Thursday, 30 May 2019

વિવિધ શૈક્ષણિક પરીક્ષા/યોજનાઓ

❀ 👉 અહીં વિવિધ શૈક્ષણિક યોજનાઓને લગતી માહિતી અને જરૂરી સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે....

❆ વિવિધ શૈક્ષણિક યોજનાઓને લગતી માહિતી ❆

❆ ➯ Gujarat state Examination Board By Different Exam Detail Click here
❆ ➯ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની માહિતી
પરીક્ષાનું નામ  નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના (NMMS) રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE)  રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ પ્રવેશ પરીક્ષા (R.I.M.C) પ્રાથમિક-માધ્યમિક ચિત્રકામ પરીક્ષા (E.I.D.G.E.) પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા
 લાયકાત ધોરણ આઠ માં અને  ધોરણ સાત મા 55% એ.સી. એસ.ટી .માં 50% ટકા શૈક્ષણિક વર્ષમાં  ધોરણ -10  ધોરણ સાત પાસ અથવા ધોરણ-૮માં (અગિયાર વર્ષ અને છ માસથી ૧૩ વર્ષ )અભ્યાસ પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા:- ધોરણ આઠ માં માધ્યમિક ચિત્રકામ પરીક્ષા:- ધોરણ આઠ પાસ  શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૫ અને ધોરણ 8 માં અભ્યાસ
આવક મર્યાદા વાર્ષિક આવક 1 લાખ 50 હજારથી વધારે નહીં આવક મર્યાદા નથી આવક મર્યાદા નથી  આવક મર્યાદા નથી  આવક મર્યાદા નથી
અરજી કરવાનો સમયગાળો સંભવિત ઓગસ્ટ સપ્ટેમ્બર માસ  સંભવિત ઓગસ્ટ સપ્ટેમ્બર માસ જાન્યુઆરી તથા જુલાઈ સંભવિત સપ્ટેમ્બર માસ સંભવિત ઓગસ્ટ માસ
વેબસાઈટ www.sebexam.org www.sebexam.org www.sebexam.org www.sebexam.org www.sebexam.org
 પરીક્ષાનો સમય સંભવિત નવેમ્બર માસ  સંભવિત નવેમ્બર માસ જૂન તથા ડિસેમ્બર  સંભવિત નવેમ્બર ડિસેમ્બર માસ સંભવિત ઓકટોબર માસ
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી (પ્રશ્નો બહુ વિકલ્પ પણ રહેશે) અંગ્રેજી અને હિન્દી ગુજરાતી
 પરીક્ષા - ફી જનરલ કેટેગરી 70/- રૂપિયા એ.સી, એસ.ટી 50/- રૂપિયા  જનરલ કેટેગરી 70/- એ.સી ,એસ.ટી. 50/- વધુ માહિતી માટે(www.sebexam.com) પ્રાથમિક પચાસ રૂપિયા માધ્યમિક પચાસ રૂપિયા પ્રાથમિક 40/-રૂપિયા માધ્યમિક 50/- રૂપિયા
 પરીક્ષા પાસ થતા લાભ માસિક 1000 લેખે વાર્ષિક 12 હજાર લેખે ચાર વર્ષ સુધી શિષ્યવૃતિ  ધોરણ 11 અને 12 માં માસિક 1250 ,અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ માસિક 2000 શિષ્યવૃતિ ,પી.એચ.ડી અભ્યાસ માટે UGC યુજીસીના નિયમાનુસાર શિષ્યવૃત્તિ  પાસ થનાર રાજ્યના એક વિદ્યાર્થીને ભારતીય મિલેટ્રી કોલેજ આર. આઈ. એમ .સી. દેહરાદૂન ખાતે અભ્યાસ માટે પ્રવેશ પાસ થનારને રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી  પ્રમાણપત્ર આપવામાં આવે છે.  શિક્ષણ કમિશ્નરની કચેરી તરફથી નિશ્ચિત રકમ ચુકવવામાં આવે છે.
❆ ➯ More Educational Scheme (વિવિધ શૈક્ષણિક યોજનાઓ) Discription Click here
➯ વિવિધ શૈક્ષણિક યોજનાઓ : ➯ટ્રાન્સપોર્ટેશન યોજના: ➯ નિમ્ન પ્રાથમિક વિભાગમાં એક કિલોમીટર કે તેથી વધુ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ત્રણ કિલોમીટર કે તેથી વધુ શાળા થી ઘરનું અંતર હોય તેવા વાડીવિસ્તાર કે પર્વતીય નદી નાળા જંગલ આ વિસ્તારના બાળકોને માસિક ૩૦૦ રૂપિયા લેખે ભાડું મળવાપાત્ર છે. ➯આ માટે શાળાએ આવા બાળકોનો સર્વ કરી એસ. એમ. સી મારફતે SSA ને નિયત નમુનામાં દરખાસ્ત કરવાની હોય છે. ➯એસ. એમ. સી ખાતા દ્વારા દર માસે સરાસરી હાજરીના આધારે વાહન માલિકને ચેક મારફતે ચુકવણું કરવાનું હોય છે, આ યોજનાની વધુ માહિતી માટે બી આર સી, સી આર સી નો સંપર્ક કરવો અને જરૂરી નિયમોની માહિતી મેળવવી
