Wednesday, 20 March 2019

Right To Education

❀ 👉 અહીં ગુજરાત સરકારની મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાની યોજના રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જરૂરી માહિતી અને ઉપયોગી પત્રકો મૂકવામાં આવશે.

❆ રાઇટ ટુ એજ્યુકેશન (Right To Education) અંતર્ગત જરૂરી માહિતી અને ઉપયોગી પત્રકો ❆

❆ ➯ Right To Education Act use web site Click here
❆ ➯ રાઇટ ટુ એજ્યુકેશન (Right To Education) અંતર્ગત જરૂરી માહિતી-પત્રકો-પરીપત્ર વિગત Click here

❆ રાઇટ ટુ એજ્યુકેશન (Right To Education) અંતર્ગત જરૂરી માહિતી-પત્રકો-પરીપત્ર વિગત ❆

Right To Education useful data Discription Download
➯ R.T.E ધોરણ 1માં ફ્રી પ્રવેશ કાર્યક્રમમાં સુધારા બાબત લેટેસ્ટ પરિપત્ર Click Here
➯ શૈક્ષણિક વર્ષ 2018 -19 થી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 તથા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારના નિયમ 2012માં નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-1 માં 25 % ટકા મુજબ પ્રવેશ આપવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબતનો પરિપત્ર મેળવવા માટે Click Here
➯ રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ 2012 ગુજરાતીમાં પરિપત્ર અને મહત્વના મુદ્દાઓની સમજ Click Here
➯ ઓનલાઈન અરજી કરવા માટેની સચુનાઓ, તેના માટેની માર્ગદર્શિકા મેળવવા માટે Click Here
➯ આરટીઈ અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટેની School Login માર્ગદર્શિકા મેળવવા માટે Click Here
➯ R.T.E યોજના હેઠળ શેક્ષણિક વર્ષ 2019-20 માં ધોરણ 1 મા પ્રવેશ માટેનું બાળકોનું ENTRY ફોર્મ PDF સ્વરૂપે GUJARATI Click Here
➯ R.T.E યોજના હેઠળ શેક્ષણિક વર્ષ 2019-20 માં ધોરણ 1 મા પ્રવેશ માટેનું બાળકોનું ENTRY ફોર્મ PDF સ્વરૂપે ENGLISH Click Here
➯ ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવાઓ:- Click Here
➯ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 માહિતી Click Here
➯ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અંગેની માહિતી ગુજરાતીમાં PDF સ્વરૂપે Click Here
➯ શિક્ષક પ્રશિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ નું માળખું NCFTE 2009 Click Here
➯ RTE એકટ અંતર્ગત બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના નિયમ-૨૦૦૯ની કલમ–૧૪માં મહત્વનો સુધારો Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Right To Education Act useful Introducation Click here

