❆ Gunotsav 2.0 useful Materials ❆
❀ 👉 અહીં ગુણોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોની મદદ કરી શકાય એ માટે ગુણોત્સવ ઉપયોગી સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે જેનો ઉપયોગ આપની જરૂરિયાત અનુસાર કરી શકશો...
❆ ગુણોત્સવ – 1.0 અને ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી માહિતી : ❆
❆ ➯ગુણોત્સવ ૨.૦ અંતર્ગત રજૂ કરવાના ડોક્યુમેન્ટ Click Here
➯ ગુણોત્સવ ૨.૦ અંતર્ગત રજૂ કરવાના ડોક્યુમેન્ટ :
વર્ગ શિક્ષક શાળાના ડોક્યુમેન્ટ ( આચાર્યએ રજૂ કરવાના) નવા ગુણોત્સવ SI આવે આટલી તૈયારીઓ કરી રાખશો. ➯ ૧- વિદ્યાર્થી હાજરી પત્રક ૨- સમયપત્રક ૩- દૈનિક આયોજન નોંધપોથી ૪- પ્રગતિ માપન રજીસ્ટર ( પ્રજ્ઞા dho-૧/૨) ૫- પ્રવુત્તિ રજીસ્ટર ( પ્રજ્ઞા ધોરણ ૧/૨) ૬- શાળા તત્પરતા બુક(પ્રજ્ઞા ધોરણ ૧/૨) ૭- એકમ કસોટી બુક/ પેપર ( ૩ થી ૮) ૮ - સંત્રાંત પરિક્ષા પેપર ૯- સત્રાત પરિક્ષા પરિણામ પત્રક ૧૦- S.C.E. ના પત્રકો ૧૧- દર્પણ ડાયરી ૧૨- પ્રોજેકટ કાર્ય ફાઈલ/ લરનિંગ મટીરીયલ ૧૩- માસવાર અભ્યાસક્રમ આયોજન ૧૪- વિદ્યાર્થી પુસ્તક ઇસ્યુ રજીસ્ટર ૧૫- શાળા સામયિક કસોટી (. પ્રજ્ઞા ૧/૨) ➯ ૧- શાળા આયોજન ફાઈલ/ s.d.p ૨- પ્રાર્થના નોટબુક /ફાઈલ ૩- ખેલમહાકુંભ/ રમતોત્સવ ફાઈલ ૪- ગણિત વિજ્ઞાન પ્રદર્શન ફાઈલ ૫- આચાર્ય લોગબુક ૬- NMMS/ શિષ્યવૃત્તિ/ ચિત્ર પરિક્ષા ફાઈલ ૭- સાસ્કૃતિક પ્રોગ્રામ/ઉત્સવ ઉજવણી ફાઈલ ,અહેવાલ ,ફોટોગ્રાફ્સ ૮- ખોયા પાયા/ રામ હાટ/અન્ય પ્રવુત્તિ ૯- ઇકો કલબ ફાઈલ ૧૦- બાળમેલો/ લાઇફ સ્કુલ ફાઈલ - ahevaal- ફોટોગ્રાફ્સ ૧૧- શાળા સમય પત્રક ૧૨- શિક્ષકોનું પુસ્તક ઇસ્યુ રજીસ્ટર ( શાળા બાળ લાયાબ્રેરી) ૧૩- પ્રવાસ/પર્યટન/ મુલાકાત ફાઈલ - અહેવાલ - ફોટોગ્રાફ્સ ૧૪- શાળા આપત્તિ વ્યવસ્થાપન ફાઈલ - ફાયર સેફ્ટી બોટલ ૧૫- વૃક્ષારોપણ/ જમીન સંવર્ધન/કિચન ગાર્ડન ➯ ➡️દૈનિક નોંધ(અધ્યયન નિષ્પત્તિ મુજબ) સહી થયેલ હોવી જોઈએ. ➡️વાર્ષિક આયોજન(અગાઉ મોકલેલ છે એ મુજબ) ➡️SCE પત્રક -A ➡️પુસ્તકાલય નો ઉપયોગ બાળકો અને શિક્ષકો બંનેનો ➡️એકમ કસોટીઓની નિયમ મુજબ ચકાસણી અને તેને લગતી માહિતી ➡️ હોમ learning NI માહિતી આધાર પુરાવા સાથે ➡️નબળા બાળકોની યાદી અને તેમને કરાવેલ વાંચન, લેખન, ગણન ની કામગીરી આધાર પુરાવા સાથે ➡️વર્ગ ના હાજરી પત્રક ➡️આયોજન મુજબ અભ્યાસક્રમ ➡️ઓનલાઇન હાજરી ➡️વર્ગની અને લોબીની સ્વચ્છતા ➯*નોંધ: કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગર થી ડાયરેક્ટ જે તે શિક્ષક ઉપર કોલ આવશે તો આપની તમામ માહિતી હાથવગી રાખવી.*
❆ 👉 📕 ગુણોત્સવની તૈયારી - વર્ષ:- ૨૩-૨૪.... ❆ ✅છેલ્લી સામયિક કસોટીની પરિણામ શીટ,ઉત્તરવહી પ્રશ્નપત્ર,અને કી સાથે ✅૨૨-૨૩ ની શાળાકીય કસોટીની પરિણામ શીટ, ઉત્તરવહી પ્રશ્નપત્ર, કી સાથે ✅વિદ્યાર્થીઓની નોટબુકો,પ્રયોગબુકો,આલેખબુકો મંગાવવી ✅10/12 ના પરિણામ ૨૨-૨૩ ના તૈયાર રાખવા ✅વિવિધ બાહ્ય પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી જોડાયા, અને કેટલાને સિદ્ધિ મળી ✅શાળાના મહેકમની વિગતો ✅કુલ વિદ્યાર્થી સંખ્યા, હાજર,ગેર હાજર ✅ સમગ્ર સ્ટાફની હાજરી જરૂરી,કોઈ ગેરહાજર ન રહે તેની તકેદારી ✅પુસ્તકાલયના પુસ્તકોની સંખ્યા,વિદ્યાર્થી અને શિક્ષકો એ વાંચન કરેલ પુસ્તકોની સંખ્યા ✅શાળા ટાઈમ ટેબલ, દરેક શિક્ષકોનો અઠવાડિક કાર્યભાર ✅દરેક શિક્ષકો અને આચાર્યની લોગબુક ✅શાળા ના બિલ્ડીંગનું સ્ટ્રક્ચરલ પ્રમાણપત્ર ✅શાળા સ્ટાફનું પોલીસ વેરિફિકેશન ✅સ્કૂલ ડેવલોપમેન્ટ પ્લાન ✅નિદાન કસોટીની વિગતો ✅ઉપચારાત્મક કાર્યની વિગતો ✅smdc/વાલી મંડળની વિગતો ✅આપત્તિ વ્યવસ્થાપન નકશો ✅દરેક વિષયની અધ્યયન નિષ્પતીની વિગતો ✅વાલી ને પરિણામની જાણ કરતી બાબતો ✅ફાયર સેફટીની વિગતો ✅પ્રાથમિક સારવાર ✅transportation મેળવતા હોય તો તેની વિગતો ✅વિજ્ઞાન પ્રયોગ શાળાની વિગતો-સાધનોની વિગતો-ઉપયોગીતા ✅શાળામાં આવતા સામયિકો,વર્તમાન પત્રો ✅પ્રાર્થના માં થતી વિવિધ પ્રવૃતિની વિગતો ✅શાળામાં ચાલતા વિવિધ મંડળોની પ્રવૃતિઓ ✅રાજ્યકક્ષા એ થતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી/સિદ્ધિ ✅શૈક્ષણિક મુલાકાતો ✅રમત ગમત/ખેલ મહાકુંભમાં ભાગ લેનારની વિગતો,સિદ્ધિ ✅શાળાના કોમ્પ્યુટર ની-ઇન્ટરનેટની સ્થિતિ/વિગતો ✅સ્માર્ટ કલાસની વિગતો ✅સ્કૂલ વેબ સાઇટ/એપ્લિકેશનની વિગતો ✅સ્ટમલેબની વિગતો ✅ભાષા તેમજ અન્ય વિષયોના ખંડ/કોર્નરની વિગતો ✅વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓની વિગત ✅શારીરિક અને માનસિક સલામતીના સાધનોની વિગતો ✅કલા ઉત્સવ/વિજ્ઞાન પ્રદર્શનની વિગતો ✅દરેક પરીક્ષા બાદ લેવાયેલ ઉપચારાત્મક કાર્યની વિગતો ✅DTH / CCTv ની વિગતો ✅વર્ગખંડ નિરીક્ષણ થશે. 👉 આટલી બાબતો તૈયાર રાખવી.❆ 👉 📕 ગુણોત્સવની તૈયારી - વર્ષ :- 2024-25... ❆ 👉 કુલ 4 ભાગમાં પ્રક્રિયા કરવામાં આવશે 1 શાળા દ્વારા સ્વ મૂલ્યાંકન (200 ગુણ) 2 CRC Co દ્વારા મૂલ્યાંકન (200 ગુણ) 3 રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ થતા Data આધારિત મુલક્યાંકન ( 600 ગુણ) 4 ક્રોસ વેરિફિકેશન
❆ ➯ ગુણોત્સવ – 1.0 અંગે સંપૂર્ણ સમજ Click Here
➯ ગુણોત્સવ – 1.0 અંગે સંપૂર્ણ સમજ : ➯ગુણોત્સવનો હેતુ :- ➪શૈક્ષણિક ગુણવત્તા ચકાસવાનો અને સુધારવાનો છે. ➪શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટેના ઉપચારાત્મક પગલા લેવા માટે સાચું નિદાન આવશ્યક છે. ➪નિદાનની સમગ્ર પ્રક્રિયા શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષકો દ્વારા થનાર હોય. ➪શાળા સ્વમૂલ્યાંકનની માહિતી શાળા કક્ષાએથી વાસ્તવિક સ્વરૂપે મળે એ અત્યંત જરૂરી છે. ➪પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે લોકભાગીદારી વધુ અગત્યનો ભાગ ભજવે છે. ➪શાળા સ્વ-મૂલ્યાંકન પણ શાળા વ્યવસ્થાપન સમિતિની હાજરીમાં થાય તે જરૂરી છે. _____________________________________________ ➯ગુણવત્તાનું પ્રથમ સોપાન : બાળકોની શૈક્ષણિક સિદ્ધિ : ➪ શાળાના એકંદર ગુણાંકનમાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિનો ગુણભાર 60% ટકા. ➪ધોરણ ૧ થી ૫ ના બાળકોની વાંચન-ગણન-લેખન કૌશલ્ય આધારિત શૈક્ષણિક સિદ્ધિ. ➪ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સાક્ષરી વિવિધ વિષય (ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન) _____________________________________________ ➯ગુણવત્તાનું બીજું સોપાન :- બાળકોની સહ અભ્યાસિક પ્રવૃતિઓ : ગુણભાર ૨૦ ટકા ➯મુખ્ય પ્રવૃત્તિઓ ➪પ્રાર્થના સભા ➪યોગ વ્યાયામ અને રમત ગમત ➪ વિષયવસ્તુ આધારિત પ્રવૃતિઓ ➪શાળા પુસ્તકાલય ➪સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને બાલ સભા _____________________________________________ ➯ ગુણવત્તાનું ત્રીજું સોપાન :- લોક ભાગીદારી અને સંસાધનનો ઉપયોગ : ગુણભાર ૨૦ ટકા ➪ શિક્ષક આવૃતિ અને સ્વ અધ્યયનપોથી ➪મધ્યાહન ભોજન યોજના ➪લોક ભાગીદારી ➪પાણી અને શૌચાલય ➪કોમ્પ્યુટરનો ઉપયોગ ➪અન્ય - વીજળી વ્યવસ્થા,પ્રવાસ-પર્યટન,હાજરી,શાળા સફાઈ,વર્ગ શિક્ષણ તાલીમ,ટી.એલ.