___________________________________________________
➯વિદ્યાદીપ યોજના : ➯શાળામાં ભણતા બાળકનું દુર્ઘટના સબબ મૃત્યુ થાય તો તે બાળકના માતા-પિતાને ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય આ યોજના હેઠળ મળવા પાત્ર છે. ➯આ માટે બાળકનું મૃત્યુનું પ્રમાણ પત્ર અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જરૂરી છે આ સહાય માટે નિયત નમૂનામાં ફોર્મ ભરીને શાળાએ તાલુકા મારફતે જિલ્લામાં મોકલવાનું હોય છે વધુ માહિતી માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી.
___________________________________________________
➯એસ્કોર્ટ એલાઉન્સ : ➯ઘરેથી શાળાએ જવા-આવવા માનસિક રીતે મંદ અથવા શારિરીક રીતે સક્ષમ ન હોય તેવા બાળકોને કોઈ વ્યક્તિ લેવા અને મુકવા માટે આવે તો તે વ્યક્તિ ને વાર્ષિક ૨૫૦૦ રૂપિયા લેખે રકમ મળવા પાત્ર છે. ➯આ માટે બાળકના માતા - પિતાનું તે વ્યક્તિ સબબનું સંમતિ મેળવીને શાળાએ એસ. એમ. સી મારફતે એસ.એસ. એ. ને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે ,એસ. એમ. સી મારફતે દર માસના અંતે ચૂકવણું કરવામાં આવે છે. ➯આ યોજનાની વધુ માહીતી માટે બી આર સી, સી.આર.સી નો સંપર્ક કરવો અને જરૂરી નિયમોની માહિતી મેળવવી
___________________________________________________
➯વિદ્યાલક્ષ્મી બોન્ડ ➯જે ગામનો સાક્ષરતા દર ૩૫ % ટકાથી ઓછો હોય તે ગામની ધોરણ 1 માં પ્રવેશ પાત્ર કન્યાઓને 1000 રૂપિયાના બોન્ડ મળે છે.આ માટે શાળાએ ધોરણ 1માં પ્રવેશ બાદ તાલુકામાં નિયત નમુનામા માહિતી મોકલવાની હોય છે. આ કન્યા જ્યારે ધોરણ – ૮ (આઠ) પાસ કરે છે ત્યારે આ રકમ વ્યાજ સાથે કન્યાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
___________________________________________________
➯પાલક માતા પિતા યોજના : ➯જે બાળકના માતા- પિતા બંને મૃત્યુ પામેલ હોય તે બાળકને દર માસે 3000 રૂપિયાની સહાય આ યોજના હેઠળ મળવાપાત્ર છે આ રકમ બાળકના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ➯આ માટે શાળાએ નિયત નમૂનામાં તાલુકા કક્ષાએ અરજી કરવાની હોય છે અને સાથે જરૂરી આધાર પુરાવા જોડવાના હોય છે વધુ માહિતી માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરી જરૂરી માહિતી મેળવવી. ➪સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત જિલ્લાની સમિતિ દ્વારા અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતા - પિતા યોજના અમલમાં મુકવામાં આવેલ છે . ➪આ યોજનાનો લાભ કોને મળી શકે ? ➪જે બાળકોના માતા-પિતા હયાત નથી તેવા 0 થી ૧૮ વર્ષના બાળકો ને બાળકની ઉંમર 18 વર્ષ થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળી શકે . ➪આ યોજનાનો શું લાભ મળે છે ? ➪બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી પાલક માતા-પિતાને બાળકના ભરણ-પોષણ તેમજ અભ્યાસ માટે પ્રતિ બાળક દીઠ માસિક રૂપિયા 1000 નો લાભ આપવામાં આવે છે. ➪ફોર્મ સાથે બીડાણ કરવાના પુરાવા : ➪આવકનો દાખલો રૂપિયા ૩૬ હજારથી વધુનો મામલતદાર શ્રી નો શહેરી વિસ્તાર માટે ➪ગ્રામીણ વિસ્તાર માટે ૨૭ હજારથી વધુ ➪પાલક માતા-પિતાનું ચૂંટણીકાર્ડ ➪પાલક માતા પિતા નું રેશનીંગ કાર્ડ ➪બાળકની જન્મતારીખનો દાખલો ખરી નકલ સાથે ➪બાળકના માતા-પિતા નો મરણનો દાખલો ખરી નકલ સાથે ➪બાળકના ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા ➪પાલક માતા પિતા ના ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા ➪બાળક આંગણવાડીમાં હોય તો પ્રોગ્રામ ઓફિસરનો દાખલો ➪બાળક શાળામાં અભ્યાસ કરતુ હોય તો તેના આચાર્યશ્રી નો દાખલો ➪બાળક અને પાલક માતા પિતા નો એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો ⇯ આ યોજના હેઠળ નીચે મુજબના કાગળો જરુરી છે. (1)બાળકનો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજના ફોટો (2)બાળકનો પાલક માતા-પિતા સાથેનો ફોટો (3) આવકનો દાખલો (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો) (4) માતા અને પિતાના મરણના દાખલા (5)બાળકની બેંક પાસબુક નકલ (6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ) (7)પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ, ⇯ વધુ માહિતી માટે સંપકૅ કરો Divyakant Parmar "Protection Officer" District child Protection Unit-Ahmedabad Government of Gujarat (09727373249) ➪યોજનાની મંજૂરીની કાર્યવાહી : ➪સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવ કમિટી દ્વારા કરવામાં આવશે. ➪ વધુ વિગતો માટે તેમજ અરજી પત્રક વિનામુલ્યે મેળવવા સંપર્ક કરો: જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગર ટી -૧૬, ત્રીજા માળે, બહુમાળી ભવન - ભાવનગર- 36 4001 ફોન નંબર :-0278-2422072
___________________________________________________
➯ગુજરાત રાજ્યના વતની હોય તેવા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ / લાભાર્થીઓ માટે અગત્યની જાહેરાત : ● સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય - ૨૦,૦૦૦ રૂપિયા ● JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચીંગ સહાય.- વાર્ષિક -૨૦,૦૦૦ રૂપિયા ● ભોજન બીલ સહાય - માસિક -૧૨૦૦ રૂપિયા ● કોચિંગ સહાય - ૧૫,૦૦૦ સુધી ➯અરજી કરવા તારીખ તથા અરજી બાબતે વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો https://gueedc.gujarat.gov.in/
___________________________________________________
➯ દિન દયાલ સ્પર્શ યોજના ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ • ધો. ૬ થી ૯ના વિદ્યાર્થીઓ માટે યોજના • દરેક વિદ્યાર્થીને રૂપિયા ૫૦૦/- દર મહિને એમ વર્ષના રૂ. ૬,૦૦૦/- સ્કોલરશીપ • MCQ પ્રકારના પ્રશ્નો રહેશે. • કરંટ અફેર, ઇતિહાસ, વિજ્ઞાન, સ્પોર્ટ્સ, કલ્ચર, જીઓગ્રાફી અને ફિલાટેલી આધારિત પ્રશ્નો રહેશે. ➯ પાત્રતાની શરતો: • ૧. ઉમેદવાર ભારત દેશની યોગ્યતા પ્રાપ્ત શાળાનો ધો. ૬ થી ૯નો વિદ્યાર્થી હોવો જોઈએ. • ૨. જે તે શાળામાં ફિલાટેલી ક્લબ હોવી જોઈએ અને તે ઉમેદવાર ક્લબનો સભ્ય હોવો જોઈએ. • ૩. જો કોઈ સંજોગોમાં શાળામાં ફિલાટેલી ક્લબ ના હોય તે સંજોગમાં ઉમેદવાર/વિદ્યાર્થીનું પોતાનું ફિલાટેલી ડીપોઝીટ એકાઉન્ટ હોવું જોઈએ. • ૪. વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ સારો હોવો જોઈએ. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) જયારે પુરસ્કાર માટે પસંદગી પાત્ર થાય ત્યારે તે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા ૬૦% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ પ્રવર્તમાન અંતિમ પરીક્ષામાં પ્રાપ્ત કરેલ હોવા જોઈએ. અનુસૂચિત જાતિ/જનજાતિ માટે ૫% આરક્ષણ રહેવાપાત્ર છે.
___________________________________________________
➯અન્ય માહિતી માટે
વિવિધ ફોર્મ - વેબસાઈટ માહિતી સાઈટ/ફોર્મ
➯ Indian Post Scholarship circular : Click here
➯ દિન દયાલ સ્પર્શ યોજન અન્ય માહિતી માટે PDF : Click here
➯ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય-૨૦,૦૦૦ રૂપિયા યોજના ફોર્મ માટેની સાઈટ Click here
➯ Wel_Come Click here
➯ Wel_Come Click here
___________________________________________________
___________________________________________________
❆ ➯ શૈક્ષણિક શિષ્યવૃત્તિ - સ્કોલરશીપ યોજના Form - Letter Detail Click here