❆ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જરૂરી માહિતી- ❆

Right To Education Act Discription
➯ પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા કમર કસી છે. ધોરણ 5 અને ધોરણ 8 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક તક અપાશે. નાપાસ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાના બે મહિનાના સમયગાળામાં વધારાનું શિક્ષણ મેળવીને ફરી પરીક્ષા આપી શકશે. અને તેમા પણ જો નાપાસ થાય તો તેમને નાપાસ ગણવામાં આવશે.
➯RTE એકટ અંતર્ગત બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના નિયમ-૨૦૦૯ની કલમ–૧૪માં ભારત સરકારે ૧૦ મી જાન્યુઆરી–૨૦૧૮ ના રોજ મહત્વનો સુધારો કરતાં રાજય સરકારે પણ તા.૨૧/૯/ર૦૧ ૯ ના રોજ જાહેરનામુ બહાર પાડીને બાળકોને મફત શિક્ષણનો અધિકાર નિયમો-ર૦૧રના નિયમ–૨૪માં મહત્વનો સુધારો કર્યો છે.
➯આ ફેરફાર અંતર્ગત દરેક શૈક્ષણિક વર્ષને અંતે ધોરણ–૧ અને ધોરણ-૮માં વર્ષાત(વાર્ષિક) પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થી જો નાપાસ થાય તો વાર્ષિક પરીક્ષા પછીના બે માસના સમયગાળા દરમ્યાન વધારાનું શિક્ષણ પુરૂ પાડી પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે. તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ કરવામાં આવશે. આ પરીક્ષાઓ જી.સી.ઈ.આર.ટી. દ્વારા લેવામાં આવશે. આ જોગવાઈનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી કરાશે.
➯આ પરીક્ષાઓમાં નાપાસ થયેલ બાળક અન્ય શાળામાં પ્રવેશ મેળવે તેવા સંજોગોમાં ઉમર આધારિત પ્રવેશને બદલે તે બાળક જે ધોરણમાં નાપાસ થયેલ હોય તે જ ધોરણમાં પુનઃપ્રવેશ આપવાનો રહેશે.
➯પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવેલા કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરું થતા સુધીમાં આ સિવાયના કોઈપણ કારણસર કોઈ ધોરણમાં રોકી શકાશે નહીં. આ ઉપરાંત કોઈ બાળકનું પ્રાથમિક શિક્ષણ પુરું ન થાય ત્યાં સુધી શાળામાંથી કાઢી શકાશે નહીં
➯ શિક્ષણ મેળવવાનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ :આધારના પુરાવા 1.લાઈટ બિલ, વેરા બિલ ,રેશનકાર્ડ, ભાડા કરાર 2.પિતાનો જાતિનો દાખલો (એ.સી ,એસ.ટી, બક્ષીપંચ માટે) 3.વિદ્યાર્થીનો જન્મ તારીખનો દાખલો 4.માતા -પિતાનું ચુંટણી કાર્ડ 5.માતા - પિતા અને બાળકનું આધાર કાર્ડ (માતા-પિતાના પાનકાર્ડ) 5.બાળકની બેન્ક પાસબુકની ઝેરોક્ષ (બેંક પાસબુક વાલી અથવા વિદ્યાર્થી ) 6.મામલતદારનો આવકનો દાખલો 68000 થી ઓછી આવક નો. 7.વિદ્યાર્થીના બે ફોટા (બી.પી.એલ કાર્ડ જો હોય તો)
➯આર. ટી. ઈ -2009 રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ - 2009 સ્વતંત્ર ભારતના બંધારણમાં માર્ગદર્શન સિદ્ધાંતોની કલમ 45 મુજબ ૬ થી ૧૪ વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારના અધિનિયમની ૨૬મી ઓગસ્ટ ૨૦૦૯ ના દિવસે રાષ્ટ્રપતિએ બહાલી આપી અને ૨૭મી ઓગસ્ટ ૨૦૦૯ થી ભારતના જનહિત માટે પ્રકાશિત કરવામાં આવેલ જેમા કુલ ૭ પ્રકરણ અને 38 કલમોનો સમાવેશ કરેલ છે.
➯ શિક્ષણ અધિકાર અધિનિયમ - 2009 અંતર્ગત સમાવિષ્ટ ખાસ જોગવાઈઓ. ➯૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો હક રહેશે. ➯કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કરાશે નહીં. ➯બાળકને ઉમરને અનુરૂપ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. ➯પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવેલ પ્રમાણપત્ર આપવામાં આવશે. ➯પ્રવેશ પ્રક્રિયામાં બાળકની ઉંમર માટે જન્મ પ્રમાણ પત્ર અથવા અન્ય આધાર માન્ય ગણાશે પરંતુ ઉંમરના પુરાવાને અભાવે બાળકને પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં. ➯બાળકની ઈચ્છા અનુસાર તેને સ્થાનિક અથવા રાજ્ય કક્ષાએ શાળા બદલવાનો અધિકાર રહેશે. ➯દરેક બાળકને તેના નિવાસથી એક કિલોમીટરના વિસ્તારમાં ધોરણ ૧ થી ૫ અને ત્રણ કિલોમીટર વિસ્તારમાં ધોરણ છ થી આઠ માં શાળા પ્રવેશ ઉપલબ્ધ કરવામાં આવશે. ➯Nctc દ્વારા નિયત કરવામાં આવેલ લઘુતમ લાયકાતો ધરાવતી વ્યક્તિની જ શિક્ષક તરીકે નિમણૂક કરી શકાશે. ➯કોઈપણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિ કરી શકશે નહીં. ➯શિક્ષણ નિશ્ચિત સમયની અંદર સંપૂર્ણ અભ્યાસ ક્રમ પૂર્ણ કરશે. ➯દરેક શાળાએ એસ.