એમ ઉપયોગ _____________________________________________ ➯ ગુણોત્સવ: ➯ શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે ગુણોત્સવ કાર્યક્રમ યોજાય છે જેમાં શાળાના બાળકોની શૈક્ષણિક અધ્યયન ઉપલબ્ધી એવી વાંચન- લેખન- ગણન , સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, ભૌતિક સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે . વિદ્યાર્થી શિક્ષક અને શાળાની ગતિ અને પ્રગતિનું મૂલ્યાંકન એટલે ગુણોત્સવ. ➯ગુણોત્સવમાં સમાવિષ્ટ બાબતો : Ø ધોરણ ૨ થી ૮ ના વર્ગોની શૈક્ષણિક ગુણવંતા Ø બાળકો દ્વારા જ સંચાલિત વિવિધતા સભર પ્રાર્થના કાર્યક્રમ Ø શાળામાં થતી તમામ સહઅભ્યાસિક પ્રવૃતિઓનું યોગ્ય ડોક્યુ મેન્શન Ø દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ, ભાષા કોર્નર, ગણિત - વિજ્ઞાન મંડળ, ઇકો ક્લબ , ઔષધ બાગ, કિચન ગાર્ડન, ખેલ મહાકુંભ Ø વિદ્યાર્થી વર્ગખંડ, શાળા પરિસર શૌચાલયની સ્વચ્છતા. Ø વોટર ફેસિલિટી, વેસ્ટ પાણીનું નિકાલ યોગ્ય ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ Ø બાળકો દ્વારા જ સંચાલિત શાળા સમિતિઓ Ø શાળાના વિવિધ કાર્યક્રમોમાં જનભાગીદારી, વાલી સંપર્ક Ø NMMS,NTSE, શિષ્યવૃતિ ,નવોદય, હિન્દી, ચિત્ર, પ્રતિભા શોધ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકોની ભાગીદારી Ø શાળાના તમામ બાળકોનું વાંચન, લેખન, ગણન Ø વાંચન- લેખન -ગણન ,રાષ્ટ્રીય તહેવારો ની ઉજવણી, વાર્ષિકોત્સવનું આયોજન Ø MCQ દ્વારા બાળકોની સિદ્ધિ કસોટીઓ Ø તમામ બાળકોનો પ્રગતિ રીપોર્ટ , સતત મૂલ્યાંકન (SCE) Ø મધ્યાહન ભોજન યોજનાનું અસરકારક અમલીકરણ Ø શાળા પુસ્તકાલય ,વર્તમાન પત્રો ,સામયિકોનો ઉપયોગ Ø સામયિકોનો ઉપયોગ ,પાઠ્યપુસ્તકો ,સ્વાધ્યાય પોથી ,નોટબુક, લેખન સકાસણી Ø સુરક્ષિત વીજળીકરણ Ø શૈક્ષણિક પ્રવાસ- પર્યટન- પિકનિક- પ્રોજેક્ટ- મુલાકાત Ø બાળકોની શૈક્ષણિક સિદ્ધિનો ગુણભાર ૬૦% ટકા અને અન્ય બાબતોનો ગુણભાર 40% ગણી ને શાળાને A+,A,B,C,D ગ્રેડ આપવામાં આવે છે. _____________________________________________
❆ ➯ ગુણોત્સવ ગીત Detail Click here
મનુષ્ય તુ બડા મહાન હૈ. ગુણોત્સવ ગીત ➯ મનુષ્ય તુ બડા મહાન હૈ. ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન તેરી મુઠ્ઠીઓમેં બંધ તુફાન હે રે... (२) ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન મનુષ્ય તુ બડા મહાન હૈ. ભૂલ મત મનુષ્ય તુ બડા મહાન હે... (२) તુ જો ચાહે પર્વત પહાડો કો તોડ દે તુ જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે તુ જો ચાહે માટી સે અમૃત નીચોડ દે અમર તેરે પ્રાણ....મર તેરે પ્રાણ મીલા તુજકો વરદાન તેરી આત્મામે સ્વયં ભગવાન હે રે (२) મનુષ્ય તુ બડા મહાન હૈ...ભૂલ મત..... નૈનો મે જવાબ...નૈનો મે જવાબ તેરી ગતિ મે ભૂતાલ તેરી છાતીમે છુપા મહાકાલ હે ધરતી કે લાલ તેરી હિમગીરી સા ભાલ તેરી ત્રિપુટી મે તાંડવ સા તાલ હૈ નિજ કો તુ જાન... (૨)જરા શક્તિ પહેચાન તેરી વાણી મે યુગ કા આહવાન હૈ રે (૨) મનુષ્ય તુ બડા મહાન હૈ (૨) ભૂલ મત મનુષ્ય તુ બડા મહાન હે... (૨) ધરતી કી શાન...ધરતી કી શાન તુ હે મનું કી સંતાન મનુષ્ય તુ બડા મહાન હૈ. ગુણોત્સવ ગીત આવ્યો ગુણોત્સવ મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે, રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને, સુંદર અક્ષરે મારું નામ લખવું છે. આવ્યો ગુણોત્સવ...મારે ફરી એકવાર શાળા એજવું છે. રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી, નળ નીચે હાથ ધરી પાણીપીવું છે. જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...મરચુ મીઠું ભભરાવેલ, આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે. સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે, કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય , એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે, અનપેક્ષીત રજાના આનંદ માટે... આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે. છૂટવાનો ઘંટ વાગવાની રાહજોતાં, મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને, સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે. રમત-ગમતના પીરીયડમાં...તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગીજવું છે. તો ભાગી જવાની મોજ અનુભવવા... આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે. દીવાળીના વેકેશનની રાહ જોતાં, છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી, હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યાપછી, તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે. વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા... આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે. કેટલીયે ભારે જવાબદારીઓ ના બોજ કરતાં, પીઠ પર દફતરનો બોજ વળગાડવો છે.... ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં, પંખા વીનાના વર્ગમાં બારીખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં, બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે... "બચપણ પ્રભુની દેણ છે"-તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે. એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે... આવ્યો ગુણોત્સવ... મારે ફરી એકવાર શાળાએ જવું છે. નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...આજે જયારે મોટો થયો ત્યારે ખ્યાલ આવે છે કે, "તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા- "તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા.. આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના કરતા, શાળા માં શિક્ષક "અંગુઠા"પકડાવતા હતા એ સારું હતું... આજે ખબર પડી કે ૧૦-૧૦રૂપિયા ભેગા કરીને જેનાસ્તા નો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા" માનથી આવતો... ફક્ત મારે જ નહી, -કદાચ આપણે બધાને ફરી સ્કુલે જવું છે... ➯ Wel_Come Thanks_for_visit
❆ ➯ ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી માહિતી - PDF Click here
❆ ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી માહિતી ❆
Gunotsav – 2.0 useful data Download ➯ 1.Gunotsav school grade patrak Click Here ➯ 2.school Gunotsav Report Card Detail Click Here ➯ 3.ગુણોત્સવ – 2.0 અને ગુણોત્સવ – 1.0 ની તુલના અંગે સંપૂર્ણ સમજ PPT Click Here ➯ ગુણોત્સવ ૨.૦માં ધ્યાનમાં રાખવાની બાબતો Click Here ➯ 4.ગુણોત્સવ_સંદર્ભે_કેટલીક_માર્ગદર્શક_સૂચનાઓ_ Click Here ➯ 5.ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી સ્કૂલ ઈન્સ્પેકટર માટેનું ચેક લીસ્ટ Click Here ➯6.SI monitoring form Click Here ➯Gunotsav-2.0-online-course-material Discription Click Here ➯ માપદડ-1 : એકમ કસોટીની આન્સર બુકલેટ/ઉત્તરવહીમાાં વિદ્યાર્થીઓના જવાબો Click Here ➯ પેટાક્ષેત્ર – 2 અને 3 : સત્રાાંત કસોટી -1 અને 2 Click Here ➯ માપદડ-1 : ઉત્તરવહીઓની ચકાસણી Click Here ➯ માપદંડ-1 : શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દ પૂર્ણ વ્યવહાર Click Here ➯ 2.4 પેટાક્ષેત્ર-5 અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ Click Here ➯ 3. મુખ્ય ક્ષેત્ર- 2 શાળા Click Here ➯ 3.1 પેટાક્ષેત્ર-2 શાળા સંચાલન Click Here ➯ માપદાં ડ-1 : શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ Click Here ➯ 3.2 પેટાક્ષેત્ર-3 સલામતી Click Here ➯ માપદાં ડ-1 : સલામત શાળા પરિસર Click Here ➯ 4 મુખ્ય ક્ષેત્ર-૩ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ Click Here ➯ 4.1 પેટાક્ષેત્ર-1 પ્રાર્થનાસભા Click Here ➯ 4.2 પેટાક્ષેત્ર-2 યોગ વ્યાયામ અને રમતગમત Click Here ➯ 4.3 પેટાક્ષેત્ર-3 વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી Click Here ➯ 4.4 પેટાક્ષેત્ર -4 રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી Click Here ➯ પ્રકરણ-5 મુખ્ય ક્ષેત્ર – 4 : સંસાધનો અને તેનો ઉપયોગ Click Here ➯ટેકનોલોજીનો ઉપયોગ Click Here ➯ પાણી અને શૌચાલય Click Here ➯ પ્રકરણ - 1 સ્કૂલ એક્રેડીટેશન પ્રકિયા અને ફ્રેમવર્કનો પરિચય Click Here ➯ મધ્યાહ્ન ભોજન યોજના Click Here ➯ મુખ્ય ક્ષેત્ર- 1 અધ્યયન અને અધ્યાપન Click Here ➯ પ્રકરણ-6 મૂલ્યાંકન અને અન્ય પ્રકીણ બાબતો Click Here ➯ શાળા પુસ્તકાલય Click Here ➯ (3) Module - 3 Chapter - 1 GAS Click Here ➯ (5) Module - 3 Chapter - 2 NAS Click Here ➯ (6) Module - 3 Chapter - 3 PISA Click Here ➯ (7) Module - 3 Chapter - 4 HOTS Click Here ➯ Gujarat School Quality Accreditation Councial Introduction Click Here ➯ ગુણોત્સવ વિશેષ અંક "જીવન શિક્ષણ" સપ્ટેમ્બર 2021 (Jivanshikshan Anak) Click Here ➯ GSQAC Gunotsav 2.0 Introduction Simple Expresion PDF Click Here ➯ ગુણોત્સવ -2.1 શિક્ષકો માટે ઉપયોગી બાબતો Click Here ➯ Gunotsav 2.0 (Guideline)-2 new PDF 31 page Click Here ➯ Gunotsav 2.0 New 2023-24 Guideline PDF 132 Page Click Here ➯ Gunotsav 2.0 (ગુણોત્સવ) new cheklist 2023-24 Excel file Click Here ➯ Gunotsav 2.0 last update detail module talim online 2024 Click Here ➯ Gunotsav 2.0 last update detail module PDF 2024-25 (ગુણોત્સવ માર્ગદર્શિકા નવી(૨૦૨૪થી)) Click Here ➯ Wel_Come Click Here ➯ Wel_Come Click Here
❆ ➯ ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી વિડીયો Click here
❇ ગુણોત્સવ – 2.0 માટે ઉપયોગી વિડીયો : ❇ Video Part - 1 Video Part - 2 Video Part - 3 ગુણોત્સવ – 2.0 અંગે સંપૂર્ણ સમજ એકમ કસોટી*સત્રાંત પરીક્ષા*SI મુલાકાત સ્કૂલ ઇન્સ્પેક્ટર નિયમો wel_come 220*200 Thanks_for_Visit
❆ ➯ ગુણોત્સવ 1.0 ઉપયોગી માહિતી Click Here
❆ ગુણોત્સવ ઉપયોગી માહિતી ❆
Gunotsav use data Discription Download ➯ old-ગુણોત્સવ શાળા મૂલ્યાંકન સોફ્ટવેર જે શાળાનો ગ્રેડ નક્કી કરવા ઉપયોગી થઇ શકે Click Here ➯ ગુણોત્સવ દરમિયાન શાળાનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી પત્રકો એકસલ સોફ્ટવેરમાં ડાઉનલોડ કરવા માટે Click Here ➯ ગુણોત્સવ આયોજન ફાઇલ pdf સ્વરૂપે Click Here ➯ ગુણોત્સવ આયોજન ફાઇલ-2 pdf સ્વરૂપે Click Here ➯ ગુણોત્સવ રોજકામ ફાઇલ pdf સ્વરૂપે મેળવવા માટે Click Here ➯ ગુણોત્સવ સમયે શાળામાં ભૌતિક સુવિધા,શાળા માટે તૈયાર કરવાના પત્રકો,વર્ગ શિક્ષકે તૈયાર રાખવાના પત્રકો અને ગુણોત્સવ ગુણભારના સોપાનો એક જ પીડીએફ ફાઇલ Click Here ➯ ધોરણ ૨ થી ૫ ગુણોત્સવ ઉપયોગી OMR શીટ front page મેળવવા માટે Click Here ➯ ધોરણ ૨ થી ૫ ગુણોત્સવ ઉપયોગી OMR શીટ back page મેળવવા માટે Click Here ➯ ધોરણ - 8 ગુણોત્સવ ઉપયોગી OMR શીટ blank મેળવવા માટે Click Here ➯ ધોરણ - 7 ગુણોત્સવ ઉપયોગી OMR શીટ blank મેળવવા માટે Click Here ➯ ધોરણ - 6 ગુણોત્સવ ઉપયોગી OMR શીટ blank મેળવવા માટે Click Here ➯ ધોરણ ૧ થી ૫ વાંચન લેખન માટે પગલું બુક મેળવવા માટે Click Here ➯ વાંચન,લેખન,ગણન ઉપયોગી મૂળાક્ષર અને શબ્દો - વાક્યો pdf ફાઈલ સ્વરૂપે કુલ પેજ (240 )-મેળવવા Click Here ➯ વાંચન,લેખન,ગણન ઉપયોગી મૂળાક્ષર અને શબ્દો - વાક્યો pdf ફાઈલ સ્વરૂપે કુલ પેજ (118 )-મેળવવા Click Here ➯ ગુણોત્સવ ઉપયોગી તમામ વિષયોની ધોરણ ૬ થી ૮ ની પ્રશ્ન સંપુટ પુસ્તિકા pdf file સ્વરૂપે Click Here ➯ ગુણોત્સવ ગીત pdf file સ્વરૂપે Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ ગુણોત્સવ ૨.૦ માં ધ્યાનમાં રાખવાની બાબતો Click here
