main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Wednesday 13 January 2021

Teacher Badali camp information

❀ 👉 અહીં શિક્ષકોની બદલીઓ ને લગતી માહિતી અને મહત્વના પરિપત્રો મુકવામાં આવશે...

❆ શિક્ષકોની બદલીઓને લગતી માહિતી ❆

❆ ➯ જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટે ઉપયોગી વેબસાઈટ Click here
. ➯ જો તમે ધો. ૧ થી ૮ ના સરકારી શિક્ષક હોવ અને તમારી મનપસંદ જગ્યાએ અરસ-પરસ બદલી કરવા માંગતા હોવ તો નીચે આપેલ Link ઉપરથી ફ્રી માં રજીસ્ટ્રેશન કરો, તેમજ મનપસંદ જગ્યા શોધો અને સામેના શિક્ષકનું નામ, ફોન, અને શાળાની માહિતી મેળવો.
❆ ➯ જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટે ઉપયોગી માહિતી Click here
🌷 ઓનલાઈન અરજી ભરવાના સૂચનો 🌷
➯ અરજી કારનાર શિક્ષકશ્રી શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળામાં અને પ્રકરણ -ઉનિયમ -૧૦ ( ક ) ની જોગવાઈ મુજબ કપાત પગારી રાજાઓ ભોગવેલ હોય તો તે રજાનો સમયગાળો બાદ કરી ને ચોખ્ખી -૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે . ➯ જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં , જેની તમામે ખાસ નોંધ લેવી . ➯ સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાનો રહેશે . ➯ ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાના રહેશે . ➯ આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવી . ➯ તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી . ➯ ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇમેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે . Click Here For New Registration ➯ ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે . ઇમેલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે . જિલ્લો / ન , શિ , સ . પસંદ કરવાનો રહેશે . તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે . પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ લખવાનો રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . ➯ રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે . સાચો ઓટીપી એન્ટર કરી સબર્મીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે . ➯ હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માંરજીસ્ટ્રેશન કરેલ ઇમેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે . કેપ્ચા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો . ➯ જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે . ➯ લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે . જેમાં તમારું પુરૂં નામ , મોબાઇલ નંબર અને ઇમેલ આઇ.ડી. આવી જશે . બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની ➯ સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે . જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે , તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે . ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં ધો . ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા , ગણિત – વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે . ➯ જાતિમાં પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે . ➯ શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે . ➯ તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે . ➯ ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે . ➯ ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે ➯ ગામનું નામ લખવાનું રહેશે . ➯ ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે . હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો મુળ શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે . જે આધારો મુજબની હોવી જોઇએ . ( શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળા ) ➯ ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખવાનું રહેશે . અને સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાની રહેશે.જો ભુતકાળમાં અગ્રતાનો લાભ લીધેલ ના હોય તો તેમાં ના લખવાનું રહેશે . બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા વિધુર / અપંગ / પ્રાથમિક શિક્ષક દંપતિ / સરકારી નોકરી કરતાં દંપતિ / અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ / વાલ્મિકી / સામાન્ય / સિનિયોરીટિ સ્થાનાંતરણ તેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે . ➯ પ્રાથમિક શિક્ષક દંપતિ કિસ્સામાં પતિ બદલી કરાવવા માંગતા હોય તો તેનીપત્ની જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . અનેપત્ની બદલી કરાવવા માંગતી હોય તો તેમનાપતિ જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . ➯ સરકારી નોકરી કરતાં દંપતિના કિસ્સામાં સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત , ભારત સરકારના ખાતા , ગુજરાત સરકારના ખાતા , ભારત સરકારના બોર્ડ / કોર્પોરેશન , ગુજરાત સરકારના બોર્ડ / કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે તેમજ દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે . ➯ અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોયહોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે . ➯ ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ વિભાગમાં અપલોડ કરવાના રહેશે . ડોક્યુમેન્ટસ અપલોડ કરવા Drag and drop a file here or click કરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે . અપલોડ થતાં પ્રિવ્યુ બતાવશે . ➯ ત્યારબાદ [✓] આથી હુ બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે . જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે . તેની પર કલીક કરવાની રહેશે . ➯ ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે . ➯ ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List ( SchoolName Taluka PayCenter ) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે , જેમાં શાળાનું નામ , તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે . જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે . ➯ દંપતિના કિસ્સામાં પતિ / પત્ની જે શાળા / કચેરી / સંસ્થામાં નોકરી કરતાં હશે તે તાલુકાની શાળાઓ જ પસંદ કરી શકાશે અને તેમાં પણ જો તેમની જ પે સેન્ટરની શાળાઓમાં જગ્યા હશે તો સૌપ્રથમ તે જ શાળાઓ બતાવવાની રહેશે . ➯ Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો . તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો . ➯ ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે . ➯ ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે . ➯ ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે . ➯ ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે . જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો . ➯ જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે , ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો . ➯ અરજીની પ્રીન્ટ આઉટલઇ નીચેમાંથી લાગુ પડતા આધારો સાથે ચેનલ મારફત તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે .
__________________________________________________________
➯ ❆ બદલીનો પ્રકાર અને ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ ❆ ❆ વિધવા / વિધુર : ➯ વિધવા / વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ➯ પતિ પત્નીનો મરણનો દાખલો ➯ રેશનકાર્ડ ➯ પુન : લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું ➯ અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું ➯ મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ ➯ અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
__________________________________________________________
❆ દિવ્યાંગ : ➯ દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર ➯ અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું ➯ મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ ➯ અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
__________________________________________________________
❆ પ્રાથમિક શિક્ષક દંપતિ : ➯ લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર ➯ પતિ / પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુ.શિ.એ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ ➯ અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું ➯ મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ ➯ અન્ય ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
__________________________________________________________
❆ સરકારી નોકરી કરતાં દંપતિ : ➯ લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર ➯ પતિ / પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ ➯ પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર રાજ્ય સરકાર સ્થાપિત / સંચાલિત હોવા અંગેનો આધાર / પ્રમાણપત્ર ➯ અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું ➯ મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ ➯ અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
__________________________________________________________
❆ અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ : ➯ લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર ➯ પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ ➯ પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા / જાહેરનામાં / ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર / પ્રમાણપત્ર ➯ અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું ➯ મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ ➯ અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો
__________________________________________________________
❆ વાલ્મિકી : ➯ વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર ➯ અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું ➯ મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ ➯ અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
__________________________________________________________
❆ સિનિયોરિટી : ➯ મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ ➯ જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ ➯ અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
__________________________________________________________
❆ આંતરિક બદલી કેમ્પ હાજર - છુટા બાબત ⚡ : ✔️શિક્ષકોએ ઓનલાઈન પ્રિન્ટ કાઢેલ બદલીના આદેશ TPEO પાસે વેરિફાય કરાવવાના રહેશે.. (સમય -૧૦.૩૦ થી ૨.૩૦) ✔️ વેરીફાય (tpeo સહી સિક્કા)થયેલ આદેશ મુજબ શિક્ષકો ને છુટા / હાજર કરવાના રહેશે.. ✔️ધોરણ ૧ થી ૫ માં મજકુર શિક્ષકને છુટા કરતી વખતે એ સિવાયના ધોરણ ૧ થી ૫ ના મંજૂર મહેકમ ના ૫૦% શિક્ષકો કામ કરતા હોય તે જોવાનું રહેશે.. ✔️ધોરણ ૬ થી ૮ માં મજકૂર શિક્ષક ને છુટા કરતી વખતે મજકુર્ ને છુટા કર્યા બાદ ધોરણ ૬ થી ૮ ના મંજૂર મહેકમ ના ૫૦% શિક્ષકો કામ કરતા હોય તે જોવાનું રહેશે.. ✔️ઉદાહરણ તરીકે કોઈ શાળા નું ધોરણ 6 થી 8 નું મંજૂર મહેકમ 3 હોય અને કામ કરતા શિક્ષકો પણ 3 હોય અને બદલી માગેલ શિક્ષકો ૨ હોય તો આ ૨ માંથી શાળા માં જેની સીનીયોરીટી વધુ હોય એવા સિનિયર શિક્ષક હોય તેને ૧ ને છુટા કરી શકાય.. ✔️બીજું ઉદાહરણ કોઈ શાળા માં ૧ થી ૫ નું મંજૂર મહેકમ ૩ હોય અને કામ કરતા શિક્ષકો ૨ હોય એમાંથી કોઈ એક શિક્ષક બદલી માગેલ હોય તો એને છુટા કરી શકાય નહિ.. ✔️જે શિક્ષકો તાલુકા માં આદેશ ખરાઈ માટે આવે તે આચાર્ય શ્રી ના સહી સિક્કા વાળું મહેકમ નું ૫૦% વાળું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.. ✔️જ્યાં 50% કામ કરતા શિક્ષકો જળવાય તેમ ન હોય તેવા શિક્ષકોએ આદેશ ખરાઈ માટે આવવું નહિ....
__________________________________________________________
❆ બદલી કેમ્પ બીજો તબક્કો અપડેટ....⚡ : ➯ દરેક આચાર્ય દ્વારા ધોરણ 1 થી 5 માં મહેકમ ના 50% કામ કરતા શિક્ષકો રહે તે રીતે બદલી પામેલા શિક્ષકોને છુટા કરવાના રહેશે... ➯ કોઈ શાળા નું ધોરણ 1 થી 5 નું મંજૂર મહેકમ 5 હોય અને કામ કરતા શિક્ષકો 3 હોય તો કોઈ પણ શિક્ષક ને છુટા કરી શકાય નહિ, ➯ જ્યારે ધોરણ 6 થી 8 માં પણ મંજૂર મહેકમ ના 50% શિક્ષકો કામ કરતા રહેતા હોય તે રીતે બદલી મેળવેલ શિક્ષકોને છુટા કરવાના રહેશે.. ➯ જ્યારે કોઈ શાળા માં બે શિક્ષકો ને છુટા કરવાના હોય અને 1 જ શિક્ષક ને છુટા કરી શકાય તેવી પરસ્થિતિ હોય તો શાળામાં સિનિયર હોય તે શિક્ષકને છુટા કરવા..... ➯ બીજા તાલુકા માં બદલી થયેલ શિક્ષકો ને મંડળી ના લેણું નથી પ્રમાણપત્ર વગર લાસ્ટ પે સર્ટિ આપવું નહિ.. ➯ જે તે માસ નો પગાર થયા બાદ જ લાસ્ટ પે સર્ટિ આપી શકાય તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં ગત કેમ્પમાં બદલી થયેલ શિક્ષકો ને છુટા કરવાની સાથે 2 કેન્દ્રવર્તી આચાર્ય દ્વારા લાસ્ટ પે આપેલ હતું, ➯ ચાલુ માસે પગાર બીલ બની ગયેલ હોય લાસ્ટ પે આ માસનો પગાર થાય ત્યાં સુધી આપી શકાય નહિ... ➯ જે તે શિક્ષકો ને હાજર છુટા કર્યા ની જાણ આચાર્ય દ્વારા તે જ દિવસે કેન્દ્રવર્તી માં બે નકલમાં હાજર છુટા રિપોર્ટ અને આદેશ સાથે જાણ કરવી..જ્યારે કેન્દ્રવર્તી આચાર્ય દ્વારા દિવસ 3 માં તાલુકા ઓફીસ માં હાજર છુટા રિપોર્ટ અને આદેશ સાથે એક નકલ માં જાણ કરવી. ... ➯ બદલી પામેલા શિક્ષકોને જ્યારે લાસ્ટ પે સર્ટિ આપવાનું થાય ત્યારે લાસ્ટ પે સર્ટિ એક જ નકલ માં આપવું......
__________________________________________________________
➯ જિલ્લાની આંતરિક બદલીની ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેના સરળ સ્ટેપ
❆ ➯ વધ કેમ્પ માટે સૂચના...⚡ :
1. નમૂના નું પ્રમાણપત્ર નીચે મુકેલ છે.જેમાં ખાતામાં દાખલ તારીખ પ્રથમ શાળામાં હાજર રિપોર્ટ મુજબની લખવી..ટૂંકમાં હાજર થયા તારીખ લખવી.. 2. શાળામાં દાખલ તારીખ હાલની શાળામાં બદલી હોય તો બદલી આદેશ તારીખ /પ્રથમ નિમણુક હોય તો પ્રથમ નિમણુક આદેશ તારીખ લખવી..ટૂંકમાં શાળામાં દાખલ તારીખ માં આદેશ ની તારીખ લખવી.. 3. પ્રમાણપત્ર માં આચાર્ય/કેન્દ્રવર્તી આચાર્યની સહી કરાવવી, Tpeo સહી કેમ્પ સ્થળ ઉપર થઈ જશે..અત્રે આવવાની જરૂર નથી.. 4. સાથે લાવવાના ડોક્યુમેન્ટ A. પ્રથમ નિમણુક આદેશ B. પ્રથમ નિમણુક હાજર રિપોર્ટ C. લિવિંગ સર્ટિ D. હાલની શાળાનો આદેશ E.હાલની શાળાનો હાજર રિપોર્ટ F. આચાર્યનું કપાત પગારી રજાનું પ્રમાણપત્ર
__________________________________________________________
❆ ➯ શિક્ષક બદલી મહત્વના પરિપત્રો Click here

