❀ 👉 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો .રાજેન્દ્ર પ્રસાદ વિશે માહિતી : ...
❆ ➯ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો .રાજેન્દ્ર પ્રસાદ વિશે માહિતી. : ❆
❆ ➯ The first President of India, Dr. Rajendra Prasad useful web site Click here
❆ ➯ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ વિશે માહિતી : Click here
❆ ➯ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ : ❆ ➯ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ બંધારણ સભાનાં પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઇ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં “પ્રેસિડેન્સી કોલેજ” માં પ્રવેશ મેળવ્યો. ઇ.સ ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ,સુવર્ણ ચંદ્ર્ક સાથે પ્રાપ્ત કરી. બાદમાં કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી,સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિસ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પૂત્ર મૃત્યુંજય પ્રસાદને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને “બિહાર વિધાપીઠ” માં દાખલ કરાવ્યા. ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિનીં ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન થી વિભુષિત કરવામાં આવેલ.
➯ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો .રાજેન્દ્ર પ્રસાદ વિશે માહિતી : ➯જન્મ - ૩ – ૧૨ – ૧૮૮૪ ➯માતા- કમલેશ્વરી દેવી ➯પિતા – મહાદેવ સહાય ➯જીવનસાથી - રાજવંશી દેવી ➯મૃત્યુની – ૨૮/૨/૧૯૬૩ ૭૮ વર્ષનીં ઉમર ➯હુલામણું નામ - બાબુજી ➯અભ્યાસ – કાયદા શાસ્ત્રમાં પી.એચ.ડી. ➯ખિતાબ – ભારત રત્ન✼ ભારત રત્નથી સન્માનિત ✼
❆ ➯ Photo Gallery : Click here
✼ Photo Gallery : ✼ ➯ wel_come
❆ ➯ The first President of India, Dr. Rajendra Prasad Related Video Click here
Video Part_1 Video Part_2 ➯ ➯ ➯ 330*300 ➯ wel_come
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....