❆ વિવિધ શૈક્ષણિક પરીક્ષા / યોજનાઓ માહિતી ❆

Educational Schemes Form - Letter Discription Download
➯ ગુજરાત રાજ્યના વતની હોય તેવા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ / લાભાર્થીઓ માટે શૈક્ષણિક વિવિધ લોન યોજનાઓ Click Here
➯ વિઘાદીપ યોજના(શાળા કે કોલેજમાં ભણતાં એક એક વિઘાર્થી આ યોજનાનો લાભ મેળવશે) Click Here
➯ વિકલાંગ વિઘાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના (ગુજરાત રાજયમાં ૧૯૯૯-૨૦૦૦ થી અમલમાં) Click Here
➯ વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ પ્રોત્સાહન યોજના -2023 Click Here
➯ 1.જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ પ્રોત્સાહન યોજના.pdf Click Here
➯ 2.જ્ઞાનસાધના. શિષ્યવૃત્તિ પ્રોત્સાહન યોજના.pdf Click Here
➯ 3.મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના જી.આર. ૦૭-૦૬-૨૩ Click Here
➯ 4.મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના જી.આ.ર. ૦૭-૦૬-૨૩ Click Here
➯ 5.રક્ષા શક્તિ સ્કૂલ્સ મેરીટ સ્કોલરશીપ યોજના Click Here
➯ Namo Laxmi Yojana- GR- 12-03-2024 Click Here
➯ Namo Sarasvati Vigyan Sadhna Yojana- GR- 12-03-2024 Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ શૈક્ષણિક વિવિધ શિષ્યવૃત્તિ - સ્કોલરશીપ યોજનાઓ Click Here

❆ ગુજરાત સરકાર જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના : ❆ ❆ ➯ વિદ્યાર્થીઓ માટે નવી 94000 રૂપિયાની શિષ્યવૃતિ યોજના છે ▪️ધો.૯માં વાર્ષિક ૨૨૦૦૦, ▪️ધો.૧૦માં વાર્ષિક ૨૨૦૦૦, ▪️ધો.૧૧માં વાર્ષિક ૨૫૦૦૦, ▪️ધો.૧૨ ના વાર્ષિક ૨૫૦૦૦ 💸આમ ધોરણ 9 થી 12 મા મળશે કુલ 94000 સ્કોલરશીપ

Online Apply click here
_____________________________________________________

❆ ➯ More...
❆ ➯ This section is working mode ....