એમ.સી ની રચના કરવાની રહેશે. ➯કોઈપણ શાળા પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ફી અથવા પરીક્ષા લઇ શકશે નહીં અને જો લેવાય તો પ્રથમ તબક્કે રૂપિયા 25,000 અને બીજા તબક્કે રૂપિયા 50,000 દંડ કરવામાં આવશે. ➯શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૫ માટે ૨૦૦ કાર્ય દિવસો અને ધોરણ ૬ થી ૮ માટે 220 કાર્ય દિવસો નક્કી કરવામાં આવેલ છે. ➯પ્રાથમિક કક્ષાએ ધોરણ ૧ થી ૫ સુધી દાખલ કરેલા 30 બાળકો માટે એક શિક્ષક ,૬૦ બાળકો માટે બે શિક્ષકો ,60 થી 90 બાળકો માટે ત્રણ શિક્ષકો , 91 થી 120 બાળકો માટે ચાર શિક્ષકો , 120 થી 200 બાળકો માટે પાંચ શિક્ષકો તથા 250 બાળકો સુધી છ શિક્ષકોની જોગવાઈ કરેલ છે. ➯ધોરણ 6 થી 8 માટે વર્ગ દીઠ ઓછામાં ઓછા એક શિક્ષક જેમાં ગણિત –વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષા દરેક વિષય માટે એક -એક શિક્ષક ની જોગવાઈ કરેલ છે. ➯કાયદાનુ ઉલંઘન વિરોધ કરનાર શિક્ષક સામે તેમને લાગુ પડતા નિયમો અનુસાર સિસ્ટમ વિષય પગલા લઈ શકાય. ➯શિક્ષણનું માધ્યમ શક્ય હોય ત્યાં સુધી માતૃભાષામાં રહેશે. ➯પ્રત્યેક વાલીની જવાબદારી રહેશે કે પોતાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવે અને શાળામાં નિયમિત મોકલે. શિક્ષકોની દસ વર્ષીય વસ્તી ગણતરી ,આપતી રાહત ફરજ અથવા સ્થાનિક સ્વાતંત્ર અથવા રાજ્ય વિધાનસભા અથવા સંસદની ચુંટણીને લગતી ફરજો શિવાય કોઈપણ બિન શૈક્ષણિક હેતુ માટે મૂકી શકાશે નહીં જેનું દેખરેખ નિયંત્રણ એસ. એમ. સી એ રાખવાનું રહેશે. ➯સ્વનિર્ભર શાળાઓના પહેલા ધોરણમાં નબળા અને વંચિત જૂથના બાળકોને 25 ટકા જગ્યા પર આરટીઈ એક્ટ -2009 ની કલમ 12 (1) (c) મુજબ ઓનલાઇન પ્રવેશ નામનું વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે
❆ https://rte.orpgujarat.com/ ❆
➯ RTE ફ્રી પ્રવેશ જાહેરાત - ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે RTE ના ફોર્મ ભરવાની જાહેરાત - એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે અને દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવૃત્તિ તો ખરી જ
➯ wel_come
❆ ➯ R.T.E Admission આવશ્યક દસ્તાવેજો Click here
RTE-Admission  આવશ્યક દસ્તાવેજો
ક્રમ આધારના પુરાવા માન્ય આધાર-પુરાવાની વિગત
1 રહેઠાણનો પુરાવો આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ / રેશન કાર્ડ/ નોટોરઈઝ્ડ ભાડા કરારનામું
2 વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3 જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5 વાલીની અવાકનું પ્રમાણપત્ર જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર ઈ-ધારા કેન્દ્ર/જનસેવા કેન્દ્રનો જ માન્ય ગણાશે.
6 બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7 વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8 અનાથ બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10 બાલગૃહના બાળકો જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) અથવા લેબર અને રોજગાર વિભાગ નું પ્રમાણપત્ર
12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર
13 ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14 એચ.આઈ.વી ગ્રસ્ત બાળક સિવિલ સર્જન પ્રમાણપત્ર
15 શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16 બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ​
17 વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ​
18 બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
0 1 2
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....