોડની જોગવાઇI ITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે રૂ. ૧૮ કરોડની જોગવાઈ. • સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે રૂ. ૬ કરોડની જોગવાઈ . • સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૂ. પ કરોડની જોગવાઈ . • મેન્ટરીંગ અને ક્ષમતા નિર્માણ દ્વારા સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતા નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રૂ. પ કરોડની જોગવાઈ. • STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સીસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ રૂ. પ કરોડની જોગવાઈ.
___________________________________________
રાજ્યના બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પુરું પાડવા અંદાજપત્રમાં કુલ રૂ. ૩૮,૮૬૭ કરોડની જોગવાઈ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ માટે રૂ. ૩૧૦૯ કરોડની જોગવાઈ. • રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ વખત શિક્ષણના અંદાજપત્રમાં ગતવર્ષ કરતા ૨૫% જેટલો વધારો જે અગાઉ ૭% થી ૧૦% જેટલો રહેતો હતો. • છેલ્લા ૨૦ વર્ષમાં (૨૦૦૨-૨૦૨૨) સુશાસન દ્વારા ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારે શાળા શિક્ષણમાં માળખાકીય પરિવર્તન માટે અનેક પહેલ શરૂ કરી છે. આ તમામ પહેલ થકી શાળાકીય શિક્ષણક્ષેત્રે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. • ભારત સરકારના શિક્ષા મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઇંડેક્સ (PGI) મા ઉત્તરોત્તર પ્રગતિ સાથે ૧૦૦૦ માથી ૯૦૩ નો સ્કોર મેળવી ગુજરાત દેશનાં ટોપ પરફોર્મિંગ રાજ્યોમાં સામેલ છે. • રાજ્યના ઓનલાઈન મોનીટરીંગ સેન્ટર વિદ્યા સમીક્ષા કેન્દ્રને માનનીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે પ્રાઇમ મિનીટર્સ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લીક એડમિનીસ્ટ્રેટ્રેશન મળેલ છે. • પ્રધાનમંત્રીશ્રીના ન્યુ ઇન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને દેશના ભવિષ્યને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ભવિષ્યલક્ષી શિક્ષણ આપવાના ધ્યેયને સિધ્ધ કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ ખૂબ જ મહત્વનું છે. આગામી વર્ષ દરમ્યાન રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓનો વિધિવત શુભારંભ કરવામાં આવશે.
___________________________________________
➯ * અંદાજપત્રમાં મંજુર થયેલ મહત્વની નવી અને ચાલુ બાબતો : ➯ 1. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટથી અંતર્ગત રાજ્યની ૨૦,૦૦૦ મોટી સરકારી અને અનુદાનિત શાળાઓ કે જેમાં રાજ્યના આશરે ૮૩% વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને વિશ્વ કક્ષાની ભૌતિક અને ડીજીટલ માળખાકીય સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવશે. મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આ શાળાઓમા ૫૦,૦૦૦ જેટલા નવા વર્ગખંડો, ૧.૫ લાખ જેટલા જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ, ૨૦,૦૦૦ જેટલી કૉમ્પ્યુટર લેબ્સ, ૫,૦૦૦ STEM (સાયન્સ,ટેકનોલોજી,એન્જીનિયરીંગ,મેથ્સ)લેબ્સ અને વોકેશનલ લેબ્સની સુવિધા ત્રણ વર્ષમાં ઉભી કરવામાં આવશે.જેના માટે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૩,૧૦૯ કરોડની જોગવાઇ. ➯ 2. સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ વિના મુલ્યે શ્રેષ્ઠ શિક્ષણની સુવિધાઓ 2.1 જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ : * રાજયની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૧ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા ધોરણ ૬ થી ૧૨નું ઉત્કૃષ્ટ નિવાસી શાળાકીય શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. યોજના હેઠળ ૫૦ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ સામાજિક ભાગીદારી હેઠળ સમગ્ર રાજ્યમાં સ્થાપવામાં આવશે. વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ-૬ માં ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે રૂ. ૯૦ કરોડની જોગવાઈ. 2.2. જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ : * રાજયની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૨ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા ધોરણ ૬ થી ૧૨નું ઉત્કૃષ્ટ શાળાકીય શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. રાજ્યના દરેક તાલુકામાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોનમાં ઓછામાં ઓછી એક એ રીતે આશરે ૪૦૦ અદ્યતન શાળાઓ શરૂ કરવામાં આવશે. જેમાં વર્ષ ૨૦૨૩- ૨૪મા ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે કુલ રૂ. ૬૪ કરોડની જોગવાઇ. 2.3. જ્ઞાન સાધના શાળા વાઉચર યોજના : * સમગ્ર ભારતમાં પહેલરૂપી આ યોજનામાં જે બાળકોએ RTE યોજના હેઠળ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી અને બી. પી. એલ. હેઠળ આવતા વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી ખાનગી શાળામાં ધોરણ ૯ થી ૧૨ નું અભ્યાસ ચાલુ રાખવા દર વર્ષે વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ નું શાળા વાઉચર આપવાની યોજના.આ યોજના માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદ થયેલ ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ. 2.4 રક્ષાશક્તિ સ્કૂલ્સ : ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓના જેવી જ ૬ થી ૧૨ માટેની ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ જેમાં કન્યાઓ માટે ખાસ ૨ અલાયદી રક્ષાશક્તિ સ્કુલ્સ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપવાની યોજના. જેના માટે કુલ રૂ. ૫ કરોડની જોગવાઇ. ➯ 3. શાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેઈન્ટેનન્સ ગ્રાન્ટ : • રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓની માળખાકીય સુવિધાઓની જાળવણી અત્યંત મહત્વપૂર્ણ છે. આ જાળવણી માટે આ વર્ષથી હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે મેઈન્ટેનન્સ ખર્ચ આપવા માટેની જોગવાઈ કરવામાં આવશે. • રાજ્યની તમામ ૩૨,૭૧૦ સરકારી પ્રાથમિક શાળાઓની જાળવણી માટે કુલ રૂ. ૧૦૯ કરોડની બજેટ જોગવાઈ. ➯ 4. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં પસંદ થયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચ લાયકાત અને શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો મેળવવા માટે પ્રવાસી શિક્ષક યોજનામાં આમૂલ સુધારો : હાલ પ્રવાસી શિક્ષકોની લાયકાત અને શૈક્ષણિક અનુભવનું ધોરણ સુધારી ઉચ્ચ લાયકાત અને શૈક્ષણિક અનુભવ ધરાવતા પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા દ્વારા મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સમાં પસંદ થયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ દીઠ એક શિક્ષક સુનિશ્ચિત કરી બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા હેતુ નવી પ્રવાસી શિક્ષક યોજના શરૂ કરવામાં આવશે.આ યોજના માટે રૂ. ૫૩૧ કરોડની જોગવાઈ. ➯ 5. શાળા સહાયક • ૩૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૪,૬૦૦ મોટી શાળાઓ અને ૩૦૦ કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૧,૮૦૦ પે-સેન્ટર શાળાઓ મળી અંદાજે ૬,૪૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક પોતાનો પૂરો સમય બાળકોના શિક્ષણ માટે આપી શકે તેવા હેતુથી શાળા સહાયકની નવી યોજના અમલમાં મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ શાળા સહાયકો કોમ્પ્યુટર લેબ, તમામ બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટિંગ, રેકોર્ડ રાખવા, શાળાઓની ઓનલાઈન કામગીરી, જરૂર પડે ત્યારે શૈક્ષણિક કામગીરી સહિતની કામગીરીઓ કરશે. જોગવાઈ. • આ યોજના અંતર્ગત ૬,૪૦૦ શાળા સહાયકો માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ.૮૭ કરોડની જોગવાઈ. ➯ 6. ખેલ સહાયક • ઓલમ્પિક ૨૦૩૬ માટે દેશની યજમાનગીરી અને ખાસ કરીને આ યજમાની માટે ગુજરાત દાવેદારી કરી રહ્યું છે ત્યારે રાજ્યની સરકારી શાળાના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ, યોગા અને અન્ય શારીરિક શિક્ષણ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળની ૩૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી અંદાજે ૫,૦૦૦ જેટલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવા માટે ૨૦૨૩-૨૪મા રૂ. ૬૬ કરોડની બજેટ જોગવાઈ. ➯ 7. શિક્ષકો માટે હેલ્થ કાર્ડ • રાજ્યના તમામ શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તથા ક્લેઇમ ના દરેક સ્તરે ફાઇલ પ્રોસેસ કરવાના વિભાગના સમયમાં બચત થાય તેવા ઉમદા હેતુથી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાના તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો માટે હેલ્થ કાર્ડ યોજના દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
___________________________________________
❆ ➯ National Education Policy - 2020 short Point click here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___