❆ શિક્ષક બદલી મહત્વના પરિપત્રો ❆

Teacher Transfer useful Letter Discription Download
➯ * વર્ષ-૨૦૨૧ શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ-જિલ્લા આંતરિક બદલી કેમ્પ પરિપત્ર-11-01-2021 Click Here
➯ જિલ્લા આંતરિક બદલીમાં (online teacher transfar)અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો Click Here
➯ All Badali Camps - 2022 details Click Here
➯ જિલ્લા ફેર તથા અરસપરસ બદલીની અરજીઓ સબંધિત જિલ્લાને આપવા બાબત મહત્વપૂર્ણ પરિપત્ર-22-04-19 Click Here
➯ wel_come Click Here
❆ ➯ Teacher Transfer Camps use Form - data Click here

❆ શિક્ષકોની બદલીઓને લગતી માહિતી ❆

Teacher Transfer Camps use data Discription Download
➯ વધ ઘટ કેમ્પમાં સાથે લઈ જવાના પત્રકો પીડીએફ ફાઈલ સ્વરૂપે ભાવનગર જીલ્લો Click Here
➯ Vadha parat no Labh namuno PDF Click Here
➯ વધ બદલી અરજી - op badali Application Click Here
➯ Vadh - Ghat Camps PDF Form Click Here
➯ Vadha parat form namuno Click Here
➯ online Antrik badali new Instruction (આંતરિક બદલી નવી સૂચનાઓ) 2022 Click Here
➯ Badali camp use Head Teacher Praman Patra (બદલી કેમ્પ મુશિ દાખલો) Click Here
➯ Badali camp use Doc Check list 2022 PDF Click Here
➯ Badali form bhul sudhara Application PDF 2022 Click Here
➯ Badali camp use DOC Form Excel File
➯ વધ પરતનો (vadhaparat) લાભ લેવા અંગેનો નિયત નમુનો Excel
➯ વધ પરતનો (vadhaparat) લાભ લેવા અંગેનો નિયત નમુનો PDF Click Here
➯ Badli Chhuta - Hajar - Mahekam Dakhlo -Last Pay Certificate- NonPayCertificate (બદલી હુકમ ખરાઈ કરવા માટેની શિક્ષકની તા.પ્રા.શિ.ને અરજી)PDF 6 page Click Here
➯ બદલી કેમ્પ મુશિ દાખલો_only Seniority PDF 2 page Click Here
➯ બદલી કેમ્પ મુશિ દાખલો_ 6 page All type form Click Here
➯ Head Teacher દાખલો Police case - sarakari lenu Click Here
➯ અરજીનો નમુનો online sudhara form Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ શિક્ષક બદલી હાજર _ છુટા રીર્પોટ Click here

❆ શિક્ષક બદલી હાજર _ છુટા રીર્પોટ ❆

Teacher Transfer useful File Discription D.File
➯ વધ-બદલી શિક્ષકને છુટા કર્યા રિપોર્ટ-1 word file
➯ હાજર અને છુટા કરવાનો રીર્પોટ PDF
➯ wel_come
➯ Wel_come
❆ ➯ Teacher Badli All GR Click here
❆ ➯ OP Campus 2020 Detail Click here
❆ ➯ જીલ્લા ફેર બદલી ઉપયોગી વીડિયો Click Here
❆ ➯ પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેર બદલી બીજીવાર થઈ શકે ? ❇️ હા તો કઈ પરિસ્થિતિમાં અને ક્યાં નિયમ મુજબ ❇️ બીજીવાર જીલ્લા ફેર બદલી ક્યાં શિક્ષકોની થઈ શકે .નવા ઠરાવ મુજબ વધ ઘટ બદલી કેમ્પ અને વધ પરત ની સરળ સમજૂતી 💥સુધારા ઠરાવ 14/10/2022 અને 1/4/2022 ની સરળ સમજૂતી. ❇️ પ્રાથમિક શિક્ષકોને બદલીમાં પ્રતિનિયુક્તિનો અર્થ પ્રતિનિયુક્તિ થી બદલી કોને મળે તેની સંપૂર્ણ સમજ આ વીડિયોમાં આપવામાં આવે છે. ❇️ પ્રાથમિક શિક્ષકોને બદલી પછી છૂટા કરવા વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની સમજૂતી આ વીડિયોની અંદર આપવામાં આવી છે. ❇️ આંતરિક બદલીના ઓનલાઈન ફોર્મ ની પ્રિન્ટ કઈ રીતે કાઢવી તેની સરળ સમજૂતી આ વીડિયોમાં આપવામાં આવી છે.
300*200 300*200
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___