➯ગુણોત્સવ ૨.૦માં ધ્યાનમાં રાખવાની બાબતો : ➯ ❖ મુખ્ય ક્ષેત્ર૧ એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા:- • વિદ્યાર્થીઓ અધ્યન નિષ્પત્તિને અનુરૂપ માગ્યા મુજબ સુચના મુજબ ભૂલ રહિત વાક્ય રચના સાથે એકમ કસોટી અને સત્રાંત કસોટીમાં જવાબ લખતા થાય એવો અધ્યયન અનુભવ પૂરો પાડવાનો રહેશે. • એકમ કસોટી, કસોટી લીધાના ૭ દિવસ પહેલા જોઇને અને વ્યવસ્થિત તપાસીને વિદ્યાર્થીના વાલીની જણાવ્યા બદલ સહી અંગે મોકલવાની રહેશે. • કસોટી તપાસતી વખતે બાળકો દ્વારા કરવામાં આવેલ ભૂલોનો તેમજ આપના દ્વારા કપાયેલ ગુણનો સચોટ નિર્દેશ કરવાનો રહેશે. • કસોટી તપાસતા દરમિયાન ભાષાકીય અને અન્ય તમામ ભૂલોનો નિર્દેશ કરવાનો રહેશે તેમજ તે ભૂલ સુધારાને દર્શાવવનો રહેશે. • કસોટીમાં ભૂલોને ધ્યાનમાં રાખી યોગ્ય ગુણાંકન કરવાનું રહેશે. • કસોટીમાં દરેક અપેક્ષિત જવાબોની સામે જો બાળકો દ્વારા યોગ્ય જવાબો આપી શક્યા નથી તે ભૂલોની સામે જ્યાં ગુણ આપેલ છે ત્યાં જ તેને યોગ્ય સૂચનો બાળકો સમજી શકે તેવી સાદી ભાષામાં લખવાના રહેશે જે સૂચનના આધારે બાળકો પોતાની ભૂલો સુધારી શકે અને પછીની કસોટી વખતે ભૂલોનું પુનરાવર્તન અટકાવી શકાય. આ સૂચનો પણ દરેક ભૂલોને આવરી શકાય તે રીતે લખવાના રહેશે. • કસોટીની ચકાસણી થયા પછી બાળકોની તમામ ભૂલોને સુધારવા અને બાળકોને પ્રતીપોષણ મળી રહે તે મુજબ ઉપચારાત્મક કાર્ય કરી પુનઃ કસોટી લેવાની રહેશે અને તેની પણ યોગ્ય ચકાસણી કરવાની રહેશે પુનઃ કસોટી નાની ભૂલ હોય તો પણ તે સુધારા માટે લેવાની રાહેશે. • સત્રાંત કસોટીની ચકાસણી યોગ્ય કરવાની રહેશે બાળાકોને મળવા પાત્ર ગુણનું યોગ્ય ગુણાંકન થાય તે ખુબ જ જરૂરી છે. • સત્રાંત કસોટીની ચકાસણી દરમિયાન પ્રત્યેક પેટા પ્રશ્નની સામે મેળવેલ ગુણ ડાબી બાજુએ દર્શાવવનો રહેશે જેમાં તમામ ખાલી જગ્યા જોડકા અને ટૂંકા પ્રશ્નના પ્રત્યેક ગુણ દર્શાવવાના રહેશે આ પેટા પ્રશ્નોના ગુણનો ટોટલ ઉપરના હાંસિયામાં દર્શાવવાના રહેશે અને ત્યાર પછી બહારના ભાગે પ્રશ્ન વાઈઝ ટોટલ દર્શાવવાનો રહેશે આ પદ્ધાતીનો પ્રયોગ એકમ કસોટીમાં પણ લાગુ પડે છે. • જવાબ વહીના ગુણ અને પત્રક C માં દર્શાવેલ ગુણ તેમજ ઓનલાઈન એન્ટ્રી કરેલ ગુણ સમાન હોવા જોઈએ. દરેક શિક્ષક દ્વારા SCE મુજબ નિયમિત મૂલ્યાંકન થાય તેમજ તે મુજબ પત્રકો નિભાવાય તે ખુબજ જરૂરી છે. • તમામ કસોટી અને સત્રાંત વાર્ષિક કસોટીના પેપર વાલીને દેખાડવાના રહેશે તેમજ દેખાડ્યા બદલની સહી લેવાની રહેશે. ➯ ❖ મુખ્ય ક્ષેત્ર ૧ અધ્યયન અને અધ્યાપન:- • દરેક શિક્ષક બાળાકોને નામ દઈને અને માનથી બોલાવે તેમજ બાળકો શિક્ષકને નિર્ભયતાથી ડર કે સંકોચ વગર શિક્ષકને પોતાની મુશ્કેલીઓ વિષે વાત કરી શકે તેવું વાતાવરણનું નિર્માણ કરવું તેમજ વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવું. • અધ્યાપન કાર્ય દરમિયાન અધ્યાપન કાર્યને અનુરૂપ યોગ્ય બેઠક વ્યવસ્થા હોવી જોઈએ તેમજ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અધ્યાપન કાર્ય દરમિયાન થાય અને તે મુજબ બેઠક વ્યવસ્થા થાય તે ધ્યાનમાં લેવું. • શિક્ષણ કાર્ય દરમિયાન બાળકોને વર્ગ ખંડમાં જોડવા માટે યુનિક પ્રયત્નો કરવા તેમજ પ્રોત્સાહિત કરવા આ ઉપરાંત બાળકોના પ્રયત્નો અને સિદ્ધિઓને જાહેરમાં બિરદાવવી. • અધ્યાપન કાર્ય દરમિયાન ફરજીયાત અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરવો આ સામગ્રી વિદ્યાર્થીની વયકક્ષા મુજબ ,વિષના મુદ્દાને અનુરૂપ ,અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ બાળકોની રુચીને ધ્યાનમાં રાખી પસંદ કરવાની રહેશે. સામગ્રી ઉપયોગ કર્યા પછી બાળકો ફરી ઉપયોગ જાતે કરી શકે તેમ વ્યવસ્થિત ગોઠવવાની રહેશે. • તાસમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન વિષય સબંધિત ચર્ચા કરવાની રાહેશે જેમાં બાળકોને ચર્ચા કરવાની પુરતી તક આપવી,બાળકોના પ્રશ્નોને ચર્ચામાં સમાવેશ કરવો તેમજ બાળકો એકબીજા સાથે ચર્ચા કરી શકે તેવું આયોજન કારવાનું રહેશે શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકે હેતુ કથન અને અપેક્ષિત ક્ષમતાની સિદ્ધી માટે બાળાકોને પ્રશ્નો-પેટા પ્રશનો-વિચાર પ્રેરક પ્રશ્નો અને મુક્ત જવાબી પ્રશ્નો પૂછી બાળકોને ચર્ચામાં ભાગ લેતા કરવાના રહેશે. • શૈક્ષણિક કાર્ય પૂર્વે બાળકોને જે શીખવાના છે તે અંગે અને પૂર્વે જે શીખ્યા છે તેની ટુકમાં વાત કરવી ત્યારબાદ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવી. તાસમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરતા પહેલા જે શીખ્યા છે તે અંગે થોડી ચર્ચા કરી દ્રઢીકરણ કરાવવાનું રહેશે અને તે દરમિયાન બાળકો કેટલું શીખ્યા છે તેનું પરોક્ષ મૂલ્યાંકન કરવાનું રાહેશે. • અધ્યયન નિષ્પત્તિ અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિને ધ્યાનમાં રાખીને શિક્ષકે વાર્ષિક આયોજન બનાવવાનું રહેશે જેમાં માસવાર એકમનો સમાવેશ કરવો તેમજ તે અંગેની ક્ષમતાનો નિર્દેશ કરવો ઉપરાંત એ એકમને ભણાવવા માટે ક્યાં ક્યાં અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકાય તેની નોંધ કરવાની રહેશે આ આયોજનના આધારે શિક્ષકે દૈનિક આયોજન કરવાનું રહેશે તેમાં પણ ઉપયોગમાં લેવામાં આવનાર શૈક્ષણિક સાધનો અને અધ્યયન નિષ્પત્તિ દર્શાવવાની રહેશે. • અધ્યાપન આયોજન મુજબ શૈક્ષણિક કાર્ય થાય આ માટે શાળાના મુખ્ય શિક્ષકે દૈનિક ૨ તાસનું મૂલ્યાંકન કરાવાનું રહેશે અને માસના અંત સુધીમાં શાળાના તમામ વર્ગોનું મૂલ્યાંકન કરવાનું રહેશે નમુના નંબર ૧૫ લોગ બુકમાં તેની નોંધ કરવાની રહેશે જેમાં શિક્ષકને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની નોંધ કરવાની રહેશે ઉપરાંત મુખ્ય શિક્ષકે શિક્ષકોની દૈનિક તપાસવાની રહેશે જો જરૂર જણાય તો આયોજનમાં ટીપ્સ આપી માર્ગદર્શિત કરવાના રહેશે. • શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ જરૂરિયાત ધરાવતા અને CWSN બાળકો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. શાળાની તમામ પ્રવૃત્તિમાં શાળાના તમામ બાળકો સાથે ભાગ લે તે જોવાનું રહેશે. ➯ ❖ મુખ્ય ક્ષેત્ર ૨ શાળા • શાળાએ વર્ષની શરૂઆતમાં શાળા વિકાસ યોજનાનું આયોજન કરવાનું રહેશે જેમાં શાળાએ શૈક્ષણિક મુદ્દાનો સમાવેશ કરવાનો રહેશે અને પોતાના લક્ષાંક નક્કી કરવાના રહેશે આ શાળા વિકાસ યોજનાનો યોગ્ય અમલ થાય અને નિયમિત સમીક્ષા થાય તે જોવાનું રહેશે આ યોજનાને વર્ષની પ્રથમ SMC અને વાલી બેઠકમાં વાંચન કરી બહાલી આપવાની રહેશે. • શાળા વિકાસ યોજના બનાવામાં યોગ્ય અમલમાં SMCનો સહકાર મેળવાય, શાળાની SMC બેઠક નિયમિત યોજાય જેમાં શાળાની મુશ્કેલીમાં, શાળાની યોગ્ય ગ્રાન્ટ વપરાશમાં,સ્થાનિક સંસાધનોની ઉપલબ્ધીમાં, બાળકોની હાજરી વધારવામાં SMC બેઠકના એજન્ડા તૈયાર કરવામાં SMC સક્રિયતા દર્શાવે તે શાળાએ જોવાનું રહેશે. • શાળામાં તાસ પદ્ધતિ અને વિષય પદ્ધતિ નો યોગ્ય અમલ થાય, સરકારની ગાઈડ લાઈન મુજબ સમય પત્રક બનાવાય, શાળા સમય પત્રક મુજબ ચાલે નિયમિત તાસના અંતે બેલ વાગે દરેક વર્ગમાં સમય પત્રક લાગે તે આચાર્યશ્રી અને વર્ગ શિક્ષકશ્રીએ જોવાનું રહેશે. • વર્ગમાં અધ્યયન નિષ્પત્તિ માસવાર આયોજન અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ ડિસ્પ્લે થાય તે જોવાનું રહેશે. • શાળા દ્વારા શાળા સલામતી અંગે માર્ગ દર્શન દેવાય આ અંગે અગોતરો શાળા સલામતી અંગે પ્લાન બનાવાય, બાળકોને મોકડ્રીલ દ્વારા તેની જાગૃતિ અંગે શિક્ષણ અપાય તે ખુબ જ જરૂરી છે. શાળામાં ફાયર સેફટી અંગે યોગ્ય ઉપકરણો વાસાવાય આ ઉપરાંત આપત્તિ સમયે ઉપયોગમાં આવી શકે તેમાં અન્ય સાધનો જેવા કે મોટા દોરડા પ્રાથમિક સારવાર અંગેના સાધનો વસવાય તે જોવાનું રહેશે. • શાળામાં ઇલેક્ટ્રિક ઉપકરણ સલામતી માટે રોબોટ જેવા સલામતી સાધનોનો ઉપયોગ કરાવો. • શાળામાં વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અને વિશેષ ગંભીર રોગો ધરાવતા બાળકોની યાદી શાળામાં આચાર્યશ્રીએ બનાવાવની રહેશે અને શિક્ષકોને તેનાથી વાકેફ કરવાના રહેશે ઉપરાંત કેટલાક રોગોમાં જો ઓળખ છુપાવવાની જરૂરિયાત જણાય તો તેની ગંભીરતા જાણી કાળજી લેવાની રહેશે. • શાળામાં દૈનિક પ્રાર્થના વિવિધતા સાથે બાળકોની મદદ થી તમામ બાળકોને સંચાલન સાથેની સમાન તક મળે તે રીતે આયોજન કરવું જેમાં બાળકો હાર્મોનિયમ ખંજરી તબલા ઢોલક મંજીરા કરતાલ વગેરે સાધનો નો ઉપયોગ કરી તાલ બદ્ધ પ્રાથના થાય તે જોવું. પ્રાર્થનામાં ધૂન,ભજન,બાળગીત,અભિનય ગીત,જાણવા જેવું,સમાચાર વાંચન,પ્રશ્નોત્તરી,ઘડિયા ગાન,અન્ય વિવિધ રજૂઆત,રાષ્ટ્રગીતનો સમાવેશ કરવો. • બાળકો ધ્યાન,યોગ મુદ્રા,સમૂહ કવાયતમાં ભાગ લે , શાળા રમતોત્સવ અને ખેલ મહાકુંભ તેમજ વિજ્ઞાન મેળો, ઇન્શ્પાયર એવોર્ડ,જવાહર નવોદય,NMMS,PSE,રાજ્ય ચિત્ર પરીક્ષામાં, તેમજ અન્ય બાળ વિકાસ પ્રવૃત્તિમાં ભાગ લે તે શાળા એ જોવાનું રહેશે. • શાળા એ દરેક શૈક્ષણિક અનુભવ આપવા માટે વર્ષના અંતે ૧૦ જેટલા શૈક્ષણિક મુલાકાતોના આયોજન કરવાના રહેશે.આ ઉપરાંત મુલ્ય લક્ષી પ્રવૃત્તિ જેવી કે આજનું ગુલાબ, આજનો દીપક,અક્ષયપાત્ર,ખોયા પાયા, અને રામ હાર્ટ અને બચત બેંક જેવી પ્રવૃતી હાથ ધરવાની રહેશે. તેમજ વર્ષ દરમિયાન ૧૦ થી ૧૨ જેટલા વિશેષ દિનની ઉજવણી અને સંસ્કૃતિક કાર્યક્રમ કરવાના રહેશે. • શિક્ષક તેમજ વિદ્યાર્થી એ પોતાના જ્ઞાન વધારવા માટે શિક્ષકે મહીને ૧ પુસ્તક તેમજ બાળકોએ ૨ મહીને ૧ પુસ્તક ઓછમાં ઓછા વાંચવાના રહેશે. • બાળકોને નવીન અધ્યન અનુભવ આપવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાવાનો રહેશે તેમજ તમામ બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવાનું રહેશે. • શાળામાં તમામ બાળકો ઉત્તમ મધ્યાહન ભોજન ઉત્તમ ગુણવત્તા યુક્ત હાજર રહેલા તમામ બાળકો જમે તેવા પ્રયત્નો હાથ ધરાવના રહેશે તેમજ મધ્યાહન ભોજનની રોજીંદી ચકાસણી શિક્ષકો દ્વારા થાય બાળકો હાથ મો પગ ધોઈને જમવા બેસે મધ્યાહન ભોજન રસોડામાં ચોખ્ખાઈ જળવાય તે જોવાનું રહેશે. • તમામ બાળકોને પીવા માટે યોગ્ય પાણીની વ્યવસ્થા હોય,પીવાના પાણીની રોજીંદી ઉપયોગમાં આવતી ટાંકી સમયાંતરે સફાઈ થાય તે જોવાનું રહેશે. • બાળાકોને શૌચાલયની ઉત્તમ સુવિધા મળી રહે તે જોવાનું રહેશે તેમજ શૌચાલયની નિયમિત સફાઈ થાય તેમજ શૌચાલયમાં પાણીની સગવડ મળી રહે તે જોવાનું રહેશે. • બાળકોની સ્વચ્છતા દૈનિક ચકાસણી થાય તેમજ તે અંગે વિદ્યાર્થીના વાલીને સમયાંતરે જાણ થાય તે જોવાનું રહેશે. આ ઉપરાંત ગુણોત્સવ અંગે જરૂરી તમામ તૈયારી કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોની રહેશે. આ તમામ સૂચનો અંગે ચકાસણી સી.આર.સી,કેળવણી નિરીક્ષક અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,બી.આર.સી કો એ પોતાની મુલાકાત દરમિયાન જોવાનું રહેશે.
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...